Gujarati Vishwakosh Trust Gujarati Vishwakosh Trust

| અમારા વિશે | સંશોધક અને મુખ્ય સંપાદક

Print This Page

Print This Page

Mail This Page

Mail This Page

 
 
Dr Dhirubhai Thakar

ડૉ. ધીરુભાઈ ઠાકર

ડૉ. ધીરુભાઈ ઠાકરનો જન્મ ૧૯૧૮માં થયો. તેઓ પ્રસિદ્ધ વિવેચક અને સંશોધક, સંપાદક છે. દસ વિવેચનસંગ્રહો, સાત નિબંધસંગ્રહો, બે સંશોધનગ્રંથો, આત્મચરિત્ર સમેત ત્રણ ચરિત્રગ્રંથો, એક ચરિત્રાત્મક નાટક, બે બાળનાટકો તથા એક પ્રવાસકથા, બે અનુવાદો, સ્‍વાધ્યાયસૂચિના ચાર ગ્રંથો, સોળ સાહિત્યિક સંપાદનો, નવ સંચયસંપાદનો (અન્યના સહકારમાં) અને બાર આવૃત્તિ પામેલો ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ એમનું મુખ્ય સાહિત્યિક પ્રદાન. છે. મ. ન. દ્વિવેદી અને નાટ્યકળા તેમના અભ્યાસના ખાસ વિષયો રહ્યા. મોડાસા કૉલેજના આચાર્યપદેથી નિવૃત્ત થયા બાદ છેલ્‍લા દાયકા દરમિયાન તેમના મુખ્‍ય સંપાદકપદે ગુજરાતી વિશ્વકોશના કુલ ૨૫ ગ્રંથો પ્રગટ થયા છે. રણજિતરામ સુવર્ણચંદ્રક(૧૯૯૪)થી તથા વિવિધ ગૌરવ પુરસ્‍કારો (ગુજરાત સાહિત્ય અકાદમી, વિશ્વ ગુજરાતી સમાજ, વિદ્યાવિકાસ ટ્રસ્‍ટ) દ્વારા સન્‍માનિત. ૨૦૦૦-૨૦૦૧ દરમિયાન તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ પણ રહ્યા હતા.

 
New Page 1
 
 
 

 

Gujarati Vishwakosh

 

Vishwa Vihar

 

Other Publication

 

© 2010 Gujarat Vishwakosh Trust, All Rights Reserved
Disclaimer | Privacy Policy

Home | Feedback | Contact us | Sitemap
Site Designed & Developed By Cybersurf