વિજયરાઘવ રાવ

જ. ૩ નવેમ્બર, ૧૯૨૫ અ. ૩૦ નવેમ્બર, ૨૦૧૧ સુવિખ્યાત વાંસળીવાદક, નૃત્યકાર, નૃત્યનિર્દેશક વિજયરાઘવ રાવનો જન્મ ચેન્નાઈમાં પિતા રામારાવ તથા માતા સુબ્બૈયમ્માને ત્યાં બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. બાળપણથી જ સંગીત અને નૃત્ય તરફ રુચિ હતી. ૧૯૪૬માં તેમણે આંધ્ર યુનિવર્સિટીમાંથી બી.એ.ની પદવી પ્રાપ્ત કરી હતી. કૉલેજકાળ દરમિયાન પોતાની શિક્ષણસંસ્થામાં વાદ્યવૃંદના સંચાલક તથા કલાસંઘના મંત્રીપદે કામ કર્યું હતું. […]

જલ-ઉદ્યાન (water garden)

પાણીમાં બનાવાતો ઉદ્યાન. સામાન્ય રીતે જલ-ઉદ્યાન બે અર્થમાં વપરાય છે : એક એવો ઉદ્યાન કે જ્યાં મુખ્યત્વે પાણીના ફુવારા, ધોધ વગેરેની અધિકતા હોય અને બીજો એવો ઉદ્યાન કે જ્યાં પાણીમાં થતાં ફૂલ, છોડ વગેરેનું મહત્ત્વ હોય. વાસ્તવિક તો જે બગીચામાં આ બેઉ પ્રકારની વિશિષ્ટતાઓનો યોગ્ય સમન્વય કરી આહલાદકતા ઊભી કરવામાં આવે તે શ્રેષ્ઠ જલ-ઉદ્યાન બની […]

ઈશ્વરભાઈ પટેલ

જ. ૨ નવેમ્બર, ૧૯૨૪ અ. ૧૦ નવેમ્બર, ૧૯૮૯ ગુજરાતી કેળવણીકાર અને બે યુનિવર્સિટીના કુલપતિપદે રહેલા ઈશ્વરભાઈનો જન્મ પીજ(જિ. નડિયાદ)માં લેઉઆ પાટીદાર જ્ઞાતિના જેઠાભાઈ પટેલ અને રૂપાબાને ત્યાં થયો હતો. એમ.એ. અને બી.ટી.ની પદવી પ્રાપ્ત કરી અમેરિકા ગયા. ત્યાં ન્યૂયૉર્કની કોલંબિયા યુનિવર્સિટીમાં શૈક્ષણિક  સંચાલનનું વિશેષ શિક્ષણ લીધું. ૧૯૩૭માં આણંદની ડી. એન. હાઈસ્કૂલમાં શિક્ષક થયા. ૧૯૪૨માં ‘ભારત […]