Categories
પ્રકાશન

ગુજરાતી વિશ્વકોશ

વિશ્વકોશની ઝાંખી

આ કોશ સર્વસંગ્રાહક સ્‍વરૂપનો હોવાથી એમાંની માહિતી વ્‍યાપક સ્‍વરૂપની હોય તે સ્‍વાભાવિક છે. વિસ્‍તાર સાથે ઊંડાણ પણ હોય છે. ગુજરાતને લગતી માહિતી વિગતવાર ઊંડાણથી રજૂ થયેલી છે. ગુજરાતનો પરિચય પરદેશી અને અન્‍ય ભારતીય ભાષાઓના વિશ્વકોશમાં અત્‍યંત સીમિત અને અછડતો જોવા મળે છે. એટલે દુનિયાના કોઈ પણ ખૂણામાં બેઠેલા માણસને ગુજરાત વિશે અભ્‍યાસ કરવો હોય તો વિષયનાં સર્વ પાસાંને સમાવતી સંપૂર્ણ માહિતી આ વિશ્વકોશમાંથી ઉપલબ્‍ધ થાય તેમ છે. આ વિશ્વકોશમાં મૂકેલાં ગુજરાત વિશેનાં લખાણો ઉપરથી ‘ગુજરાત’નો દળદાર ગ્રંથ તૈયાર થઈ શક્યો છે અને તેની ત્રણ આવૃત્તિઓ થઈ છે તે આ વિધાનની સત્યતાની સાક્ષી પૂરે છે.

આ વિશ્વકોશની બીજી વિશેષતા એ છે કે તેમાં કીટકશાસ્‍ત્ર, ઔષધનિર્માણશાસ્‍ત્ર, વનસ્‍પતિરોગશાસ્‍ત્ર અને સલામતી સેવાઓ જેવા વિષયો કે વિષયજૂથો (જે એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા જેવા વિશ્વકોશમાં જોવા મળતાં નથી તે) સમાવવામાં આવ્‍યાં છે.

ગુજરાતી વિશ્વકોશની ઐતિહાસિક ગણાય એવી એક સિદ્ધિ એ છે કે તેમાં વ્‍યાપક ફલક પર શક્ય તેટલા તમામ વિષયોનું જ્ઞાન ગુજરાતી ભાષામાં પ્રથમ વાર ઉપલબ્‍ધ કરી શકાયું છે. આયુર્વિજ્ઞાન(તબીબીશાસ્‍ત્ર)ના તમામ વિષયોનું ખેડાણ સૌપ્રથમ વાર આ વિશ્વકોશમાં થયેલું જોવા મળશે. એવી જ રીતે ઇજનેરી, અંતરીક્ષવિજ્ઞાન અને ટૅક્નૉલૉજીના વિવિધ વિષયોનું મોટા પાયા પર ખેડાણ અહીં થયેલું જોવા મળશે. તેને પરિણામે લગભગ દરેક વિષયમાં ઓછાવત્તા પ્રમાણમાં નવા પારિભાષિક શબ્‍દો ગુજરાતી ભાષાને ભેટ મળેલા છે. જેમ કોઈ પ્રચંડ પ્રતિભાશાળી સર્જક મોટા પાયા પરની સર્જનપ્રક્રિયા દરમિયાન ભાષાનું ખેડાણ કરીને તેની નિરૂપણક્ષમતા એકાએક વધારી દે, લગભગ તેવું આ વિશ્વકોશના પ્રયોગથી ગુજરાતી ભાષાનું બન્‍યું હોય તેમ લાગે છે. દરેક ગ્રંથને અંતે ગ્રંથમાં વપરાયેલ પારિભાષિક શબ્‍દોની યાદી મૂકેલી છે તે પરથી આ બાબત સ્‍પષ્‍ટ થશે. વિશ્વકોશ ગ્રંથશ્રેણીના ગ્રંથો સંપૂર્ણ થતાં વિશ્વકોશની પ્રસ્‍તુત શ્રેણી સમાપ્‍ત થઈ છે. પ્રથમ સાત ગ્રંથની બીજી આવૃત્તિ પણ થઈ ગઈ છે.

