ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, અમદાવાદ

પૂજ્ય શ્રીમોટા સંશોધનશ્રેણી:


તારીખ અને તવારીખ

તારીખ અને તવારીખ

‘તારીખ અને તવારીખ’ એ એક સંદર્ભગ્રંથ છે. જેમાં ગુજરાત, ભારત અને વિદેશ એવા ત્રણ ભાગ પાડ્યા છે. આ દરેક વિભાગમાં વ્યક્તિ વિશેષોની જન્મતારીખ, અવસાનતારીખ અને તેમનો સંક્ષિપ્ત પરિચય આપ્યો છે.

કુલ પાનાં : ૪૫૪
પહેલી આવૃત્તિ : ૨૦૧૬
કિંમત રૂપિયા : ૬૦૦/-
સત્યેન્દ્રનાથ બોઝ

સત્યેન્દ્રનાથ બોઝ

સત્યેન્દ્રનાથ બોઝની સર્વતોમુખી પ્રતિભામાં વિદ્વત્તા, રાષ્ટ્રપ્રેમ અને માનવતાનાં તેજવલયો ર્દષ્ટિગોચર થાય છે. સૈધ્ધાંતિક ભૌતિકવિજ્ઞાની એવા સત્યેન્દ્રનાથ બોઝ જગખ્યાત વિજ્ઞાની આઇન્સ્ટાઇનના સહ સંશોધક હતા. સત્યેન્દ્રનાથ બોઝની માનવમહર્ષિ તરીકેની પ્રતિભા જોવા મળે છે.

કુલ પાનાં : ૯૬
પહેલી આવૃત્તિ : ૨૦૧૫
શ્વેત-શ્યામ ચિત્રો : ૧૨
રંગીન ચિત્રો : ૭
કિંમત રૂપિયા : ૯૦/-
વિશ્વકોશવિમર્શ

વિશ્વકોશવિમર્શ

વિવિધ ભાષાઓમાં વિશ્વકોશની રચના તેમજ સ્વરૂપ, પ્રકાર અને સામગ્રી વિશેના નિષ્ણાતોના અભિગમો અને તેની ગતિવિધિનો સ્પષ્ટ ખ્યાલ આપતું પ્રકાશન. જેનું સંપાદન શ્રી પ્રીતિ શાહે કર્યું છે.

કુલ પાનાં : ૨૪૦
પહેલી આવૃત્તિ ૨૦૦૧
કિંમત રૂપિયા ૧૨૦/-
હસ્તપ્રતવિજ્ઞાન

હસ્તપ્રતવિજ્ઞાન

લેખક શ્રી ડૉ.જયન્ત પ્રે. ઠાકરે આ પુસ્તકમાં હસ્તપ્રત વિશેની ભૂમિકા રજૂ કરીને પ્રાચીન ભારતીય લિપિઓ, પ્રાચીન ભારતીય લેખનસામગ્રી, લહિયાઓ, હસ્તપ્રતો, ભ્રષ્ટ પાઠોની સમીક્ષા તેમજ સમીક્ષિત આવૃત્તિઓની સમસ્યાઓ અંગે અતિ મહત્ત્વપૂર્ણ માર્ગદર્શન રજૂ કર્યું છે.

કુલ પાનાં : ૧૮૪
પહેલી આવૃત્તિ ૨૦૦૬
કિંમત રૂપિયા ૨૦૦/-
અભિનેય નાટકો

અભિનેય નાટકો

૩૬૦ ગુજરાતી નાટકોની રંગસૂચિ. તેમાં નાટકનું નામ, અંકસંખ્‍યા, દ્દશ્યો, પાત્રસંખ્‍યા તેમજ નાટકની રજૂઆત અંગેની વિગતો આપેલી છે. આ પુસ્તકના લેખક ડૉ. ધીરુભાઈ ઠાકર છે.

