ભૂમિકાખંડ
વિમોચન તારીખ | ૨૮-૧૧-૮૭ |
---|---|
વિમોચન કર્તા | ભૂતપૂર્વ રાજ્યપાલ શ્રી આર.કે.ત્રિવેદી |
પ્રમુખ | ડૉ.પી.સી.વૈદ્ય |
અતિથિવિશેષ | શ્રી અરવિંદભાઈ ન.મફતલાલ |
ગ્રંથ અર્પણ | શ્રી સાંકળચંદ પટેલ |
ગ્રંથ ૧
ગુજરાતી વિશ્વકોશનો ખંડ ૧ (નવસંશોધિત આવૃત્તિ) ૨૦૦૧માં પ્રગટ થયો, જેમાં ‘અઇયોળનાં મંદિરો’થી ‘આદિવાસી સમાજ’ સુધીનાં કુલ ૧૨૭૬ અધિકરણો સમાવિષ્ટ છે. તેમાં માનવવિદ્યાનાં ૪૩૫, વિજ્ઞાનનાં ૪૩૦ અને સમાજવિદ્યાનાં ૪૧૧ શીર્ષકો આવે છે. તેની કુલ શબ્દસંખ્યા સાત લાખથી અધિક થવા જાય છે. આ ગ્રંથમાં ૨૪૦ લઘુચરિત્રો છે, ૪૬૦ જેટલાં આકૃતિઓ-ચિત્રો વગેરે છે, ૫૩ વ્યાપ્તિલખો છે અને ૩૫ અનૂદિત લેખો છે. આ ગ્રંથમાં એકંદરે ૩૮૯ લેખકોનો સહકાર પ્રાપ્ત થયો છે.
ખંડ ૧ની પ્રથમ આવૃત્તિનું વિમોચન પૂજ્ય શ્રી પ્રમુખસ્વામી મહારાજે કર્યું હતું અને ગ્રંથ ‘ગુજરાતને બેઠો કરવાની હોંશ’ ધરાવતા પૂજ્ય શ્રી મોટાને અર્પણ થયો છે.
વિમોચન તારીખ | ૦૨-૧૨-૮૯ |
---|---|
વિમોચન કર્તા | પૂ.શ્રી પ્રમુખસ્વામી |
પ્રમુખ | ડૉ.સુધીરભાઈ પ્ર.પંડ્યા |
અતિથિવિશેષ | સ્વ.શ્રી યુ.એન.મહેતા |
ગ્રંથ અર્પણ | પૂજ્ય શ્રી મોટા |
ગ્રંથ ૨
ગુજરાતી વિશ્વકોશનો ખંડ ૨ (નવ સંશોધિત આવૃત્તિ) ૨૦૦૨માં પ્રગટ થયો, જેમાં ‘આદિવિષ્ણુ’થી ‘ઇલાઇટિસ’ સુધીનાં અંદાજે ૯૧૯ અધિકરણો સમાવિષ્ટ છે. તેમાં માનવવિદ્યાનાં ૨૮૦, વિજ્ઞાનનાં ૩૫૨ અને સમાજવિદ્યાનાં ૨૮૭ શીર્ષકો આવે છે. તેની કુલ શબ્દસંખ્યા પાંચ લાખથી અધિક થવા જાય છે. આ ગ્રંથમાં ૧૭૭ લઘુચરિત્રો છે. ૩૦૦ જેટલાં ચિત્રો-આકૃતિઓ છે. ૩૧ વ્યાપ્તિલેખો અને ૧૦ અનૂદિત લેખો છે. આ ગ્રંથમાં ૪૦૫ લેખકોનો સહકાર પ્રાપ્ત થયો છે.