આ વિશ્વકોશની માંડણી વર્ણાનુક્રમે થયેલી છે તેથી બધા જ વિષયોનાં અધિકરણો અકારાદિક્રમે છૂટાં છૂટાં ગોઠવાયેલાં છે. તેને લીધે વિષયનો સંપૂર્ણ અને અલાયદો ખ્‍યાલ કદાચ લેવો મુશ્કેલ થાય તે ધ્યાનમાં રાખીને, તમામ અધિકરણોની વિષયવાર યાદી વિશ્વકોશના ભૂમિકાખંડમાં આપવામાં આવી છે; જે સમગ્ર શ્રેણીના વ્‍યાપનો ખ્‍યાલ આપવા ઉપરાંત પ્રત્યેક વિષયનું નિરૂપણ કેટલું યથાર્થ ને સુગ્રથિત છે તેનો પણ ખ્‍યાલ આપે તેમ છે.

વિશ્વકોશની વિશિષ્ટતાઓ

  • :: ગુજરાતી ભાષાનો સર્વપ્રથમ, એકમાત્ર સચિત્ર સર્વસંગ્રાહક એન્સાઇક્લોપીડિયા.
  • :: ૧૭૦ વિષયોને આવરી લેતાં ૨૪૦૦૦થી વધુ અધિકરણો.
  • :: એક હજાર પૃષ્ઠનો એક એવા પચીસ ગ્રંથોની શ્રેણી.
  • :: ગુજરાતી ભાષા, સાહિત્ય, સંસ્કૃતિ અને ગુજરાતી પ્રજાની સર્વક્ષેત્રીય પ્રવૃત્તિનો સઘન અધિકૃત પરિચય.
  • :: ભારત અને જગતના તમામ દેશોને લગતી વિસ્તૃત પ્રમાણભૂત માહિતી.
  • :: વિવિધ વિષયોના નિષ્ણાતો દ્વારા સ્વતંત્ર લેખન.
  • :: પ્રાથમિક શાળાથી માંડીને યુનિવર્સિટી સુઘીની વિદ્યાકીય સંસ્થાઓ, પુસ્તકાલયો, બૅન્કો, વીમા કંપનીઓ, સરકારી કાર્યાલયો તથા ઉદ્યોગો અને તમામ પ્રકારની વ્યવસાયી સંસ્થાઓને તત્કાળ માહિતી અને માર્ગદર્શન સુલભ કરી આપતું અનિવાર્ય જ્ઞાનસાઘન.
  • :: ભારતનાં વિવિઘ રાજ્યોમાં તેમજ વિદેશમાં વસતાં ગુજરાતીભાષી કુટુંબોને માટે સાંસ્કૃતિક અસ્મિતાના સેતુરૂપ ગ્રંથશ્રેણી.
  • :: માનવવિદ્યાના અધિકરણો ૮૩૬૦
  • :: વિજ્ઞાનનાં અધિકરણો ૮૦૮૩ અને
  • :: સમાજવિદ્યાનાં અધિકરણો ૭૬૪૦ લખાણો
  • :: ૭૬૪૭ જેટલાં લઘુચરિત્રો, ૫૬૩ વ્યાપ્તિલેખો, ૨૪૮ અનૂદિત લેખો
  • :: ૧૧૬૬૦ જેટલાં ચિત્રો અને આકૃતિઓ
  • :: ૧૫૯૩ જેટલા લેખકો દ્વારા તૈયાર થયેલાં લખાણો
  • :: ગુજરાતની જીવાદોરી સમી નર્મદાની મહાયોજના સાથે ચાલી રહેલી ગુજરાતની સંસ્કારદોરી સમી વિદ્યાકીય મહાયોજના.

ગુજરાતી વિશ્વકોશના તમામ ગ્રંથો ઑનલાઇન મૂકવામાં આવ્યા છે અને તેથી આ અધિકરણોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે.

