જળબિલાડી

સસ્તન વર્ગના મસ્ટેલિડસ કુળનું જળચારી પ્રાણી. પાણીમાં વધારે સમય રહેવાના સ્વભાવને કારણે તે જળબિલાડી તરીકે ઓળખાય છે. બિલાડીની જેમ તેનું શરીર લાંબું અને નળાકાર સ્વરૂપનું હોય છે. પૂંછડી લાંબી અને શક્તિશાળી હોય છે. તેનો છેડો પાતળો હોય છે. ઉપાંગો નાનાં, જ્યારે આંગળી જાલવાળી હોય છે. મસ્તક ચપટું અને પહોળું હોય છે. ચહેરો સાંકડો હોય છે. […]

વિઠ્ઠલદાસ દામોદર ઠાકરશી

જ. ૩૦ નવેમ્બર, ૧૮૭૩ અ. ૧૨ ઑગસ્ટ, ૧૯૨૨ પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, દાનવીર અને સામાજિક કાર્યકર્તા સર વિઠ્ઠલદાસનો જન્મ મુંબઈમાં ભાટિયા જ્ઞાતિના વૈષ્ણવ કુટુંબમાં થયો હતો. ૧૮૯૧માં મુંબઈ યુનિવર્સિટીની મૅટ્રિકની પરીક્ષા પસાર કરી. તે પછી એલ્ફિન્સ્ટન કૉલેજમાં અભ્યાસ કર્યો. પિતાના ધંધામાં જોડાવા માટે અભ્યાસ અધૂરો છોડ્યો, પરંતુ જ્ઞાન મેળવવાની લગની તીવ્ર હોવાથી અંગ્રેજી, સંસ્કૃત, હિંદુ ધર્મ, અર્થશાસ્ત્ર, […]

મેળ બેસાડવાની બેચેની

સંત એકનાથનું આખું કુટુંબ વિઠ્ઠલભક્ત (કૃષ્ણભક્ત) હતું. એમના પિતા સૂર્યનારાયણ અને માતા રુક્મિણીબાઈ ભક્તિમાં ઓતપ્રોત રહેતાં હતાં. બાળપણમાં જ એકનાથે માતાપિતાની છત્રછાયા ગુમાવી. દાદા ચક્રપાણિએ એમનો ઉછેર કર્યો. સાત વર્ષની ઉંમરે એકનાથના યજ્ઞોપવીત સંસ્કાર થયા. એકનાથ દાદા પાસે સંસ્કૃત, મરાઠી, ફારસી વગેરે ભાષાઓ શીખ્યા. હિસાબ-કિતાબ અને વ્યાવહારિક પત્રલેખનનું શિક્ષણ પણ મેળવ્યું. અગિયાર વર્ષની ઉંમરે એકનાથ […]