ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ
બધા વિષયોનો જ્ઞાનસ્રોત પૂરો પાડે એવા વિશ્વકોશ (encyclopedia)ની ઊણપ સ્વરાજ આવ્યા પછી પચાસ વર્ષ થયાં છતાં પુરાઈ નહિ. આ ખોટ પૂરવાના હેતુથી ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની રચના થઈ અને અંગ્રેજી 'એન્સાઈક્લોપીડિયા બ્રિટાનિકા'ના જેવો સર્વસંગ્રાહક (general) વિશ્વકોશ તૈયાર કરવાનો ટ્રસ્ટે સંકલ્પ કર્યો.
વિશ્વકોશ ટ્રસ્ટ
ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિના પ્રસાર માટે તેમજ ગુજરાતની અસ્મિતાના સંવર્ધન માટે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ કાર્યરત છે. વિશ્વકોશ એ એક પ્રજાકીય સાહસ અને વિદ્યાકીય પ્રયાસ છે.