ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ

બધા વિષયોનો જ્ઞાનસ્રોત પૂરો પાડે એવા વિશ્વકોશ (encyclopedia)ની ઊણપ સ્વરાજ આવ્યા પછી પચાસ વર્ષ થયાં છતાં પુરાઈ નહિ. આ ખોટ પૂરવાના હેતુથી ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની રચના થઈ અને અંગ્રેજી 'એન્સાઈક્લોપીડિયા બ્રિટાનિકા'ના જેવો સર્વસંગ્રાહક (general) વિશ્વકોશ તૈયાર કરવાનો ટ્રસ્ટે સંકલ્પ કર્યો.

વિશ્વકોશ ટ્રસ્ટ

ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિના પ્રસાર માટે તેમજ ગુજરાતની અસ્મિતાના સંવર્ધન માટે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ કાર્યરત છે. વિશ્વકોશ એ એક પ્રજાકીય સાહસ અને વિદ્યાકીય પ્રયાસ છે.

ગુજરાતી વિશ્વકોશ

170 વિષયોને આવરી લેતાં 24,000થી અધિક અધિકરણો

સાંપ્રત કાર્યક્રમો

શ્રી ચંદ્રવદન મહેતા ઍવૉર્ડ

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના ઉપક્રમે શ્રી ચંદ્રવદન મહેતા સ્મારક સમિતિ દ્વારા ગુજરાતના નાટ્યસર્જક શ્રી મધુ રાયને શ્રી ચંદ્રવદન મહેતા ઍવૉર્ડ અર્પણ થશે. નાટ્યસર્જન વિશે શ્રી મહેન્દ્રસિંહ પરમાર, અન્ય સાહિત્યસર્જન વિશે શ્રી કિરીટ દૂધાત વાત કરશે

05 March 2024

લલિતકલાકેન્દ્ર વિભાગ

18 ઑક્ટોબર 2019, ગુરુવારના રોજ વિશ્વકોશ લલિતકલાકેન્દ્ર અંતર્ગત કાવ્યસંગીતશ્રેણીમાં શ્રી માધવ રામાનુજે પોતાની કવિતાઓનું કાવ્યપઠન કર્યું હતું અને શ્રી અમર ભટ્ટે તેમની કવિતાઓની ગાન અને સંગીત દ્વારા પ્રસ્તુતિ કરી હતી.

09 January 2024

અગસ્ત્ય ફાઉન્ડેશનના

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અને અગસ્ત્ય ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે તા. 7 સપ્ટેમ્બર 2019, શનિવારના રોજ શ્રી રુચિરા કેદારનું શાસ્ત્રીય કંઠ્ય સંગીતનો કાર્યક્રમ યોજાયો હતો. અમર ભટ્ટે રુચિરા કેદારનો પરિચય આપ્યો હતો.

09 January 2024

વાચન સમૃદ્ધિ

ચલણી નોટ

આધુનિક જમાનામાં વૈશ્વક સ્તરે વ્યાપક રીતે અમલમાં આવેલું વિનિમયનું માધ્યમ. તે બિલ, કાગદી ચલણ અથવા નોટ સ્વરૂપમાં હોય છે. તે એક પરક્રામ્ય વટાઉ ખતપત્ર હોય છે. તે વચનચિઠ્ઠી (પ્રૉમિસરી નોટ) તરીકે પણ ઓળખાય છે. ઓછા મૂલ્યવાળા નાણાકીય એકમો માટે હવે સિક્કાઓ ચલણમાં રાખવામાં આવે છે;

અધિકરણ

ગુજરાતી વિશ્વકોશ

વસુબહેન

સાહિત્યકાર, સમાજસેવક અને આકાશવાણીનાં પૂર્વનિયામક વસુબહેનનો જન્મ વડોદરામાં ૨૩ માર્ચ ૧૯૨૪ના રોજ થયો હતો. માતા સરસ્વતીબહેન અને પિતા રામપ્રસાદ. પિતા વડોદરા રાજ્યના પોલિટિકલ સેક્રેટરી હતા. તેમણે બાળપણમાં જ માતાની છત્રછાયા ગુમાવી હતી. વસુબહેનનું શાલેય શિક્ષણ વડોદરામાં થયું. અમદાવાદમાં આવ્યા પછી એસ.એલ.યુ. કૉલેજમાંથી સ્નાતક અને બી.એડ. થયાં. તેઓ ૧૯૪૯માં ઑલ ઇન્ડિયા રેડિયોમાં જોડાયાં. આકાશવાણીમાં જુદાં જુદાં […]