આ ગ્રંથમાં ભાતભાતના વિષયોનું નિરૂપણ થયું છે : અજંતાનું ગુફાસ્થાપત્ય, અમેરિકા, અગ્નિ એશિયાઈ કળા, અપરાધ વિજ્ઞાન, અપકૃત્યનો કાયદો, અલ્જિરિયા, અરબી ભાષા અને સાહિત્ય, અસમિયા ભાષા અને સાહિત્ય, અંગ્રેજી ભાષા અને સાહિત્ય, અસ્તિત્વવાદ, અતિવાસ્તવવાદ, અંતરીક્ષ અન્વેષણો, અસ્થિઓ અને કંકાલતંત્ર, અસ્થિમત્સ્યો, અવપરમાણુકણો, અર્ધવાહક પ્રયુક્તિઓ, અર્ન્સ્ટ મેક્સ, અલ ગ્રેકો, અકબર, આગ્રા, આદિવાસી સમાજ, અહિંસા, અર્થમિતિશાસ્ત્ર, અસ્ત્રોવસ્કી, અલ્બુકર્ક, આલ્ફાન્ઝો દ, અલ્ સૂફી યા અસ્સૂફી, અરવલ્લી, અસત્ય નિર્દેશક યંત્ર, અસંગત પાણી, અસ્થિમજ્જા, અસ્થિસંધિશોથ, અક્ષાંશ, અમદાવાદ, અડાલજની વાવ, અલંકરણ અને સુશોભન, અનુકરણ, અનુકૂલન વગેરે.
આ ગ્રંથમાં આધુનિક ચિત્રકળા, આબોહવા, આનુવંશિકતા અને જનીનશાસ્ત્ર, આરોગ્યસેવાઓ અને તબીબી વ્યવસાય, ઇજનેરી, આહાર અને પોષણ, આવરણતંત્ર, આફ્રિકા, આંતરરાષ્ટ્રીય રાજકારણ, આનંદ વિશ્વનાથ, ઇટાલી, આર્જેન્ટિના, ઇઝરાયલ, આલેખશાસ્ત્ર, આર્મસ્ટ્રોંગ નીલ, આસ્તિક નાસ્તિક દર્શન, આળવાર સંતો, આંધ્રપ્રદેશ, આંગડિયો, આંગણવાડી, આર્થિક સમસ્યા, ઈરાની અરુણા, ઇજારો, આંદામાન અને નિકોબાર ટાપુ, આંત્રરોધ, આંખ, આંખ આવવી, આંખે દેખ્યો અહેવાલ, આયોનેસ્કો યુજિન, આમિચાઈ યાહુદા, આપ્ટે શાન્તા, આપ્ટે ગોવિંદ સદાશિવ, આનંદ બાઝાર પત્રિકા વગેરે
ગુજરાતી વિશ્વકોશના ખંડ-૨ ની પ્રથમ આવૃત્તિનું વિમોચન શ્રી ચીમનભાઈ મહેતાએ કર્યું હતું. તે ગ્રંથ પૂજ્ય શ્રી પ્રમુખસ્વામી મહારાજને અર્પણ થયો છે.
વિમોચન તારીખ | ૦૭-૧૦-૯૦ |
---|---|
વિમોચન કર્તા | શ્રી ઉપેન્દ્રભાઈ બક્ષી |
પ્રમુખ | શ્રી ચીમનભાઈ મહેતા |
અતિથિવિશેષ | શ્રી દીપચંદભાઈ ગાર્ડી |
ગ્રંથ અર્પણ | પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ |
ગ્રંથ ૩
ગુજરાતી વિશ્વકોશ ખંડ ૩ (નવી આવૃત્તિ) ૨૦૦૪માં પ્રગટ થયો, જેમાં ‘ઇલેક્ટ્રૉફોરેસીસ’થી ‘ઔરંગઝેબ’ સુધીનાં કુલ ૧૩૪૪ અધિકરણોનો સમાવેશ થાય છે. તેમાં માનવવિદ્યાનાં ૩૬૮, વિજ્ઞાનનાં ૫૮૯, સમાજવિદ્યાનાં ૩૮૭ અધિકરણો છે. જેની શબ્દસંખ્યા છ લાખથી અધિક થવા જાય છે. આ ગ્રંથમાં ૧૫૯ લઘુચરિત્રો, ૫૦૦ જેટલી આકૃતિઓ અને ચિત્રો, ૧૬ વ્યાપ્તિલેખો છે. આ ગ્રંથમાં ૪૪૬ લેખકોનો સહકાર પ્રાપ્ત થયો છે.
