જ. ૩ ડિસેમ્બર, ૧૯૨૬ અ. ૨૪ ઑક્ટોબર, ૨૦૦૫ નાટ્યકાર, ચરિત્રકાર, પ્રવાસલેખક, સંપાદક અને વિવેચક. જન્મ પાદરા ગામમાં થયો હતો. ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે સ્નાતક થઈ ૧૯૫૦માં એમ.એ. અને ૧૯૬૧માં પીએચ.ડી. થયા. ૧૯૫૧થી ૧૯૭૦ સુધી સેંટ ઝેવિયર્સ કૉલેજ, મુંબઈમાં પ્રાધ્યાપક તરીકે, ૧૯૭૦થી મુંબઈ યુનિવર્સિટીમાં ગુજરાતીના અધ્યાપક અને પછી અધ્યક્ષ તરીકે કામગીરી બજાવી. તેઓ ફૉર્બસ ગુજરાતી સભાના પ્રમુખ […]
સભ્યતાપૂર્ણ ચાલચલગત – સદ્વ્યવહારવાળું વર્તન. મનુષ્ય એક સામાજિક પ્રાણી છે. તે સમાજમાં રહે છે. સમાજમાં પ્રસંગોપાત્ત, કેમ રહેવું, કેમ બોલવું, કેમ મળવું, કેમ વર્તવું વગેરે વ્યાવહારિક જીવન-સંબંધ સાથે સંકળાયેલા નિયમોને શિષ્ટાચાર કહે છે. શિષ્ટાચાર એટલે સુઘડ રીતભાત, સભ્ય રીતભાત અને સંસ્કારી આચાર. શિષ્ટાચારપાલનથી માન અને મોભો સચવાય છે. અંગ્રેજીમાં શિષ્ટાચારને ‘એટિકેટ’ કહે છે. તે મૂળ […]
(મામાસાહેબ) જ. ૨ ડિસેમ્બર, ૧૮૮૭ અ. ૨૯ જુલાઈ, ૧૯૭૪ ‘મામાસાહેબ’ તરીકે જાણીતા વિઠ્ઠલ લક્ષ્મણ ફડકે અસ્પૃશ્યતાનિવારણ જેવાં રચનાત્મક કાર્ય કરનાર સ્વાતંત્ર્યસૈનિક અને ગાંધીવાદી સેવક હતા. ‘ગાંધીજીના જમાનાનો હું પહેલો અંત્યજસેવક ગણાઉં’ એવી જેમણે પોતાની ઓળખ આપી છે એવા મામાસાહેબ ફડકે દલિતોદ્ધારના ભેખધારી હતા. અનેક દલિત વિદ્યાર્થીના જીવનમાં કેળવણીનો પ્રકાશ પાથરનાર ખરા અર્થમાં ‘અવધૂત’ પણ હતા. […]