આખા સમાજની સુવિધા અને વ્યવસ્થા જાળવવા માટે ઘડાયેલા નિયમોનું નિષ્ઠાપૂર્વક પાલન કરવાની વૃત્તિપ્રવૃત્તિ, જેનો ભંગ એ અશિસ્ત ગણાય છે. શિસ્તનું સ્વરૂપ ક્ષેત્ર પ્રમાણેનું હોવાનું. લશ્કરમાં શિસ્તનું ચુસ્ત પાલન એ ગુણ ગણાશે, કારણ કે તેમાં જીવન-મરણનો પ્રશ્ન હોય છે. નોકરી, ધંધો, ઉદ્યોગમાં અન્યની સુવિધા, કાળજી અને સન્માન જાળવવા વિવેકપુર:સરનું નિયમપાલન જરૂરી હોય છે. ઘર, શાળા અને […]
સવારે નિદ્રાત્યાગ કરતી વખતે તમારી મન:સ્થિતિ કેવી હોય છે ? કેટલીક વ્યક્તિઓ પથારીમાંથી ઊઠતાં પૂર્વે ઘણો લાંબો સમય આળસ સાથે આળોટ્યા કરે છે. કેટલાક જાગ્યા પછી પથારીમાં પડ્યા પડ્યા તંદ્રાવસ્થામાં અધકચરાં સ્વપ્નોની મોહનિદ્રામાં ડૂબી જતા હોય છે. કોઈકને વળી ઊંઘ પૂરી થયા બાદ પથારીમાં પડ્યા પડ્યા લાંબા સમય સુધી આસપાસના અવાજો સાંભળવાની આદત હોય છે. […]