આ ગ્રંથમાં ઉડિયા સાહિત્ય, ઉત્સર્ગતંત્ર અને ઉત્સર્ગક્રિયા, ઊર્જા, ઉષ્માગતિશાસ્ત્ર, ઉદ્યોગ અને ઉદ્યોગીકરણ, ઉચ્ચશિક્ષણ, ઉત્તરમીમાંસા, ઉદારમતવાદ, ઉપયોગિતાવાદ, ઇંગ્લૅન્ડ, ઉત્તરપ્રદેશ, ઉપગ્રહ સંદેશાવ્યવહાર, ઉંદર, ઉરાંગઉટાંગ, ઊંટ, ઉટાંટિયું, ઓરી, અછબડા, ઉત્સેચકો, ઉગ્રવળાંક, ઉચ્ચાલન, ઊડતી રકાબી, ઉલ્કા-ધજાળા, ઉત્તર હિંદુસ્તાની સંગીત પદ્ધતિ, એકાંકી, ઍબ્સર્ડ નાટક અને થિયેટર, ઓડિસ્સી નૃત્ય, ઓસ્કાર ઍવૉર્ડ, ઉદયશંકર, ઉપનિષદો, એક્રોપોલિસ, એશિયા, એઝટેક સંસ્કૃતિ, એરિસ્ટોટલ, ઉસકી રોટી, ઉત્તમકુમાર, એક્ટર્સ સ્ટુડિયો, એટનબરો, એરાઉન્ડ ધ વર્લ્ડ, ઓમર શરીફ, ઓલિવિયર, એશિયન રમતોત્સવ, ઉષા પી. ટી., ઑલિમ્પિક રમતોત્સવ વગેરે.
ગુજરાતી વિશ્વકોશનો ખંડ 3જો શ્રી કસ્તૂરભાઈ લાલભાઈને અર્પણ થયો છે. આ ગ્રંથની પ્રથમ આવૃત્તિનું વિમોચન તે વખતના ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ચીમનભાઈ પટેલે ૧૯૯૧માં કર્યું હતું.
વિમોચન તારીખ | ૨૧-૧૧-૯૧ |
---|---|
વિમોચન કર્તા | સ્વ. શ્રી ચીમનભાઈ પટેલ |
પ્રમુખ | શ્રી પ્રદીપભાઈ ખાંડવાલા |
અતિથિવિશેષ | શ્રી ઈન્દ્રવદનભાઈ મોદી, શ્રી કે.કે.પટેલ (નિરમા) |
ગ્રંથ અર્પણ | શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ |
ગ્રંથ ૪
ગુજરાતી વિશ્વકોશના આ ગ્રંથમાં ઔષધપ્રયોગ અને વ્યસનાસક્તિ, ઔષધકોષ, ઔષધચિકિત્સા મૂત્રપિંડી રોગોમાં, ઔષધ ચિકિત્સા યકૃતના રોગોમાં, કક્ષીય યાંત્રિકી, કચરાનિકાલ, કટાક્ષ, કટાક્ષચિત્ર, કટોકટી, કતલખાનાં, કન્નડ ભાષા અને સાહિત્ય, કપૂર પૃથ્વીરાજ, કપોલકલ્પિત વિકારો, કરોળિયો, કર્ક નિહારિકા, કર્ણ-કુંતીસંવાદ, કર્ણદેવ, કર્ણાટક સંગીત, કર્ણાટકી અમીરબાઈ, કર્નાડ ગિરીશ રઘુનાથ, કર્મ અને પુનર્જન્મ, કર્વે ઇરાવતી દિનકર, કલા અને કલાતત્ત્વ, કલાનું મનોવિજ્ઞાન, કલાપી, કલ્પક્કમ્ વિદ્યુતમથક, કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર, કવિ દલપતરામ, કંકણાકૃતિ સૂર્યગ્રહણ, કંપની, કાગળઉદ્યોગ, કાચ અને કાચઉદ્યોગ, કાપડ ઉદ્યોગ અને તેનો વિકાસ, કાપડિયા કુન્દનિકા, કાપડિયા પરમાનંદ કુંવરજી, કાફી રાગ, કાબર-ચીતરાં પાનનો રોગ, કાયદાશાસ્ત્ર, કાર્બનાઇટ્રોજન સંયોજનો, કાર્બનિક ઔષધ રસાયણ, કાર્બનિક સંયોજનોની ક્રિયાશીલતા અને પ્રક્રિયા, કાર્લા અજન્તા શિલ્પો, કાલગણના, કાલ-દીપ્તિ નિયમ, કાવ્યન્યાય, કાશ્મીર, કાશ્મીરી ભાષા અને સાહિત્ય, કાષ્ઠ, કાંસુ, કણભૌતિકી, કથાસરિત્સાગર, કપિલદેવ રામલાલ નિખંજ, કમળો, કાઠમંડુ, કલકત્તા વગેરે.
