Gujarati Vishwakosh Trust Gujarati Vishwakosh Trust

| અમારા વિશે | સુવિધાઓ

Print This Page

Print This Page

Mail This Page

Mail This Page

 

સભાગૃહ

     ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટમાં જ ૧૫૦ જેટલી બેઠકો ધરાવતું શ્રી હીરાલાલ ભગવતી સભાગૃહ છે, જે સંપૂર્ણ વાતાનુકૂલિત છે. સભાગૃહમાં સંગીત, વ્‍યાખ્‍યાન, પરિસંવાદ, નાટક જેવાં વિવિધ કાર્યક્રમો થાય છે. આ સભાગૃહ શહેરની મધ્યમાં આવેલું છે. અત્યાર સુધીમાં બીજી અનેક સંસ્‍થાઓ પણ અહીં પોતાના કાર્યક્રમો રજૂ કર્યા છે. વળી આ સભાગૃહ અદ્યતન દ્દશ્યશ્રાવ્‍યની સુવિધા પણ ધરાવે છે. અનેક લોકો-ખાસ કરીને વિદ્યાર્થીઓ અને અધ્યાપકો આ ભવનની મુલાકાતે આવે છે.

Conference Hall

શ્રી હીરાલાલ ભગવતી સભાગૃહ

     સભાગૃહમાં દર મહિનાના ત્રીજા અને ચોથા બુધવારે સાંજે ૫ વાગ્‍યે જ્ઞાન-વિજ્ઞાન વ્‍યાખ્‍યાનશ્રેણીને ઉપક્રમે વ્યાખ્યાન યોજવામાં આવે છે. છેલ્‍લાં બે વર્ષથી આ પ્રવૃત્તિ ચાલે છે. તેમાં ગુજરાતની વિવિધ ક્ષેત્રની જાણીતી વ્‍યક્તિઓને વિશ્વકોશ ટ્રસ્ટ વ્‍યાખ્‍યાન આપવા માટે નિમંત્રણ પાઠવે છે. આમ અનેકવિધ સાહિત્યિક અને સાં‍સ્‍કૃતિક પ્રવૃત્તિથી આ સભાગૃહ પણ ધમધમતું રહે છે.

   

શ્રી હીરાલાલ ભગવતી સભાગૃહ


Conference Hall

શ્રી હીરાલાલ ભગવતી સભાગૃહ

 

ગ્રંથાલય

Library

ગ્રંથાલય

     શ્રીમતી વિદ્યાબહેન દીપચંદભાઈ ગારડી ગ્રંથાલય ગુજરાત વિશ્વકોશ ટ્રસ્‍ટમાં આવેલું છે. આ તેનું સંદર્ભ પુસ્‍તકાલય છે. તેમાં ૨૫૦ જેટલા વિવિધ વિષયોના એન્‍સાઇક્લોપીડિયા છે. જુદી જુદી ભાષાઓના શબ્‍દકોશો છે. તેમાં ગુજરાતી ભાષા અને અંગ્રેજીમાં પ્રગટ થતાં સામયિકો પણ વાંચવા મળે છે. સંદર્ભ પુસ્‍તકો ઉપરાંત જુદા જુદા વિષયની સી.ડી. પણ ઉપલબ્‍ધ છે. નવાં નવાં સંદર્ભ પુસ્‍તકો પણ આ ગ્રંથાલયમાં જોવા મળે છે.

 
 
New Page 1
 
 
 

 

Gujarati Vishwakosh

 

Vishwa Vihar

 

Other Publication

 

© 2010 Gujarat Vishwakosh Trust, All Rights Reserved
Disclaimer | Privacy Policy

Home | Feedback | Contact us | Sitemap
Site Designed & Developed By Cybersurf