લેખ

વ્યક્તિ વિશેષ

ડરે તે બીજા

અમેરિકાના 28મા પ્રમુખ વૂડ્રો વિલ્સનને એમના સલાહકારે કહ્યું કે ‘અમેરિકાના નૌકાદળે ભવ્ય પરાક્રમ કરીને યશસ્વી વિજય મેળવ્યો છે.’ વિખ્યાત બંદર ધરાવતા મેક્સિકોના શહેર વેરા ક્રૂઝ પર અમેરિકાના નૌકાદળે યશસ્વી વિજય મેળવ્યો છે. હવે અમેરિકાના લશ્કરને માટે મેક્સિકો શહેરને નિશાન બનાવીને ધ્વંસ કરવાનું સરળ બન્યું હતું. ચોતરફ અમેરિકાના વિજયની પ્રશંસા થતી હતી. ઘણા સૈનિકોની કુરબાનીની ઈંટ […]

પ્રસંગ માધુરી

વિશ્વવિહાર

શારદા મુખરજી

શારદા મુખરજીનો જન્મ તા. ૨૪ ફેબ્રુઆરી, ૧૯૧૯ના રોજ થયો અને તેમનું અવસાન તારીખ ૬ જુલાઈ, ૨૦૦૭ના રોજ થયું હતું. તેઓ એક સામાજિક કાર્યકર, લોકસભાના પૂર્વ સદસ્ય તથા આંધ્રપ્રદેશ અને ગુજરાતના પૂર્વ રાજ્યપાલ રહી ચૂક્યા છે. તેમના પિતા પ્રતાપ સીતારામ પંડિત અને માતા સરસ્વતી. તેમણે શરૂઆતનું શિક્ષણ રાજકોટમાં લીધું અને ત્યારબાદ ઉચ્ચશિક્ષણ મુંબઈમાં લીધું હતું. મુંબઈ […]

લેખ

વ્યક્તિ વિશેષ

લલિતકલાકેન્દ્ર વિભાગ

આધુનિક જમાનામાં વૈશ્વિક સ્તરે વ્યાપક રીતે અમલમાં આવેલું વિનિમયનું માધ્યમ. તે બિલ, કાગદી ચલણ અથવા નોટ સ્વરૂપમાં હોય છે. તે એક પરક્રામ્ય વટાઉ ખતપત્ર હોય છે. તે વચનચિઠ્ઠી (પ્રૉમિસરી નોટ) તરીકે પણ ઓળખાય છે.

લેખ

ગુજરાતી વિશ્વકોશ

વૈશ્વિક માહિતીપ્રસારનો પ્રથમ પ્રયોગ

વિશ્વવિહાર, ડિસેમ્બર ૨૦૧૩ : ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટે ‘ગુજરાતી વિશ્વકોશ’નાં ૨૫ વૉલ્યુમ્સ માટે તથા ૬૦ જેટલા વિવિધ વિષયનાં પ્રકાશનો માટે એક સમૃદ્ધ અને ઉત્તમ સંદર્ભગ્રંથોનો સંગ્રહ તેના ગ્રંથાલયમાં વિકસાવેલ છે. બહુ ઓછી વ્યક્તિને જાણ હશે કે

અંક

૨૦૧૩ વિશ્વવિહાર

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ - પરિચય અને પ્રવૃત્તિ

બધા વિષયોનો જ્ઞાનસ્રોત પૂરો પાડે એવા વિશ્વકોશ(encyclopedia)ની ઊણપ સ્વરાજ આવ્યા પછી પચાસ વર્ષ થયાં છતાં પુરાઈ નહિ. આ ખોટ પૂરવાના હેતુથી ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની રચના થઈ અને અંગ્રેજી ‘એન્સાઈક્લોપીડિયા બ્રિટાનિકા’ના જેવો સર્વસંગ્રાહક (general) વિશ્વકોશ તૈયાર કરવાનો ટ્રસ્ટે સંકલ્પ કર્યો.

વિશ્વકોશ જ્ઞાન અને કલાને વરેલું પ્રજાના સાંસ્કૃતિક ઉત્કર્ષનું કાર્ય કરે છે. વિશ્વકોશભવનમાં શિક્ષણ, સાહિત્ય અને સંસ્કારને ઉપકારક વિવિધ પ્રવૃત્તિકેન્દ્રો સ્થપાયા છે. અત્યારનું વિશ્વકોશભવન ૨૦૦૫માં નિર્માણ પામ્યું.

વિશ્વકોશની પ્રવૃત્તિ બે વિભાગમાં વહેંચાયેલી છે. એક, જ્ઞાનશાખા જેને ઉપક્રમે વિવિધ કોશો – વિષયવાર, વિદ્યાશાખાવાર, પરિભાષા વગેરેને અનુલક્ષીને તૈયાર કરવાનું કાર્ય ચાલે છે અને બીજી પ્રવૃત્તિમાં લલિતકલા શાખા અંતર્ગત સંગીત, નાટ્ય, નૃત્ય, કાવ્ય, ચિત્ર આદિ કલાઓની વિવિધ સમયના અંતરે રજૂઆત થાય છે.

મહાનુભાવોના મંતવ્યો