ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, અમદાવાદ

ટ્રસ્‍ટની સ્‍થાપના

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્‍ટની સ્‍થાપના થઈ. શ્રી શ્રેણિકભાઈ કસ્‍તૂરભાઈ (અધ્યક્ષ) અને શ્રી સાંકળચંદભાઈ તથા શ્રી ધીરુભાઈ ઉપરાંત શ્રી કુમારપાળ દેસાઈ, શ્રી દીપચંદભાઈ ગારડી, શ્રી કંચનલાલ પરીખ અને શ્રી પ્રભુદાસ પટેલનું ટ્રસ્‍ટીમંડળ રચાયું. પછીથી શ્રી હીરાલાલ ભગવતી અને શ્રી બળદેવભાઈ ડોસાભાઈ જોડાયા.

નવું મકાન

શ્રી શ્રેણિકભાઈ કસ્તૂરભાઈ

શ્રી શ્રેણિકભાઈ કસ્તૂરભાઈ

બાહોશ ઉદ્યોગપતિ, કુશળ વહીવટકર્તા, અમેરિકાની મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટેક્નૉલૉજીમાંથી કેમિકલ એન્જિનિયરિંગના વિષય સાથે ૧૯૪૬માં સ્નાતક થયા. ૧૯૪૮માં હાર્વર્ડ વિશ્વવિદ્યાલયમાંથી અનુસ્નાતકની પદવી હાંસલ કરી. ઔદ્યોગિક, શૈક્ષણિક, સંશોધન, સામાજિક, ધાર્મિક વગેરે સંસ્થાઓમાં પ્રમુખપદ સંભાળીને નોંધપાત્ર પ્રદાન કર્યું છે

શ્રી ધીરુભાઈ ઠાકર


શ્રી ધીરુભાઈ ઠાકર

વિવેચક, સંશોધક, સંપાદક અને નાટ્યવિદ્. ૧૯૩૯માં બી.એ. થયા અને ૧૯૪૧માં એમ.એ. થયા. ‘સવ્યસાચી’ ઉપનામથી ગુજરાત સમાચાર દૈનિકમાં ‘સાહિત્ય અને સંસ્કાર’ની (૧૯૬૦-૧૯૬૬) કટાર તેમણે ચલાવેલી. નાટક, નિબંધ, વિવેચન વગેરે થઈને તેમણે ૧૦૦ જેટલાં પુસ્તકો આપ્યાં છે. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના ટ્રસ્ટી અને ગુજરાતી વિશ્વકોશના પ્રમુખ સંપાદક, તેમના પુસ્તકો ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત થયાં છે. તેઓ સાહિત્ય ગૌરવ પુરસ્કાર, રણજિતરામ સુવર્ણ ચંદ્રક વગેરેથી સન્માનિત થયા છે.

ટ્રસ્ટીમંડળ (વર્તમાન)

શ્રી શ્રેણિકભાઈ કસ્તૂરભાઈ

શ્રી દીપચંદભાઈ ગારડી

શ્રી ધીરુભાઈ ઠાકર

શ્રી કુમારપાળ દેસાઈ

શ્રી ભોળાભાઈ પટેલ

શ્રી નીતિનભાઈ શુક્લ

શ્રી પ્રકાશભાઈ ભગવતી

શ્રી કુમારપાળ દેસાઈ


શ્રી +કુમારપાળ દેસાઈ

સાહિત્યકાર, પત્રકાર અને જૈનદર્શનના વિદ્વાન, ગુજરાત યુનિવર્સિટીના ગુજરાતી ભાષાસાહિત્ય ભવનના પૂર્વ અધ્યક્ષ અને વિનયન વિદ્યાશાખાના ડીન. ૧૯૬૩માં બી.એ. અને ૧૯૬૫માં એમ.એ. ૧૯૭૭માં પીએચ.ડી. થયા. ૧૦૦થી વધારે પુસ્તકો તેમની પાસેથી મળે છે. તેઓ સાહિત્ય, શિક્ષણ અને સામાજિક સંસ્થાઓમાં પ્રમુખ, ઉપપ્રમુખનું પદ શોભાવે છે. જૈન રત્નના ઍવૉર્ડથી તેઓ સન્માનિત થયા છે. ૨૦૦૪માં ભારત સરકારે પદ્મશ્રીથી તેમનું સન્માન કર્યું છે..