ગુજરાતી વિશ્વકોશનો ખંડ ૪ નિષ્કામ કર્મયોગી શ્રેષ્ઠીવર્યશ્રી દીપચંદભાઈ ગારડીને સમર્પિત કરવામાં આવ્યો છે. તેની પ્રથમ આવૃત્તિ ૧૯૯૨માં પ્રગટ થઈ હતી. ગુજરાતી સાહિત્યના નવલકથાકાર શ્રી હરીન્દ્ર દવેએ આ ગ્રંથનું વિમોચન મુંબઈમાં કર્યું હતું.
વિમોચન તારીખ | ૧૦-૧૦-૯૨ |
---|---|
વિમોચન કર્તા | શ્રી હરીન્દ્રભાઈ દવે |
પ્રમુખ | શ્રી હરીન્દ્રભાઈ દવે |
અતિથિવિશેષ | શ્રી દામજીભાઈ એન્કર (મુખ્ય), શ્રી એ.સી.શાહ |
ગ્રંથ અર્પણ | શ્રી દીપચંદ ગાર્ડી |
ગ્રંથ ૫
ગુજરાતી વિશ્વકોશ ખંડ પ(નવસંશોધિત આવૃત્તિ)માં ‘કિઓન્જાર’થી ‘ક્રિમોના’ સુધીનાં ૧૦૨૬ અધિકરણો સમાયેલાં છે. તેમાં માનવવિદ્યાનાં ૩૫૨, વિજ્ઞાનનાં ૩૧૪ અને સમાજવિદ્યાનાં ૩૬૦ અધિકરણો છે. આ ગ્રંથની શબ્દસંખ્યા છ લાખથી અધિક થવા જાય છે. આ ગ્રંથમાં ૪૧૭ લઘુચરિત્રો, ૩૫૦ જેટલાં ચિત્રો-આકૃતિઓ, ૧૭ વ્યાપ્તિલેખો અને ૫ અનૂદિત લેખો છે. આ ગ્રંથનાં લખાણો માટે ૩૧૫ લેખકોનો સહકાર મળ્યો છે.
આ ગ્રંથમાં કિચલુ ડૉ. સૈફુદ્દીન, કિટ પીક નૅશનલ ઑબ્ઝર્વેટરી ઍરિઝોના અમેરિકા, કિનારીવાળા વિનોદ, કિપ્લિંગ રડિયાર્ડ, કિરણકુમાર, કિરાણા ઘરાણું, કિર્કગાર્ડ, કિર્કહૉફ, કિલાચંદ દેવચંદ, કિલિમાન્જારો, કિલેટ સંયોજનો, કિશન મહારાજ, કિશોરકુમાર, કિસાન આંદોલન, કિસ્મત, કિસ્સા કુર્સી કા, કિંગ માર્ટિન લ્યૂથર, કિંગ્સલી બેન, કીડી, કીટક, કુચીપુડી, કુટિર-ઉદ્યોગ, કુતુબ મિનાર, કુદરતી વાયુ, કુમાર, કુમાર ગાંધર્વ, કુરાન, કુરિયન વર્ગીસ, કુલુ, કુશિંગનું સંલક્ષણ, કુંભારિયાનાં જૈન મંદિરો, કૂતરાં, કૂચબિહાર, કૃત્રિમ બીજદાન, કેવલાદ્વૈતવાદ, કૅન્સર અને તેને લગતા રોગો, કૅલિફૉર્નિયા, કેલિડોસ્કોપ, કૅરળ, કેમેરા, કેલર હેલન, કૈલાસ, કૉકપિટ, કોચરબ આશ્રમ, કૉમેડી, કૉપીરાઇટ, કોબીજ, કૉમનવેલ્થ, કોયલ, કમ્પ્યૂટર, કોશસાહિત્ય, કૉસ્મિક કિરણો, કૉંગ્રેસ, ક્રાંતિ, ક્રિટેશિયસ રચના, કૃષિ, કેન્દ્ર-રાજ્ય સંબંધો , કૃષ્ણ વગેરે.
