ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, અમદાવાદ

પ્રિ. આર. એલ. સંઘવી જ્ઞાનપ્રસાર વ્યાખ્યાનમાળા:


જીવનશિક્ષણ

જીવનશિક્ષણ

અંધજનોના શિક્ષણ વિશે એમના વર્ગખંડોની બહારની પ્રવૃત્તિઓ વિશે આપણે ત્યાં બહુ ઓછું લખાયું છે. જીવનશિક્ષણ પુસ્તક એ દિશામાં પહેલી વાર એક બારી ખોલે છે.પ્રજ્ઞાચક્ષુઓનાં શિક્ષણ, તેમનાં સર્વાંગી વિકાસ માટેની કેટલીક સંવેદનાપૂર્ણ સહઅભ્યાસ પ્રવૃત્તિઓ, પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓનું મનોજગત, આવા વિશિષ્ટ ક્ષેત્રમાંનું એક શિક્ષકનું કર્તૃત્વ વગેરે ઘણી ઓછી જાણીતી માહિતીનો આ પુસ્તક એક અધિકૃત દસ્તાવેજ બને છે.

કુલ પાનાં : ૧૩૨
પહેલી આવૃત્તિ ૨૦૧૬
પુનર્મુદ્રણ ૨૦૧૮
કિંમત રૂપિયા ૧૨૦
નાટ્યસર્જન

નાટ્યસર્જન

આ પુસ્તકમાં નાટકના વિવિધ પાસાંઓ વિશે વિસ્તૃત માહિતી આપી છે.નાટક એક અનોખા કળા, નાટક અને રંગમંચ, નાટકની વિશેષતાઓ નાટક સામેના જટિલ પ્રશ્નો, નાટકના પ્રકારો, નાટકની શૈલી, અભિનયકલા, દિગ્દર્શનકલા, નાટકમાં ડિઝાઈન વગેરે વિશે રસપ્રદ વિગતો આપી છે.

કુલ પાનાં : ૨૬૮
પહેલી આવૃત્તિ ૨૦૧૭
શ્વેત શ્યામ ચિત્રો ૬૦
કિંમત રૂપિયા ૨૮૦
અર્થવાસ્તવ

અર્થવાસ્તવ

આર્થિક અને અર્થશાસ્ત્રીય વિષયો પર લખાયેલા આભ્યાસપૂર્ણ લેખોનો આ સંગ્રહ છે. હિંદ સ્વરાજ, ગબડતો રૂપિયો, આર્થિક કટોકટી અને રાજકારણ, માનવવિકાસ-અભિગમ એક સમાલોચના, અર્થવાસ્તવ આવા અર્થકારણને લગતા ઘણા વિષયો પર લેખકે કરેલું ચિંતન પ્રગટ કર્યું છે.

કુલ પાનાં : ૧૮૦
પહેલી આવૃત્તિ ૨૦૧૯
કિંમત રૂપિયા ૧૭૦

  ખરીદ સંપર્ક

ઉપલા પાના નંબર પર ક્લિક કરીને પાનું ફેરવો