કુલ પાનાં : ૧૯૧
પહેલી આવૃત્તિ ૧૯૫૮
બીજી આવૃત્તિ ૨૦૦૮
કિંમત રૂપિયા ૧૫૦/-
ગુજરાતી ગ્રંથસૂચિ(૨૦૦૬)

ગુજરાતી ગ્રંથસૂચિ(૨૦૦૬)

ગુજરાતી ભાષામાં પ્રકાશિત થયેલા ૧૧૬૮ જેટલાં પુસ્‍તકોની યાદી મૂકી છે. આ સૂચિને કર્તાસૂચિ, ગ્રંથનામસૂચિ, અને વિષયસૂચી પ્રમાણે વર્ગીકરણ કરીને ગોઠવી છે. આ પુસ્તકના લેખક ડૉ. આબેદા કાજી છે.

કુલ પાનાં : ૧૭૬
પહેલી આવૃત્તિ ૨૦૦૯
કિંમત રૂપિયા ૧૫૦/-
ગુજરાતી ગ્રંથસૂચિ (૨૦૦૭)

ગુજરાતી ગ્રંથસૂચિ (૨૦૦૭)

૨૦૦૭ના વર્ષમાંપ્રકાશિત થયેલાં ૮૬૧ જેટલાં પુસ્‍તકોની સૂચિ, આ સૂચિને ૧૪ વિષયોમાં વર્ગીકૃત કરી છે. કર્તાસૂચિ, ગ્રંથ નામ સૂચિ અને વિષયસૂચિ પણ આપી છે. ઉપરાંત ૧૩૬ જેટલાં પુસ્‍તકો બાળસાહિત્‍યની સૂચિમાં મૂક્યાં છે.

કુલ પાનાં : ૧૬૮
પહેલી આવૃત્તિ ૨૦૦૯
કિંમત રૂપિયા ૧૫૦/-
વસન્તસૂચિ

વસન્તસૂચિ

વસન્ત માસિકના સંવત-૧૯૫૮-૫૯થી સંવત ૧૯૯૪-૯૫ એટલેકે ૩૭ વર્ષના પ્રાપ્ય અંકોની સૂચિનું પુસ્તક છે. એમાં અર્થશાસ્ત્ર, ઈતિહાસ, તત્ત્વજ્ઞાન, ધર્મ, પ્રકીર્ણ, મૃત્યુનોંધ, રાજકારણ, વિજ્ઞાન, શિક્ષણ, સમાજશાસ્ત્ર, સંગીત અને સાહિત્ય એમ વિવિધ વિષયોના લગભગ ૩૬૯૧ જેટલા લેખો વિશેની માહિતી મળે છે.



કુલ પાનાં : ૨૬૫
પહેલી આવૃત્તિ ૨૦૧૦
કિંમત રૂપિયા ૨૫૦/-
કેટલાક સાહિત્યિક વિવાદો

કેટલાક સાહિત્યિક વિવાદો

સાહિત્યકારોના જીવનમાં સાહિત્યનાં તત્ત્વ-સ્વરૂપ-પ્રકાર-સર્જન-વિવેચન વગેરે પરત્વે ચાલેલા વિવાદોનું સાહિત્યિક મૂલ્ય આ પુસ્તકમાં આલેખાયું છે.



કુલ પાનાં : ૨૩૨
પહેલી આવૃત્તિ ૨૦૧૧
શ્વેત-શ્યામ ચિત્રો ૩૦
કિંમત રૂપિયા ૨૨૦/-
સંસ્કૃતિ–સૂચિ ભાગ ૧

સંસ્કૃતિ–સૂચિ ભાગ ૧

૧૯૪૭માં `સંસ્કૃતિ’ સામયિકનો પ્રારંભ થયો. `સંસ્કૃતિ’ સામયિકની સૂચિને બે ભાગમાં વહેંચી છે. વિભાગ-૧ માં કાલાનુક્રમિત વાર્ષિક સૂચિ અને વિભાગ-2માં વર્ગીકૃત સૂચિ મૂકી છે. વિભાગ-૧માં `સંસ્કૃતિ’ની સાલવારી પ્રમાણે કાલાનુક્રમે કૃતિ – કર્તા – પૃષ્ઠાંક સાથે મુખ્ય નોંધ રજૂ કરવામાં આવી છે.



કુલ પાનાં : ૩૬૬
પહેલી આવૃત્તિ ૨૦૧૧
કિંમત રૂપિયા ૩૦૦/-

  ખરીદ સંપર્ક

ઉપલા પાના નંબર પર ક્લિક કરીને પાનું ફેરવો