ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, અમદાવાદ

બાળવિશ્વકોશ :

ગુજરાતી બાળવિશ્વકોશ - ગ્રંથ ૧ થી ૧૦


બાળવિશ્વકોશ એટલે બાળકો – કિશોરોને વિશ્વની ઝાંખી કરાવે – જ્ઞાનદર્શન કરાવે તેવો સંદર્ભગ્રંથ..

આદરણીય ડૉ. ધીરુભાઈ ઠાકર અને ડૉ. કુમારપાળ દેસાઈના પ્રયાસથી ગિજુભાઈનું બાળવિશ્વકોશના સર્જનનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે ને શ્રી મોટાની ઊછરતી પેઢીને જ્ઞાનામૃતનો આસ્વાદ આપતો પ્રશિષ્ટ ગ્રંથ મળે એવી અભિલાષા પણ સિદ્ધ થતી રહી છે. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટે સમાજ પાસે મોંઘી મિરાત જેવા જેમ ‘ગુજરાતી વિશ્વકોશ’ના ૨૫ ખંડ તેમ ‘ગુજરાતી બાળવિશ્વકોશ’ના ચાર ખંડ મૂક્યા છે, જેથી ગુજરાત અને ગુજરાતી ભાષા આજે અન્ય ભારતીય ભાષાઓની હરોળમાં ‘અસ્મિતા’પૂર્વક ઊભી રહી શકે.

‘ગુજરાતી બાળવિશ્વકોશ’ના આયોજન માટે શરૂઆતમાં ‘ઑક્સફર્ડ ચિલ્ડ્રન્સ એન્સાઇક્લોપીડિયા’નો અભ્યાસ કરવામાં આવેલો. તે ઉપરાંત બાળકો-કિશોરો માટેના બ્રિટાનિકા, કિંગફિશર વગેરેના એન્સાઇક્લોપીડિયા પણ જોવામાં આવેલા. વળી ગુજરાતીમાં આ ક્ષેત્રે ઉપલબ્ધ કોશોનો અભ્યાસ પણ કર્યો ને તે પછી બાળવિશ્વકોશના વિષયોની યાદી તૈયાર કરવામાં આવી. આ સાથે પ્રાથમિકથી માંડીને ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ ભણતાં બાળ-કિશોરોના પાઠ્યક્રમ–અભ્યાસક્રમને ધ્યાનમાં રાખી તેમના માટે જરૂરી વિષયોની અકારાદિ ક્રમે સૂચિ તૈયાર કરવામાં આવી. ત્યારબાદ અનેક સંદર્ભ-ગ્રંથો, ઇન્ટરનેટ આદિની સહાયથી લેખનકાર્ય શરૂ કરાયું.

 

બાળવિશ્વકોશની ઝાંખી

ગુજરાતી બાળવિશ્વકોશની સંપાદનસમિતિના સભ્યો – અધિકરણલેખકો જે અધિકરણો તૈયાર કરે તે જે તે વિષયના વિદ્વાનોને બતાવવામાં આવે છે. એમની નજર હેઠળથી પસાર થયેલા અધિકરણોને મુખ્ય સંપાદક પણ ચકાસી, એમાં જરૂરી શુદ્ધિવૃદ્ધિ કે કાટછાંટ કરી છેવટનું રૂપ આપે છે. તે પછી સમુચિત ચિત્રોની ગોઠવણી થાય છે. ગ્રંથ તૈયાર થાય તે પહેલાં મુખ્ય સંપાદક તથા લેખકમંડળ દ્વારા ત્રણથી ચાર વાર બાળવિશ્વકોશની વસ્તુસામગ્રીની અનેક ર્દષ્ટિએ ચકાસણી કરવામાં આવે છે. આ કોશમાં પાયાની, શ્રદ્ધેય, પ્રમાણભૂત અને છેલ્લામાં છેલ્લી – અદ્યતન તબક્કા સુધીની માહિતી સમાવવામાં આવે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. આમ નિશ્ચિત પૃષ્ઠસંખ્યાની મર્યાદા સાચવીને અહીં ખગોળ, ભૂગોળ, ઇતિહાસ, સંસ્કૃતિ, રાજકારણ, ધર્મ, સમાજ, વાણિજ્ય-વ્યવસાય, કલા, સાહિત્ય, વિજ્ઞાન, વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ વગેરેની સાથે સંળાયેલા અને બાળકિશોરોના અનુભવક્ષેત્રમાં – જ્ઞાનપરિસરમાં આવતા અનેક વિષયોની રસપ્રદ માહિતી આકર્ષક રંગીન ચિત્રો સાથે બાળવિશ્વકોશના ખંડમાં રજૂ થતી રહી છે.

