ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, અમદાવાદ

શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ વિદ્યાવિસ્તાર ગ્રંથશ્રેણી:


આપણી મોંઘેરી ધરોહર

આપણી મોંઘેરી ધરોહર

આપણી મોંઘેરી ધરોહર એ ડૉ. પ્ર. ચૂ. વૈદ્યની જીવનકથા છે. તેમાં તેમનું બહુઆયામી વ્યક્તિત્વ આલેખાયું છે. આ ગ્રંથમાં એમનાં જીવનના સારા-માઠાં પ્રસંગો ખૂબ સુંદર રીતે આલેખાયાં છે. ગણિતશિક્ષણને ધરમૂળમાંથી ઊંચકી ખૂબ ઊંચી સપાટીએ પહોંચાડવાનું કામ પ્ર. ચૂ. વૈદ્ય કર્યું છે. તેમની ગણિતમંડળની પ્રવૃત્તિઓ વિશે પણ અહીં વિસ્તારથી કહેવાયું છે.કુલ પૃષ્ઠ : ૨૨૮
પહેલી આવૃત્તિ : ૨૦૧૬
રંગીન ચિત્રો : ૦૭
કિંમત : ૨૦૦/- રૂપિયા
હોમી જહાંગીર ભાભા

હોમી જહાંગીર ભાભા

હોમી જહાંગીર ભાભાના જન્મથી આરંભીને એમના જીવનકાર્યના મહત્વના પ્રસંગો તેમજ તેમણે સ્થાપેલી સંસ્થાઓની વિસ્તૃત માહિતી આપવામાં આવી છે.કુલ પૃષ્ઠ : ૯૬
પહેલી આવૃત્તિ : ૨૦૧૩
રંગીન ચિત્રો : ૨૦
શ્વેત-શ્યામ ચિત્રો : ૨૮
કિંમત : ૯૦/- રૂપિયા
કવિની ચોકી

કવિની ચોકી

કવિવર ટાગોર અને ગાંધીજી વચ્ચેનો દાર્શનિક, રાજકીય અને આધ્યાત્મિક સંવાદ અહીં આલેખાયો છે.કુલ પાનાં : ૨૭૬
પહેલી આવૃત્તિ ૨૦૧૨
કિંમત રૂપિયા ૨૫૦/-
રસાયણવિજ્ઞાનનો ઇતિહાસ

રસાયણવિજ્ઞાનનો ઇતિહાસ

આ પુસ્તકમાં રસાયણ અંગેના પૂર્વ ઇતિહાસના સમયથી શરૂ કરીને ઔષધ-રસાયણનો યુગ તેમ જ સ્વતંત્ર વિજ્ઞાન તરીકે રસાયણવિજ્ઞાનના યુગની ઐતિહાસિક ર્દષ્ટિએ રજૂઆત થઈ છે. તેમ જ આધુનિક યુગની ર્દષ્ટિએ પણ રસાયણવિજ્ઞાનના વિકાસની વાત આલેખાઈ છે.કુલ પાનાં : ૧૩૨
પહેલી આવૃત્તિ ૨૦૧૧
શ્વેત અને શ્યામ ચિત્રો – ૨૧
કિંમત રૂપિયા ૧૨૦/-
જ્ઞાનાંજન – ૨

જ્ઞાનાંજન – ૨

૨૦૦૬ના એપ્રિલ મહિનાથી ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટે શ્રી ભદ્રંકર વિદ્યાદીપક જ્ઞાનવિજ્ઞાન વ્યાખ્યાનશ્રેણીનું આયોજન કર્યું. તે અંતર્ગત અપાયેલા વ્યાખ્યાનોનો સંગ્રહ છે. આ સંગ્રહમાં સમાજવિદ્યા અને વિજ્ઞાન વિષયને લગતાં વ્યાખ્યાનો છે.કુલ પાનાં : ૨૭૧
પહેલી આવૃત્તિ ૨૦૧૦
કિંમત રૂપિયા ૨૫૦/-
જ્ઞાનાંજન – ૧

જ્ઞાનાંજન – ૧

૨૦૦૬ના એપ્રિલ મહિનાથી ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટે શ્રી ભદ્રંકર વિદ્યાદીપક જ્ઞાનવિજ્ઞાન વ્યાખ્યાનશ્રેણીનું આયોજન કર્યું. તે અંતર્ગત અપાયેલા વ્યાખ્યાનોનો સંગ્રહ છે. આ સંગ્રહમાં માનવવિદ્યા વિષયને લગતાં વ્યાખ્યાનો છે.કુલ પાનાં : ૨૨૪
પહેલી આવૃત્તિ ૨૦૧૦
કિંમત રૂપિયા ૨૭૦/-
સંખ્ચાઓની સૃષ્ટિ

સંખ્ચાઓની સૃષ્ટિ

આ પુસ્તકમાં સંખ્યાઓના જગતની પ્રાથમિક માહિતી, સંખ્યાના ક્રમબદ્ધ વિકાસ ઉપરાંત ગણ, સંમેય, સંખ્યાગણ, વાસ્તવિક સંખ્યાગણની વિગતે વાત કરી છે. વળી સંકર સંખ્યાઓ, વરિષ્ઠ સંખ્યાઓ તેમ જ વાસ્તવિક સંખ્યાઓની અભિવ્યક્તિ, સંખ્યાગણિતનાં કેટલાંક પાંસાઓ અને ડાયોફ્રેન્ટાઈન સમીકરણોની ચર્ચા પણ કરી છે.કુલ પાનાં : ૭૯
પહેલી આવૃત્તિ ૨૦૧૦
કિંમત રૂપિયા ૮૦/-
નાટ્યતાલીમના નેપથ્યે

