ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, અમદાવાદ

ગ્રાફ, સ્ટેફીસ્ટેફી ગ્રાફ

 

ગ્રાફ, સ્ટેફી (જ. ૧૪ જૂન ૧૯૬૯, બ્રુહ, જર્મની) :

 

ગ્રાફ, સ્ટેફી (જ. ૧૪ જૂન ૧૯૬૯, બ્રુહ, જર્મની) : ટેનિસ રમતની ૧૯૯૪માં વિશ્ર્વક્રમાંક૧ની (top-seeded) જર્મન મૂળની ખેલાડી. આખું નામ સ્ટેફી પીટર ગ્રાફ.

 

પિતા પીટર ગ્રાફ તથા માતા હેઇડી તરફથી તેને ટેનિસની રમત રમવા પ્રત્યે નાનપણથી પ્રેરણા મળી હતી.

 

૫ ફૂટ ૯ ઇંચની ઊંચાઈ ધરાવતી સ્ટેફીએ અમેરિકામાં ટેનિસના કાશી ગણાતા ફ્લૉરિડા ખાતે ગ્લેનેગલ્સ ક્લબમાં જોડાઈને ટેનિસની સઘન તાલીમ મેળવી હતી.

 

૧૮મી ઑક્ટોબર ૧૯૮૨થી તેણે ધંધાદારી (professional) ખેલાડી તરીકે ટેનિસની સ્પધર્ઓિમાં રમવાની શરૂઆત કરી હતી.

 

૧૯૮૭માં પૅરિસ ખાતે રોલેન્ડ ગેરોસ સ્ટેડિયમ ખાતે તેણે ‘ફ્રેન્ચ ઓપન ટેનિસ ટાઇટલ’ જીતીને કારકિર્દીનું સૌપ્રથમ ગ્રાન્ડસ્લૅમ ટાઇટલ જીત્યો હતો.

 

અત્યાર સુધીમાં ફ્રેન્ચ ઓપન ટેનિસ ટૂનર્મિેન્ટ, વિમ્બલડન ટેનિસ ટૂનર્મિેન્ટ, ઑસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ટૂનર્મિેન્ટ તથા યુ.એસ. ઓપન ટેનિસ ટૂનર્મિેન્ટ : વિશ્ર્વની આ ચાર ગ્રાન્ડ સ્લૅમ ટેનિસ ટૂનર્મિેન્ટમાં ભાગ લઈને તેણે કુલ ૧૫ ગ્રાન્ડ સ્લૅમ ટાઇટલ્સ સહિત ટેનિસ રમતના ૮૪ જેટલાં ‘ટાઇટલ્સ’ પ્રાપ્ત કર્યાં છે.

 

૧૭મી ઑગસ્ટ ૧૯૮૭ના રોજ તેણે ટેનિસની મહિલા ખેલાડીઓમાં વિશ્ર્વક્રમાંક ૧ મેળવ્યો હતો. આ ક્રમ ૧૦મી માર્ચ ૧૯૯૧ સુધી (સતત ૧૮૬ અઠવાડિયાં) જાળવીને તેણે વિક્રમ સર્જ્યો હતો. ત્યારપછી યુગોસ્લાવિયાની મોનિકા સેલેસે સ્ટેફીનો વિશ્ર્વક્રમાંક૧ આંચકી લીધો હતો.

 

૧૯૯૩ના એપ્રિલમાં હમ્બર્ગ ખાતે એક મહિલા ટેનિસ ટૂનર્મિેન્ટ દરમિયાન સ્ટેફીના એક ચાહકે મોનિકા સેલેસ પર ઘાતક હુમલો કર્યા બાદ, સેલેસ ટેનિસના તખ્તા પરથી દૂર થતાં સ્ટેફીએ ફરીથી વિશ્ર્વક્રમાંક ૧ પ્રાપ્ત કર્યો હતો.

 

૧૯૮૮માં સ્ટેફીએ એક કૅલેન્ડર વર્ષમાં ચારેચાર ગ્રાન્ડ સ્લૅમ ટૂનર્મિેન્ટ જીતવાનો વિશ્ર્વવિક્રમ સર્જ્યો હતો. એ જ વર્ષે દક્ષિણ કોરિયામાં સોલ ખાતે આયોજિત ઑલિમ્પિક રમતોત્સવમાં પણ સ્ટેફીએ ‘સુવર્ણચંદ્રક’ જીત્યો હતો. ૧૯૮૯માં ફ્રેન્ચ ઓપન ટૂનર્મિેન્ટની ફાઇનલમાં સ્ટેફી સ્પેનની એરાંક્ષા સાન્ચેઝ સામે હારી ગઈ હતી.

 

સ્ટેફીને ટેનિસ ઉપરાંત ફૂટબૉલની રમત ખૂબ પ્રિય છે. આ ઉપરાંત ફોટોગ્રાફી, સંગીત, ચિત્રકલા, વાચન તેના બીજા શોખ છે.

 

૧૯૯૧ની ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં અને ૧૯૯૪ની યુ.એસ. ઓપનની ફાઇનલમાં સ્પેનની એરાંક્ષા સાન્ચેઝ વિકારિયો સામેના તેના પરાજયો તેની કારકિર્દી માટે પડકારરૂપ છે.

 

અમેરિકન ટેનિસ ખેલાડી આંદ્રે અગાસી સાથે તે લગ્નગ્રંથિથી જોડાઈ છે.

 

-જગદીશ બિનીવાલે