ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, અમદાવાદ

પરિચય


ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ પરિચય વીડિયો

જ્ઞાન અને કલા

વિશ્વકોશ જ્ઞાન અને કલાને વરેલું પ્રજાના સાંસ્કૃતિક ઉત્કર્ષનું કાર્ય કરે છે. વિશ્વકોશભવનમાં શિક્ષણ, સાહિત્ય અને સંસ્કારને ઉપકારક વિવિધ પ્રવૃત્તિકેન્દ્રો સ્થપાયા છે. અત્યારનું વિશ્વકોશભવન ૨૦૦૫માં નિર્માણ પામ્યું.

વિશ્વકોશની પ્રવૃત્તિ બે વિભાગમાં વહેંચાયેલી છે. એક, જ્ઞાનશાખા જેને ઉપક્રમે વિવિધ કોશો - વિષયવાર, વિદ્યાશાખાવાર, પરિભાષા વગેરેને અનુલક્ષીને તૈયાર કરવાનું કાર્ય ચાલે છે અને બીજી પ્રવૃત્તિમાં લલિતકલા શાખા અંતર્ગત સંગીત, નાટ્ય, નૃત્ય, કાવ્ય, ચિત્ર આદિ કલાઓની વિવિધ સમયના અંતરે રજૂઆત થાય છે.

વિશ્વકોશને અંગે ચાલતી સંશોધન અને કોશરચનાની પ્રવૃત્તિનો ખ્યાલ સંસ્થા તરફથી પ્રગટ થતા માસિક સંપર્કપત્ર 'વિશ્વવિહાર' દ્વારા અપાય છે.

વિશ્વકોશભવન પરોક્ષ જ્ઞાનશાળા છે. તેમાં નાના-મોટા તમામ જિજ્ઞાસુઓને જ્ઞાનપિપાસા તૃપ્ત કરવા માટે કાયમનું આમંત્રણ છે. સામાન્ય જિજ્ઞાસુ ઉપરાંત વિદ્યાર્થી, અધ્યાપક અને સંશોધકને ઉપયોગી જ્ઞાનસાધનની સામગ્રી અહીં ઉપલબ્ધ છે.




સહકાર



પૂ.મોટા
પૂજ્યશ્રી મોટા
શ્રી સાંકળચંદભાઈ
શ્રી સાંકળચંદભાઈ પટેલ
ડૉ.ધીરુભાઈ
ડૉ. ધીરુભાઈ ઠાકર

 

જૂનું મકાન
જૂનું મકાન
નવું મકાન
નવું મકાન