ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, અમદાવાદ

શ્રી ભદ્રંકર વિદ્યા-દીપક જ્ઞાન-વિજ્ઞાન વ્યાખ્યાનશ્રેણી :

 

 

 

શ્રી ભદ્રંકર વિદ્યાદીપક જ્ઞાન-વિજ્ઞાન વ્યાખ્યાનશ્રેણી: જ્ઞાન-વિજ્ઞાનની વિવિધ શાખાઓનો પરસ્પર તેમજ સમાજ સાથેનો અનુબંધ રચાય તે ઉદ્દેશથી જ્ઞાન-વિજ્ઞાન વ્યાખ્યાનશ્રેણીનું આયોજન વિશ્વકોશ ટ્રસ્ટે કર્યું છે. કૉલકાતામાં યોજાયેલા રરમા ગ્રંથના વિમોચનસમયે વ્યાખ્યાનશ્રેણીની અમારી યોજનાનો ઉલ્લેખ થયો, ત્યારે અત્યંત સાહજિક રીતે દીપક નાઇટ્રાઇટ લિ.ના ચૅરમૅન શ્રી સી. કે. મહેતાએ સહયોગ આપવાનો સદ્ભાવ દાખવ્યો એને પરિણામે શ્રી ભદ્રંકર વિદ્યાદીપક જ્ઞાન-વિજ્ઞાન વ્યાખ્યાનશ્રેણીનું આયોજન થયું. તેમાં જુદા જુદા વિષયો ઉપર નિષ્ણાતો વ્યાખ્યાનો આપે છે.