નાટ્યતાલીમના નેપથ્યે

નાટ્યકલા અને નાટ્યશિક્ષણ સાથે નિસબત ધરાવનારને આ પુસ્તક ઉપયોગી થાય તેમ છે. ડૉ. ધીરુભાઈ ઠાકરે આ પુસ્તકને બે વિભાગમાં વહેંચી આપ્યું છે. પહેલા ભાગમાં નાટ્યતાલીમની વાત છે તો બીજા ભાગમાં વક્તવ્યો છે. ૧૪૦ પૃષ્ઠમાં સરસ માહિતી મળે છે.કુલ પાનાં : ૧૪૦
પહેલી આવૃત્તિ ૨૦૦૫
શ્વેત-શ્યામ ચિત્રો
કિંમત રૂપિયા ૧૨૦/-
સિદ્ધાંતસારનું અવલોકન

સિદ્ધાંતસારનું અવલોકન

મણિલાલ દ્વિવેદી કૃત ‘સિદ્ધાંતસાર’ વિશેના મણિશંકર રત્નજી ભટ્ટે પત્રો રૂપે કરેલાં અવલોકનોનું ડૉ. ધીરુભાઈ ઠાકરે કરેલું સંપાદન છે.કુલ પાનાં : ૮૦
પહેલી આવૃત્તિ ૧૯૨૦
બીજી આવૃત્તિ ૨૦૦૫
કિંમત રૂપિયા ૭૦/-
ભારત : પ્રતિભા અને પરિદર્શન

ભારત : પ્રતિભા અને પરિદર્શન

ભારતનાં ઇતિહાસ, ભૂગોળ, સાહિત્ય, કલા, રાજકારણ, ભારતીય સંસ્કાર અને સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું સમગ્ર દર્શન કરાવતા પ્રતિષ્ઠિત તજજ્ઞોના લેખો ધરાવતો ૭૦૦ પૃષ્ઠનો ગ્રંથ છે.

શ્વેત-શ્યામ ઉપરાંત અહીં અપાયેલાં અનેક રંગીન ચિત્રો આ ગ્રંથનું આકર્ષણ છે.

કુલ પાનાં : ૭૦૦
પહેલી આવૃત્તિ ૨૦૦૩
શ્વેત-શ્યામ ચિત્રો
કિંમત રૂપિયા ૫૦૦/-
નાટક દેશવિદેશમાં

નાટક દેશવિદેશમાં

નાટક અને રંગભૂમિ વિશેની સર્વગ્રાહી માહિતી આપતો વીસ તજ્ જ્ઞોના લેખોનો સંચય; જેમાં નાટક, નાટ્યપ્રવૃત્તિ, નાટ્યગૃહો, નાટ્યનિર્માણ, અભિનય, લોકનાટ્ય, રંગકસબ અને નાટકનું ભાવન અને વિવેચન વિશેના સચિત્ર લેખો છે.
૨૬૩ પૃષ્ઠમાં નાટક અને રંગભૂમિ વિશેની માહિતી વાંચવા મળે છે.

કુલ પાનાં : ૨૬૩
પહેલી આવૃત્તિ ૨૦૦૨
શ્વેત-શ્યામ ચિત્રો
કિંમત રૂપિયા ૧૩૦/-
કેન્સર

કેન્સર

કૅન્સર વિશે અધિકૃત અને તલસ્પર્શી માહિતી આપતા છવ્વીસ જેટલા નિષ્ણાત તબીબોના સહયોગથી તૈયાર થયેલું પુસ્તક. તેનું સંપાદન ડૉ. શિલીન નં. શુક્લએ કર્યું છે. આ પુસ્તકની ચોથી આવૃત્તિ થઈ છે.

કૅન્સર એટલે શું ? તેની સારવાર અને લગભગ છત્રીસ પ્રકારનાં કૅન્સર વિશેની સચિત્ર માહિતી આમાં છે. આ પુસ્‍તકની પાછળ તેમાં વપરાયેલી પરિભાષા પણ મૂકવામાં આવી છે.
૩૯૪ પૃષ્ઠમાં આ પુસ્તક વિશે વિસ્‍તૃત માહિતી મળે છે.

કુલ પાનાં : ૪૧૨
પહેલી આવૃત્તિ ૧૯૯૫ ; બીજી આવૃત્તિ ૧૯૯૬
ત્રીજી આવૃત્તિ ૧૯૯૮ ; ચોથી આવૃત્તિ ૨૦૦૮
પાંચમી આવૃત્તિ ૨૦૧૦
કિંમત રૂપિયા ૧૫૦/-
ગાંધીચરિત

ગાંધીચરિત

'ગાંધીજીનો અક્ષરદેહ' ના સંપાદક અને ઊંડા અભ્યાસી શ્રી ચી. ના. પટેલે લખેલું મહાત્મા ગાંધીજીનું પ્રમાણભૂત અદ્યતન ચરિત્ર છે.

તેનાં ૧૫૦ પૃષ્ઠો છે. આ પુસ્તકની ત્રીજી આવૃત્તિ થઈ છે.

આ પુસ્તકમાં ગાંધીજીના જુદા જુદા સમયની તસવીરો છે. વળી તેમાં ગાંધી વંશવૃક્ષ પણ મૂકવામાં આવ્યું છે.

કુલ પાનાં : ૧૫૦
ચિત્રો ૨૮
પહેલી આવૃત્તિ ૧૯૯૫
બીજી આવૃત્તિ ૧૯૯૮
ત્રીજી આવૃત્તિ ૨૦૦૭
શ્વેત અને શ્યામ તસવીરો
કિંમત રૂપિયા ૧૨૦/-

  ખરીદ સંપર્ક

ઉપલા પાના નંબર પર ક્લિક કરીને પાનું ફેરવો