ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, અમદાવાદ

શ્રી કાંતિલાલ ઠાકર જ્ઞાનવર્ધક ગ્રંથશ્રેણી:


માતૃભાષાનો મહિમા

માતૃભાષાનો મહિમા

આ પુસ્તકમાં માતૃભાષા વિશેના એકવીસ જેટલા લેખોનો સમાવેશ કરવામાં આવ્યો છે.આ બધા જ લેખો માતૃભાષાનું ગૌરવ કરે તેવા છે. માતૃભાષાનું મહિમાગાન પણ અહીં લખાયેલા લેખોમાં જોવા મળે છે.

કુલ પાનાં : ૧૮૦
પહેલી આવૃત્તિ ૨૦૧૭
કિંમત રૂપિયા ૧૬૫/-
રચનાત્મક ભૂવિદ્યા

રચનાત્મક ભૂવિદ્યા

આ પુસ્તકમાં રચનાઓનો ઉદભવ થવા માટેની ભૂમિકા, સિદ્ધાંતો અને નિયમોનું વિશદ વર્ણન આપવામાં આવ્યું છે. અહીં આલેખાયેલા પ્રકરણોમાં ખડક-સ્તરોનાં વલણ, વિવૃતિઓ, અસંગતિ વગેરે જેવી રચનાત્મક બાબતોને ચિત્રો સાથે રજૂ કરવામાં આવી છે.

કુલ પાનાં : ૧૬૮
પહેલી આવૃત્તિ ૨૦૧૬
શ્વેત-શ્યામ ચિત્રો ૧૫૦
કિંમત રૂપિયા ૧૫૦/-
બીજગણિત

બીજગણિત

બીજગણિતનો વિકાસ છેલ્લાં બારસો-પંદરસો વર્ષ દરમિયાન થયો છે. તેની વાત આ પુસ્તકમાં રસિક રીતે આલેખાઈ છે. બીજાગણિતના વિકાસમાં ફાળો આપનારા ન્યૂટન જેવા વૈજ્ઞાનિકો તેમજ આબેલ ગાલ્વા જેવી વ્યક્તિઓની રોમાંચક વાત આ પુસ્તકમાં આલેખાઈ છે.

કુલ પાનાં : ૯૦
પહેલી આવૃત્તિ ૨૦૧૫
કિંમત રૂપિયા ૭૫/-
બ્રહ્માંડ : એક રહસ્ય અને આધુનિક વિજ્ઞાન

બ્રહ્માંડ : એક રહસ્ય અને આધુનિક વિજ્ઞાન

આ પુસ્તકમાં લેખકે બ્રહ્માંડની રચના અંગે ક્વૉન્ટમ વિજ્ઞાનના વિકાસની સાથે બ્રહ્માંડની અકળતા અને ગહનતા દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે.

કુલ પાનાં : ૨૬૪
પહેલી આવૃત્તિ ૨૦૧૪
શ્વેત અને શ્યામ ચિત્રો – ૧૨
રંગીન ચિત્રો – ૮
કિંમત રૂપિયા ૨૪૦/-
ગાંધીજી અને પાંચ સાક્ષરો

ગાંધીજી અને પાંચ સાક્ષરો

નરસિંહરાવ, આનંદશંકર, બળવંતરાય, ન્હાનાલાલ, ક. મા. મુનશી જેવા સાહિત્યકારોના ગાંધીજી સાથેના સંબંધો અહીં આલેખાયા છે. આ લેખકોનો ગાંધીજીના વિચાર અને વ્યક્તિત્વ સાથે કેવો મેળ હતો તે દર્શાવવાની સાથોસાથ ગાંધીજી સાથેના એમના પરસ્પરના ભાવ-પ્રતિભાવનું આલેખન થયું છે.

કુલ પાનાં : ૧૨૦
પહેલી આવૃત્તિ ૨૦૧૨
કિંમત રૂપિયા ૧૦૦/-
સમાજ, વ્યક્તિ અને કાયદો

સમાજ, વ્યક્તિ અને કાયદો

કાયદાની આવશ્યકતા દર્શાવીને વિવિધ પ્રકારના કાયદાઓને આ પુસ્તકમાં આવરી લેવામાં આવ્યા છે ભારતીય સંવિધાનના કાયદાઓ દર્શાવીને ભારતીય દંડસંહિતા વિશે વિગતો આપવામાં આવી છે.

કુલ પાનાં : ૧૭૬
પહેલી આવૃત્તિ ૨૦૧૨
કિંમત રૂપિયા ૧૬૫/-
સર સી.વી. રામન

સર સી.વી. રામન

૧૯૩૦માં નોબેલ પુરસ્કાર મેળવનાર સી.વી. રામનના જીવન અને કાર્યની વિગતો આ પુસ્તકમાંથી મળે છે. સમાજ, શિક્ષણ, વિજ્ઞાન, સંશોધન અને રાષ્ટ્રના હિત માટે શ્રી રામને ઘણું પ્રદાન કર્યું છે.

કુલ પાનાં : ૧૬૮
પહેલી આવૃત્તિ ૨૦૧૧
શ્વેત અને શ્યામ ચિત્રો – ૧૨
રંગીન ચિત્રો – ૨૬
કિંમત રૂપિયા ૧૬૦/-
સત્યની મુખોમુખ

સત્યની મુખોમુખ

નોબેલ પુરસ્કાર વિજેતા ચિલીના કવિ પાબ્લો નેરુદાનાં સ્મરણો ‘memoirs’નો ગુજરાતી અનુવાદ ‘સત્યની મુખોમુખ’નામે ડૉ. ધીરુભાઈ ઠાકરે કર્યો છે. મૂળ સ્પેનિશ ભાષામાં લખાયેલ આ પુસ્તકનો અનુવાદ જગતની સંખ્યાબંધ ભાષાઓમાં થયેલો છે.

કુલ પાનાં : ૩૬૦
પહેલી આવૃત્તિ ૨૦૧૦
કિંમત રૂપિયા ૩૦૦/-

  ખરીદ સંપર્ક

ઉપલા પાના નંબર પર ક્લિક કરીને પાનું ફેરવો