ગુજરાતી વર્ણમાળા પ્રમાણે તૈયાર થયેલ આ કોશનો પ્રથમ ભાગ ૨૦૦૯માં પ્રકાશિત થયો હતો, તેમાં ‘અકબર’થી ‘ઔષધો’ સુધીનાં અધિકરણો છે. બીજો ભાગ ૨૦૧૧માં પ્રકાશિત થયો છે જેમાં ‘કચ્છ’થી ‘ગ્લોબલ વૉર્મિંગ’ સુધીનાં; ત્રીજો ભાગ ૨૦૧૨માં, જેમાં ‘ઘડિયાળ’થી ‘થોર’ સુધીનાં અને ચોથો ભાગ ૨૦૧૪માં જે પ્રકાશિત થયો છે તેમાં ‘‘દ’કાર્ત રેને’’થી ‘પૃષ્ઠવંશી’ સુધીનાં અધિકરણો છે. ચાર ભાગમાં મળી લગભગ ૧૧૦૦ જેટલાં અધિકરણો છે. આ અધિકરણોમાં જે તે અધિકરણ-વિષયની ઓળખ આપતું સંજ્ઞાવાક્ય શરૂઆતમાં અપાય છે. તે પછી તેને લગતી જરૂરી માહિતી, ટૂંકમાં, પણ વિશદ રીતે અપાય છે. વળી અધિકરણમાં વિષયની માંગ પ્રમાણે જરૂરી કોઠાઓ, નકશાઓ, આંકડાકીય માહિતીઓ, તસવીરો વગેરે અપાય છે. એ રીતે વ્યક્તિઓના ફોટા, કૃતિઓનાં મુખપૃષ્ઠ, પશુ-પંખીઓ, રમતો વગેરેનાં રંગીન ચિત્રો મૂકી જે તે વિષયને એવી આકર્ષક અને અસરકારક રીતે રજૂ કરવામાં આવે છે કે તે બાળકોને તો ઉપયોગી થાય, એમને ગમે અને સાથે સાથે મોટેરાંઓને – વાલીઓ અને શિક્ષકોને પણ ઉપયોગી થાય. આ કોશમાં બાળકો માટે ઘરમાં અને બહાર રમાય તેવી રમતો; કબૂતર, કૂકડો, કંસારો જેવાં પક્ષીઓ; જાતભાતનાં પુષ્પો; કાવેરી, ગંગા, નાઇલ જેવી નદીઓ; ગુજરાતના – ભારતના ને વિશ્વના નોંધપાત્ર પર્વતો; મહત્ત્વના ધર્મપુરુષો-સંતો; બાળકોને પણ ઓળખાવવા જરૂરી એવા ગુજરાત-ભારત-વિશ્વના સમર્થ સાહિત્યકારો અને કલાકારો; અગત્યના વૈજ્ઞાનિકો અને વિચારકો તેમ જ વિજ્ઞાનના મુખ્ય સિદ્ધાંતો, આધુનિક વીજઉપકરણો; વિશ્વની – ભારતની નોંધપાત્ર ઘટનાઓ, શહેરો-પ્રવાસસ્થાનો, હવા ખાવાનાં સ્થળો, યાત્રાધામો – એમ અનેક ક્ષેત્રોમાંની માહિતી સચિત્ર અપાઈ છે.

ગુજરાત સરકારે આ કોશના પ્રથમ ચાર ભાગની લગભગ ૪૦,૦૦૦ નકલ ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ–શિક્ષકોના જ્ઞાનવર્ધન અર્થે ભેટ રૂપે આપવા ખરીદી તે ઘટના ગુજરાત, ગુજરાતી ભાષા અને વિશ્વકોશ ટ્રસ્ટ માટે ઘણી આનંદદાયક છે. આ ઘટના જ આ કોશની મહત્તા દર્શાવે છે.

 

બાળવિશ્વકોશ- વિષયક્ષેત્રો

 

