જ. ૩૦ નવેમ્બર, ૧૮૭૩ અ. ૧૨ ઑગસ્ટ, ૧૯૨૨ પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, દાનવીર અને સામાજિક કાર્યકર્તા સર વિઠ્ઠલદાસનો જન્મ મુંબઈમાં ભાટિયા જ્ઞાતિના વૈષ્ણવ કુટુંબમાં થયો હતો. ૧૮૯૧માં મુંબઈ યુનિવર્સિટીની મૅટ્રિકની પરીક્ષા પસાર કરી. તે પછી એલ્ફિન્સ્ટન કૉલેજમાં અભ્યાસ કર્યો. પિતાના ધંધામાં જોડાવા માટે અભ્યાસ અધૂરો છોડ્યો, પરંતુ જ્ઞાન મેળવવાની લગની તીવ્ર હોવાથી અંગ્રેજી, સંસ્કૃત, હિંદુ ધર્મ, અર્થશાસ્ત્ર, […]