ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ

બધા વિષયોનો જ્ઞાનસ્રોત પૂરો પાડે એવા વિશ્વકોશ (encyclopedia)ની ઊણપ સ્વરાજ આવ્યા પછી પચાસ વર્ષ થયાં છતાં પુરાઈ નહિ. આ ખોટ પૂરવાના હેતુથી ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની રચના થઈ અને અંગ્રેજી 'એન્સાઈક્લોપીડિયા બ્રિટાનિકા'ના જેવો સર્વસંગ્રાહક (general) વિશ્વકોશ તૈયાર કરવાનો ટ્રસ્ટે સંકલ્પ કર્યો.

વિશ્વકોશ ટ્રસ્ટ

ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિના પ્રસાર માટે તેમજ ગુજરાતની અસ્મિતાના સંવર્ધન માટે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ કાર્યરત છે. વિશ્વકોશ એ એક પ્રજાકીય સાહસ અને વિદ્યાકીય પ્રયાસ છે.

ગુજરાતી વિશ્વકોશ

170 વિષયોને આવરી લેતાં 24,000થી અધિક અધિકરણો

સાંપ્રત કાર્યક્રમો

રસિકલાલ છો. પરીખ વ્યાખ્યાનમાળા

મણિપુરી લોકગીતોની અને મણિપુરી નૃત્યની  લોકવાદ્યો સાથે પ્રસ્તુતિ શ્રી માંગકા માયાંગલાંબામ અને સાથે મેઘા ડાલ્ટન (ગાંંધીગાયિકા, લોકગાયિકા, પાર્શ્વગાયિકા) 19 નવેમ્બર, 2024, મંગળવાર, સાંજના 6:00

15 November 2024

ધર્મ તત્વ દર્શન વ્યાખ્યાનશ્રેણી

વિષય : આધ્યાત્મિક દૃષ્ટિ : સમસ્યા અનેક, સમાધાન એક વક્તા : પૂજ્ય સંતશ્રી સુરેશજી 17 નવેમ્બર, 2024, રવિવાર, સવારે 10:00 ગુજરાત વિશ્વકોશભવન, રમેશ પાર્કની બાજુમાં, વિશ્વકોશ માર્ગ, ઉસ્માનપુરા, અમદાવાદ-13

14 November 2024

શ્રીમતી કુંદનબહેન અંબાલાલ કલા ગૌરવ પુરસ્કાર

જીવનની પ્રભાવકતાને આલેખતાં ચિત્રકાર અર્પિતા સિંહને સ્લાઇડ-શૉ સાથે વક્તવ્ય
અર્પિતા સિંહ પરિચય એસ્થર ડેવિડ, નિસર્ગ આહીર | વક્તવ્ય : અમિત અંબાલાલ, કુમારપાળ દેસાઈ

03 October 2024

વાચન સમૃદ્ધિ

સસ્તન પ્રાણીઓ

પૃષ્ઠવંશી પ્રાણીઓમાંનો સસ્તન કે આંચળ ધરાવતાં અને મોટા ભાગે બચ્ચાંને જન્મ આપતાં પ્રાણીઓનો વર્ગ. નાના કદનો ઉંદર, મોટોમસ હાથી, ઊંચું જિરાફ અને નાનું અમથું સસલું, પાણીમાં રહેતી વહેલ અને ઝાડ પર રહેતો વાંદરો, ઊડી શકતું ચામાચીડિયું અને ઝડપથી દોડતો ચિત્તો — આવાં સસ્તન પ્રાણીઓના વિવિધ પ્રકારોની સંખ્યા ૪૦૦૦થી વધારેની છે. આમાં માનવજાતનો પણ સમાવેશ થઈ […]

અધિકરણ

ગુજરાતી બાળવિશ્વકોશ

નૃસિંહ ગુરુ

જ. ૨૪ માર્ચ, ૧૯૦૨ અ. ૨ જાન્યુઆરી, ૧૯૮૪ ‘પશ્ચિમ ઓડિશાના ગાંધી’ તરીકે જાણીતા નૃસિંહ ગુરુનો જન્મ સંબલપુરના ગુરુપાલી ગામમાં થયો હતો. તેઓ સમર્પિત દેશભક્ત અને સ્વાતંત્ર્યસેનાની હતા. ૧૯૨૧માં જ્યારે તેઓ ૧૧મા ધોરણમાં અભ્યાસ કરતા હતા ત્યારે અસહકાર આંદોલનમાં જોડાઈ ગયા. તેમણે જ્યાં સુધી ભારતને આઝાદી ન મળે ત્યાં સુધી સરકારી શાળામાં અભ્યાસ ન કરવાનો નિર્ણય […]

લેખ

વ્યક્તિ વિશેષ

નિષ્ફળતાના કેન્દ્રમાં પોતે જ હોય છે !