વિશ્વકોશના ૨૫ ગ્રંથોની આંકડાકીય માહિતી

ગ્રંથ ૬/૧૬/૨૧૦૧૧૧૨૧૩૧૪૧૫૧૬૧૭૧૮૧૯૨૦૨૧૨૨૨૩૨૪૨૫
માનવવિદ્યાઓ૪૩૫૨૮૦૩૬૮૨૬૭૩૫૨૨૩૮૧૯૭૩૬૨૩૭૬૩૨૬૨૬૪૨૭૪૨૨૮૩૩૮૩૦૦૨૮૦૪૩૭૩૪૨૪૦૦૩૩૦૨૭૬૪૮૯૨૨૫૪૩૨૧૭૩૨૦૫
વિજ્ઞાન૪૩૦૩૫૨૫૮૯૩૦૪૩૧૪૩૫૩૨૩૫૪૧૧૫૧૫૨૧૪૨૭૫૨૬૩૩૯૩૩૧૭૨૭૫૨૩૦૩૧૨૧૯૨૩૨૫૨૭૩૨૪૧૧૯૨૨૪૩૨૭૫૨૩૨૨૬૮
સમાજવિદ્યાઓ૪૧૧૨૮૭૩૮૭૩૦૨૩૬૦૨૫૯૧૮૯૩૬૧૩૦૩૨૫૬૨૪૦૨૫૭૧૮૯૩૫૯૨૫૦૩૪૧૩૨૨૨૯૨૩૭૫૨૩૪૨૦૩૨૬૫૨૦૨૩૭૮૧૬૧૨૭૪
લઘુચરિત્રો૨૪૦૧૭૭૧૫૯૧૭૫૪૧૭૨૯૩૨૦૬૩૨૭૨૫૦૨૫૭૨૭૭૧૫૦૧૭૫૨૨૫૩૨૨૩૦૦૪૦૦૩૩૨૪૪૩૩૨૯૨૮૯૫૨૦૧૫૭૩૯૩૧૮૯૩૪૮
વ્યાપ્તિલેખો૫૩૩૧૧૬૨૧૧૭૧૭૧૨૨૮૧૫૧૬૨૦૨૦૨૫૨૭૨૦૧૦૧૦૨૨૨૮૩૫૨૫૧૫૨૫૨૬૧૨૧૨
ચિત્રો૪૬૦૩૦૦૫૦૦૪૦૦૩૫૦૪૦૦૪૦૦૪૮૮૫૦૦૫૫૦૫૫૦૫૦૦૫૦૦૫૦૦૬૦૦૪૫૦૪૫૦૪૫૦૪૫૦૪૫૦૪૦૦૪૦૦૩૫૦૫૫૦૩૦૦૫૦૦
અનુવાદિત
લેખો
૩૫૧૦૨૫૧૮૧૭૧૫૧૫૧૧૧૧૧૧
કુલ લખાણો૧૨૭૬૯૧૯૧૩૪૪૮૭૩૧૦૨૬૮૫૦૬૨૧૧૧૩૪૧૧૯૬૭૯૬૭૭૯૭૯૪૮૧૦૧૦૧૪૮૨૫૮૫૧૧૦૭૧૮૨૬૧૧૦૦૮૩૭૭૨૦૯૪૬૬૭૦૧૦૮૫૫૬૬૭૪૫
લેખકો૩૮૯૪૦૫૪૪૬૩૨૩૩૧૫૨૬૧૨૨૩૩૭૨૨૫૯૨૫૮૨૬૬૨૩૫૨૩૦૨૨૯૨૧૩૨૦૮૧૫૯૧૭૯૧૪૯૧૭૭૧૫૫૨૦૮૧૭૯૧૮૮૧૪૦૧૩૬
શબ્દસંખ્યા
(લાખ)
૪.૫૫.૫૪.૫૪.૭૫૫.૨૫૫.૫૫.૨૫૫.૨૫.૩૫.૩૫.૫૫.૫૪.૫૪.૫૫.૫૫.૫૫.૫
વિમોચન વર્ષ‘૮૯‘૯૦‘૯૧‘૯૨‘૯૩‘૯૪‘૯૪‘૯૬‘૯૭‘૯૭‘૯૮‘૯૯‘૯૯‘૦૦‘૦૧‘૦૨‘૦૨‘૦૩‘૦૪‘૦૫‘૦૫‘૦૬‘૦૭‘૦૮‘૦૯‘૦૯
પુન:મુદ્રણ‘૦૧‘૦૨‘૦૫‘૦૬‘૦૮