Gujarati Vishwakosh Trust Gujarati Vishwakosh Trust

| અમારા વિશે | ભાવિ યોજના

Print This Page

Print This Page

Mail This Page

Mail This Page

 

 

     ગુજરાતી વિશ્વકોશના પચીસ ગ્રંથોની શ્રેણી પૂરી થાય તે પહેલાં આ ટ્રસ્‍ટે અનેકવિધ ભાવિ યોજનાઓ કરી છે. જેમાં બાળવિશ્વકોશન અને ચરિત્રકોશનું કામ ચાલી રહ્યું છે. આયુર્વિજ્ઞાન(તબીબીશાસ્‍ત્ર)ને લગતા લેખોનો સંચય કરીને પણ પુસ્‍તક પ્રગટ કરવાની યોજના છે. જેમ કે આ ટ્રસ્‍ટ તરફથી કેન્‍સર વિશેનું સચિત્ર પેસ્‍તક પ્રગટ થયું છે. જેની ચાર આવૃત્તિ થઈ છે. તે રીતે બીજા રોગો વિશેના પુસ્‍તકો પણ પ્રગટ કરવાની યોજના છે. પરિભાષિક કોશ, નાટ્યકોશ, સમાનવિજ્ઞાન કોશ, જૈવવિજ્ઞાનકોશ, ભૌતિકવિજ્ઞાનકોશ, ધર્મતત્વકોશ જેવા વિવિધ વિષયના કોષો પણ પ્રગટ કરવાની યોજના છે.

     ગુજરાત સરકાર તરફથી બહાર પડતા ગેઝેટિયરનું કામ પણ સરકાર તરફથી ગુજરાત વિશ્વકોશ ટ્રસ્‍ટને સોપાયું છે. પ્રક્રિયા ચાલુ છે.

      વિશ્વકોશના દરેક ખંડને અંતે પરિભાષા મૂકવામાં આવી છે. આ પરિભાષા ગુજરાતી-અંગ્રેજી અને અંગ્રેજી-ગુજરાતી એમ મૂકેલી છે. વિશ્વકોશના દરેક ગ્રંથની પરિભાષા ભેગી કરી ને તેનો સર્વગ્રાહી કોશ બનાવવાનું કાર્ય કરે છે. આ પરિશુદ્ધ પરિભાષાકોશનું પણ કામ ચાલુ થ ગયું છે.

 

 

બાળ વિશ્વકોશ

 

     વિશ્વકોશની ભાવિ યોજના ઘણા કોશો બનાવવાની છે. તેમાં પ્રથમ કાર્ય તે ‘ગુજરાતી બાળવિશ્વકોશ’ નું છે. આશરે ૧૫૦૦ પૃષ્ઠમાં આ કોશની પણ રચના થ છે . આખી શ્રેણીના બધા જ કોશો રંગીન ચિત્રો સાથે તૈયાર થશે. બાળકોને સમજાય તેવી સરળ ભાષામાં આ કોશ તૈયાર થ રહ્યો છે. આ કોશની ગોઠવણી પણ વર્ણાનુક્રમે કરવામાં આવી છે. અહીં જે વ્યક્તિ વિશેના લેખો છે તેને નામ પ્રમાણે વર્ણાનુક્રમે ગોઠવ્યા છે.

     બાળવિશ્વકોશના પ્રમુખ સંપાદક ડૉ.. ચંદ્રકાન્તભાઈ શેઠ છે. તેમની સાથે શ્રી અંજનાબહેન ભગવતી, ડૉ. શ્રદ્ધાબહેન ત્રીવેદી, શ્રી અમલાબહેન પરીખ, અને શ્રી શોભનાબહેન દેસાઈ કામ કરી રહ્યાં છે. તેના કલા આયોજનમાં શ્રી રજની વ્યાસનો સહકાર મળે છે.

 

 
New Page 1
 
 
 

 

Gujarati Vishwakosh

 

Vishwa Vihar

 

Other Publication

 

© 2010 Gujarat Vishwakosh Trust, All Rights Reserved
Disclaimer | Privacy Policy

Home | Feedback | Contact us | Sitemap
Site Designed & Developed By Cybersurf