ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, અમદાવાદ

વિશ્વકોશની ભાવિ યોજના ઘણા કોશો બનાવવાની છે. તેમાં પ્રથમ કાર્ય તે ‘ગુજરાતી બાળવિશ્વકોશ’-નું છે. આશરે ૧૫૦૦ પૃષ્ઠમાં આ કોશની પણ રચના થઈ છે . આખી શ્રેણીના બધા જ કોશો રંગીન ચિત્રો સાથે તૈયાર થશે. બાળકોને સમજાય તેવી સરળ ભાષામાં આ કોશ તૈયાર થઈ રહ્યો છે. આ કોશની ગોઠવણી પણ વર્ણાનુક્રમે કરવામાં આવી છે. અહીં જે વ્યક્તિ વિશેના લેખો છે તેને નામ પ્રમાણે વર્ણાનુક્રમે ગોઠવ્યા છે.

બાળવિશ્વકોશના પ્રમુખ સંપાદક ડૉ.. ચંદ્રકાન્તભાઈ શેઠ છે. તેમની સાથે શ્રી અંજનાબહેન ભગવતી, ડૉ. શ્રદ્ધાબહેન ત્રિવેદી, શ્રી અમલાબહેન પરીખ, શ્રી શુભ્રાબહેન દેસાઈ અને શ્રી રાજશ્રી મહાદેવિયા કામ કરી રહ્યાં છે. તેના કલા આયોજનમાં શ્રી રજની વ્યાસનો સહકાર મળે છે. બાળવિશ્વકોશના ચાર ભાગો પ્રગટ થઈ ગયા છે.