ગુજરાતી વિશ્વકોશ ખંડ પ (નવસંશોધિત આવૃત્તિ) ૨૦૦૮માં પ્રગટ થયો. ગુજરાતી વિશ્વકોશનો ૫મો ખંડ શ્રી મફતલાલ મોહનલાલ મહેતાને સાદર સમર્પિત થયો છે. એની પહેલી આવૃત્તિ ૧૯૯૩માં તૈયાર થઈ હતી. જ્ઞાનપીઠ ઍવૉર્ડ વિજેતા કવિશ્રી રાજેન્દ્ર શાહે તે વખતે ગ્રંથનું વિમોચન કર્યું હતું.
વિમોચન તારીખ | ૧૨-૧૨-૯૩ |
---|---|
વિમોચન કર્તા | કવિ શ્રી રાજેન્દ્રભાઈ શાહ |
પ્રમુખ | શ્રી ગુણવંતભાઈ શાહ |
અતિથિવિશેષ | શ્રી રમણભાઈ પટેલ (કેડિલા) |
ગ્રંથ અર્પણ | શ્રી મફતલાલ મોહનલાલ મહેતા |
ગ્રંથ ૬
ગુજરાતી વિશ્વકોશના ખંડ ૬માં ‘ગઉડવહો’થી ‘ઘોળ’ સુધીનાં અધિકરણો છે. તેમાં માનવવિદ્યાનાં ૨૪૭, વિજ્ઞાનનાં ૪૪૯ અને સમાજવિદ્યાનાં ૨૮૨ શીર્ષકો મળીને કુલ ૯૭૮ અધિકરણો છે. આ ગ્રંથની શબ્દસંખ્યા સાડા ચાર લાખથી અધિક થવા જાય છે. આ ગ્રંથમાં ૨૦૦ લઘુચરિત્રો, ૩૫૦ ચિત્રો અને આકૃતિઓ, ૨૯ અનૂદિત લેખો અને ૧૫ વ્યાપ્તિલેખો છે. આ ગ્રંથમાં એકંદરે ૩૩૪ જેટલા લેખકોનો સહયોગ પ્રાપ્ત થયો છે.
આ ગ્રંથમાં લગભગ ૧૬૨ પૃષ્ઠમાં ગુજરાત વિશેની સંપૂર્ણ માહિતી છે, તો લગભગ ૧૫૦ પૃષ્ઠમાં ગાંધી મોહનદાસ કરમચંદ વિશે વિસ્તૃત લેખ છે. તે ઉપરાંત ગરીબી, ગીતા, ગાર્ગી બલવંત, ગુજરાત જાહેર સેવા આયોગ, ગીઝર, ગિલ્લીદંડા, ગિરજાદેવી, ગિરધરભાઈ, બાળસંગ્રહાલય, ગાયકવાડ વંશ, ગંગા, ગલગ્રંથિ, ગર્ભાશય-ઉચ્છેદન, ગોએન્કા પુરસ્કાર, ગોકળગાય, ગોકળદાસ તેજપાલ, ગ્રામધિરાણ, ગ્રામપંચાયત, ગ્રામવીજળીકરણ, ગ્લોબ થિયેટર, ગ્વાટેમાલા, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ, ઘન અવસ્થા, ઘોષ પન્નાલાલ, ઘોરી આક્રમણો, ઘેટાં, ઘો, ઘોડિયા ઇયળ, ઘૂસણખોરી, ઘૂમલી, ઘસારો, ઘડિયાળ અને ઘડિયાળ ઉદ્યોગ, ઘઉં વગેરે.