  • ભાષા અને લિપિ
  • અંગ્રેજી લિપિ            
    ગુજરાતી
    સંસ્કૃત
    હિંદી અને અન્ય ભાષાઓ
  • સાહિત્ય
  • ગુજરાતી
    ભારતીય
    વૈશ્વિક
  • કલા
  • ચિત્રકલા નાટ્યકલા
    નૃત્યકલા શિલ્પકલા
    સંગીતકલા સ્થાપત્યકલા લોકકલા
  • સમૂહમાધ્યમો
  • આકાશવાણી અને દૂરદર્શન
    ચલચિત્ર
    પત્રકારત્વ
  • ધર્મ-તત્ત્વ-સંસ્કૃતિ
  • તત્ત્વજ્ઞાન
    ધર્મ-પુરાણ
    ભારતીય સંસ્કૃતિ
  • વાણિજ્ય-વ્યવસાય
  • ઉદ્યોગ
    વેપાર
    વ્યવસાયો
  • વિજ્ઞાન (પ્રયુક્ત)
  • અંતરીક્ષવિજ્ઞાન આયુર્વિજ્ઞાન આયુર્વેદ ઇજનેરી ઇલેક્ટ્રૉનિક્સ
    ઔષધશાસ્ત્ર કીટકશાસ્ત્ર કૃષિવિદ્યા ગ્રંથાલયશાસ્ત્ર તબીબીવિદ્યા
    દુગ્ધવિદ્યા ધાતુશાસ્ત્ર પર્યાવરણ પશુપાલન પ્રદૂષણ
    બાગ-બગીચા વનવિદ્યા સમુદ્રવિદ્યા હવામાનશાસ્ત્ર
  • વિજ્ઞાન (શુદ્ધ)
  • ખગોળ ગણિત પ્રાણીશાસ્ત્ર ભૂસ્તરશાસ્ત્ર
    ભૌતિકશાસ્ત્ર રસાયણશાસ્ત્ર વનસ્પતિશાસ્ત્ર વિજ્ઞાન (સામાન્ય)
  • સમાજવિદ્યાઓ
  • અર્થશાસ્ત્ર ઇતિહાસ નાગરિકશાસ્ત્ર
    પુરાતત્ત્વ ભૂગોળ માનસશાસ્ત્ર
    રાજ્યશાસ્ત્ર શિક્ષણ સમાજશાસ્ત્ર
  • પ્રકીર્ણ
  • અગ્નિશમન ઍક્યુપંક્ચર ઍક્યુપ્રેશર ઑરિગામી જાદુ
    પરિવહન પર્વતારોહણ પોશાક મ્યુઝિયમ
    રમકડાં વ્યાયામ-રમતગમત લેખનસામગ્રી સરકસ

સંપાદક

    ગુજરાતી બાળવિશ્વકોશના
    લેખન-ચિત્રાંકન-સંપાદન સમિતિ
  • ડૉ. ચંદ્રકાન્ત શેઠ (પ્રમુખ સંપાદક)
  • (પ્રમુખ સંપાદક)
  • શ્રી રજની વ્યાસ (કલા-નિર્દેશક)
  • (કલા-નિર્દેશક)
  • શ્રી અંજના ભગવતી
  •  
  • ડૉ. શ્રદ્ધા ત્રિવેદી
  •  
  • શ્રી અમલા પરીખ
  •  
  • શ્રી શુભ્રા દેસાઈ
  •  
  • શ્રી રાજશ્રી મહાદેવિયા
  •  

બાળવિશ્વકોશ લેખો

બાળવિશ્વકોશ : ગ્રંથ ૧ થી ૧૦

ગ્રંથ --->
ભાગ ‘અકબર’થી ‘ઔષધો’ ‘કચ્છ’થી ‘ગ્લોબલ વૉર્મિંગ’ ‘ઘડિયાળ’થી ‘થોર’ ‘‘દ’ કાર્ત રેને’’થી ‘પૃષ્ઠવંશી’ પૅગોડા થી ભાનુભાઈ પંડ્યા ભારત – મારિયો મિરાન્ડા માર્ક ઝકરબર્ગ – રેતી
કુલ પૃષ્ઠ ૨૪૪ ૩૬૪ ૩૨૦ ૩૧૨ ૨૪૮ ૩૦૦ ૩૨૦
અધિકરણોની સંખ્યા ૨૩૨ ૨૯૩ ૨૯૯ ૩૯૫ ૨૪૦ ૧૫૪ ૨૫૦
રંગીન ચિત્રોની સંખ્યા ૪૫૨ ૬૯૩ ૬૬૦ ૬૩૬ ૫૮૩ ૭૦૯ ૬૦૪
પહેલી આવૃત્તિ ૨૦૦૯ ૨૦૧૧ ૨૦૧૨ ૨૦૧૩ ૨૦૧૪ ૨૦૧૫ (જૂન) ૨૦૧૬ (ઑક્ટોબર)
કિંમત રૂ. ૬૦૦/- ૭૦૦/- ૮૦૦/- ૮૦૦/- ૯૦૦/- ૧૦૦૦/- ૧૦૦૦/-
ગ્રંથ ---> ૧૦
ભાગ ‘રેન્ડિયર’થી ‘ષડાનન’ ‘સચિન તેંડુલકર’થી ‘સીસમ’ ‘સુએઝ નહેર’થી ‘હોંગકોંગ’
કુલ પૃષ્ઠ ૩૫૨ ૨૪૦ ૨૫૧
અધિકરણોની સંખ્યા ૨૬૬ ૧૩૭ ૧૮૦
રંગીન ચિત્રોની સંખ્યા ૭૦૪ ૪૨૧ ૫૭૯
પહેલી આવૃત્તિ ૨૦૧૮ ૨૦૧૯ ૨૦૧૯
કિંમત રૂ. ૧૧૦૦/- ૯૦૦/- ૯૦૦/-