|
વીણાનો એક તાર વાગે
એટલે બીજા તાર પણ વાગે એમ ગુજરાતમાં જે થાય તે બીજાં
રાજ્યોમાં પણ થાય છે.
- વિદ્યાનિવાસ મિશ્ર
વિશ્વકોશ એ
વાસ્તવમાં પ્રજ્ઞાકોશ છે. કોશ એ મનુષ્યના મગજનું
એન્લાર્જમેન્ટ છે. આપણા પૂર્વજોએ અને અનેક
મનુષ્યોએ જે સંશોધન કર્યું તે જ્ઞાનના અર્કો છે. તેનો આ સંગ્રહ છે. આ
પ્રજ્ઞાકોશ એ અનેક વ્યક્તિઓની ધી, ધૃતિ અને સ્મૃતિનો
સંચય છે.
- લાભશંકર ઠાકર
ગુજરાતી
વિશ્વકોશનો પ્રકલ્પ એક વટવૃક્ષ સમો બની ગયો છે.
- પી. સી. વૈદ્ય
આ વિશ્વકોશ
ગુજરાતી પરિવારોમાં હોવો
જ જોઈએ. તે આવતી પેઢીનાં
બાળકોમાં ગુજરાતી ભાષા, તેની અસ્મિતા અને તેના
શિક્ષણ પ્રત્યેની ભાવનાના નિર્માણનું મહત્ત્વનું
જ્ઞાનસાધન છે.
- હરીન્દ્ર દવે
વિદ્યા, જ્ઞાન,
ખંત અને ચોકસાઈ ઉપરાંત
આયોજનશક્તિ અને શારીરિક,
માનસિક શ્રમની
દ્દષ્ટિએ પણ ભલભલી સંસ્થાઓ તથા
સંપાદકોના હાંજા ગગડી જાય એવું મહાભારત કામ આ છે.
વિશ્વકોશની સામગ્રી જોતાં ગુજરાતનું શીશ ગૌરવથી
આકાશને અડે એવું કામ મુખ્ય સંપાદક
ડૉ. ધીરુભાઈ
ઠાકરે કર્યું છે.
- વાસુદેવ મહેતા
મરાઠી વિશ્વકોશનું
પ્રકાશન જાણીતા વિદ્વાન તર્કતીર્થ લક્ષ્મણશાસ્ત્રી
જોષીના સંપાદન હેઠળ થાય છે. તેની સાથે હું
સંકળાયેલો છું. તેથી મારે કહેવું જોઈએ કે મરાઠી
વિશ્વકોશ અને ગુજરાતી વિશ્વકોશ પરસ્પર પૂરક બની
રહે તે માટે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટને પણ સો જેટલા
વિદ્વાનો અને સંશોધકો, પૂરતું સંદર્ભ
પુસ્તકાલય
અને ઓછામાં ઓછી દોઢ કરોડ રૂપિયાની આર્થિક સહાય
મળવી જોઈએ.
- સી. ડી. દેશપાંડે
ગુજરાત વિશ્વકોશ
ટ્રસ્ટ વિશ્વકોશ તૈયાર કરી રહેલ છે, તે ગુજરાતી
ભાષા અને પ્રજાની અસ્મિતાનું
કાર્ય છે, આ કામ ઘણું
ઉપયોગી છે અને સરકાર તેને મદદ કરશે. આ યોજના
નાણાંને અભાવે અધૂરી રહેશે નહિ તેની હું ખાતરી આપું
છું.
- ચીમનભાઈ પટેલ
વિશ્વકોશ સામાન્યજન
તથા અભ્યાસીઓને
એકસરખો ઉપયોગી બને તે રીતે તેનું
આયોજન થયું છે તે જાણી મને આનંદ થયો છે. છેલ્લા
કેટલાક દશકામાં અણુવિસ્ફોટ તથા વસ્તીવિસ્ફોટની
સાથોસાથ જ્ઞાનનો પણ વિસ્ફોટ જોવા મળ્યો છે. એ
સંદર્ભમાં આવા વિશ્વકોશની જરૂરત વિશે જેટલો ભાર
મૂકીએ તેટલો ઓછો છે.
- આર. કે. ત્રિવેદી
વિશ્વકોશ એ માત્ર
ગ્રંથ નથી, પણ ભારતના ભવિષ્યના નિર્માણનો પ્રયત્ન
છે.
- નરેન્દ્ર મોદી
ગુજરાતી વિશ્વકોશ
એ ભારતમાં ચાલતી વિશ્વકોશપ્રવૃત્તિમાં સૌથી વધુ જીવંતતા ધરાવે છે. વિશ્વકોશમાં
સર્વ વિધાશાખાના જ્ઞાનની અપેક્ષા હોવાથી આ વિશ્વકોશ
એ વિદ્યાકીય સહકારનું અદ્વિતીય દષ્ટાંત છે. વર્તમાન
સમયમાં ભારતમાં કોઈ પણ ભાષામાં
અદ્યતન ઓપ ધરાવતો
જીવંત વિશ્વકોશ
ઉપલબ્ધ હોય તો તે આ ગુજરાતી વિશ્વકોશ
છે.
- સ્વપન મજુમદાર |