પોતાની નિષ્ફળતાને બીજાના દોષની ખીંટી પર ટાંગવાનો ચેપી રોગ લાગુ પડે, તો તે વ્યક્તિના બીમાર વ્યક્તિત્વને ધીરે ધીરે કોરી ખાય છે. ગૃહિણી પોતાના ઘરસંસારનાં દુ:ખો માટે પોતાને નહીં, પરંતુ એના પતિને જ ગુનેગાર અને જવાબદાર માને છે. કંપનીનો બૉસ કંપનીની ખોટનું કારણ પોતાની અણઆવડતને નહીં, પરંતુ કર્મચારીઓની અયોગ્યતાને માને છે. કોઈ નોકર પોતાની સઘળી મુશ્કેલીનું […]

લેખ

આજનો વિચાર

રામમનોહર લોહિયા

જ. ૨૩ માર્ચ, ૧૯૧૦ અ. ૧૨ ઑક્ટોબર, ૧૯૬૭ ભારતના અગ્રણી સ્વાતંત્ર્યસેનાની, સમાજવાદી ચિંતક, પ્રથમ કક્ષાના રાજકારણી અને સાંસદ તથા પ્રજાકીય આંદોલનના અગ્રણી રામમનોહરનો જન્મ ફૈઝાબાદ, ઉત્તરપ્રદેશમાં થયો હતો. તેમના પૂર્વજોનો વ્યવસાય લોખંડનો હતો, આથી તેઓની અટક લોહિયા પડી. બાળપણમાં માતા ગુજરી જતાં દાદીએ તેમનો ઉછેર કર્યો. અભ્યાસમાં તેઓ ખૂબ તેજસ્વી હતા, શાળામાંથી જ તેઓ ગાંધીજીના […]

લેખ

વ્યક્તિ વિશેષ

જોગ ધોધ

કર્ણાટક રાજ્યના જોગ ગામની નજીક (શરાવતી નદી) આવેલો જગવિખ્યાત ધોધ. ભૌગોલિક સ્થાન : ૧૪° ૧૫´ ઉ. અ. ૪° ૪૫´ પૂ. રે.. શરાવતી નદીના કાંઠા પરના ગેરસપ્પા ગામથી ૧૯ કિમી.ને પર અંતરે તથા જોગ ગામથી ૨.૫ કિમી.ને અંતરે તેનું સ્થળ પર્યટનસ્થળ તરીકે વિકસેલું છે. ધોધના સ્થળે નદીનો પટ આશરે ૭૦ મીટર પહોળો છે. ધોધની ઊંચાઈ ૨૫૩ […]

અધિકરણ

ગુજરાતી વિશ્વકોશ

એન્થની વાન ડાઇક

જ. ૨૨ માર્ચ, ૧૫૯૯ અ. ૯ ડિસેમ્બર, ૧૬૪૧ સર એન્થની વાન ડાઇક એક લેમિશ બારોક ચિત્રકાર હતા; જે સ્પેન, નેધરલૅન્ડ્સ અને ઇટાલીમાં સફળતા પ્રાપ્ત કર્યા પછી ઇંગ્લૅન્ડમાં ટોચના પૉર્ટ્રેટ ચિત્રકાર બન્યા હતા. તેમના પિતા એન્ટવર્પમાં રેશમના એક શ્રીમંત  વેપારી હતા. તેઓ પિતાનાં ૧૨ સંતાનોમાંનું સાતમું સંતાન હતા અને તેમણે નાનપણથી જ ચિત્રકામ શરૂ કર્યું હતું. […]

લેખ

વ્યક્તિ વિશેષ

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ - પરિચય અને પ્રવૃત્તિ

બધા વિષયોનો જ્ઞાનસ્રોત પૂરો પાડે એવા વિશ્વકોશ(encyclopedia)ની ઊણપ સ્વરાજ આવ્યા પછી પચાસ વર્ષ થયાં છતાં પુરાઈ નહિ. આ ખોટ પૂરવાના હેતુથી ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની રચના થઈ અને અંગ્રેજી ‘એન્સાઈક્લોપીડિયા બ્રિટાનિકા’ના જેવો સર્વસંગ્રાહક (general) વિશ્વકોશ તૈયાર કરવાનો ટ્રસ્ટે સંકલ્પ કર્યો.

વિશ્વકોશ જ્ઞાન અને કલાને વરેલું પ્રજાના સાંસ્કૃતિક ઉત્કર્ષનું કાર્ય કરે છે. વિશ્વકોશભવનમાં શિક્ષણ, સાહિત્ય અને સંસ્કારને ઉપકારક વિવિધ પ્રવૃત્તિકેન્દ્રો સ્થપાયા છે. અત્યારનું વિશ્વકોશભવન ૨૦૦૫માં નિર્માણ પામ્યું.

વિશ્વકોશની પ્રવૃત્તિ બે વિભાગમાં વહેંચાયેલી છે. એક, જ્ઞાનશાખા જેને ઉપક્રમે વિવિધ કોશો – વિષયવાર, વિદ્યાશાખાવાર, પરિભાષા વગેરેને અનુલક્ષીને તૈયાર કરવાનું કાર્ય ચાલે છે અને બીજી પ્રવૃત્તિમાં લલિતકલા શાખા અંતર્ગત સંગીત, નાટ્ય, નૃત્ય, કાવ્ય, ચિત્ર આદિ કલાઓની વિવિધ સમયના અંતરે રજૂઆત થાય છે.

મહાનુભાવોના મંતવ્યો