ગુજરાતી વિશ્વકોશનો ખંડ ૬ઠ્ઠો ૧૯૯૪માં શ્રી છબીલદાસ મહેતાના હસ્તે વિમોચન પામ્યો. આ ગ્રંથ શ્રી દામજીભાઈ લાલજીભાઈ શાહ(એન્કરવાળા)ને સાદર સમર્પિત કરાયો છે.
વિમોચન તારીખ | ૦૮-૧૦-૯૪ |
---|---|
વિમોચન કર્તા | શ્રી છબીલદાસ મહેતા |
પ્રમુખ | શ્રી મનુભાઈ પંચોળી (દર્શક) |
અતિથિવિશેષ | શ્રી નરહરિ અમીન |
ગ્રંથ અર્પણ | શ્રી દામજીભાઈ લાલજીભાઈ શાહ (એન્કરવાળા) |
ગ્રંથ ૭
ગુજરાતી વિશ્વકોશનો ખંડ ૭મો ૧૯૯૬માં પ્રગટ થયો. તેમાં ‘ચઉપન્નમહાપુરિસચરિય’થી ‘જ્વાળામુખી દાટો’ સુધીનાં અધિકરણો સમાયાં છે, જેમાં માનવવિદ્યાનાં ૩૨૦, વિજ્ઞાનનાં ૪૬૨ અને સમાજવિદ્યાનાં ૨૬૦ અધિકરણો મળીને કુલ ૧૦૪૨ અધિકરણો થાય છે. જેની શબ્દસંખ્યા સાડા ચાર લાખથી અધિક થવા જાય છે. આ ગ્રંથમાં ૨૨૫ લઘુચરિત્રો, ૪૯૦ ચિત્રો-આકૃતિઓ, ૧૭ અનૂદિત લેખો અને ૨૧ વ્યાપ્તિલેખો છે. આ ગ્રંથના લેખો માટે ૩૭૨ લેખકોનો સહકાર મળ્યો છે.
ગુજરાતી વિશ્વકોશના આ ગ્રંથમાં ચયાપચય, ચેતાતંત્ર, જીવાણુ અને તેનાથી થતા રોગો, જઠર, જ્વર, ચિરપ્રતિષ્ઠિત યાંત્રિકી, જંતરમંતર, જૈવભૂગોળ, જ્વાળામુખી, ચીન, જાપાન, જર્મની, ચિત્રકલા, ચલચિત્ર, જૈન ધર્મ, જરથોસ્તી ધર્મ, જુમા મસ્જિદ, ચા ઉદ્યોગ, છંદ, જાદુકલા, જાદુઈ ચોરસ, જ્યોતિષશાસ્ત્ર, જોશી ઉમાશંકર, જ્ઞાનેશ્વર સંત, ચૈતન્ય મહાપ્રભુ, છૂંદણાં, છત્રી, ચર્મઉદ્યોગ, ચટ્ટોપાધ્યાય શરદચંદ્ર, ચણા, ચક્રવર્તી મિથુન, ચક્રવાકમિથુન, ચકલી, ચેપલ, છબીકલા, છપ્પા, છાલ, છાઉ, જકાત, જ્યોતિર્લિંગ, જોશી સરિતા, જોનસન બેન, જૈવ ભૂગોળ, જ્ઞાન, જ્ઞાનસુધા, જૈવિક યદ્ધ, જૈનદર્શન, જુરાસિક રચના, જુલિયન તિથિપત્ર, જિબ્રાન ખલિલ, જળવિદ્યા અને જળસ્રોતો, જહાજવાડો, જલસ્પર્ધા, જમીનવિકાસ અને તેની માવજત વગેરે.
ગુજરાતી વિશ્વકોશનો ખંડ ૭ ડૉ. મૂળજીભાઈ શિવાભાઈ પટેલની સ્મૃતિમાં સાદર સમર્પિત થયો છે. આ ગ્રંથનું વિમોચન શ્રી વજુભાઈ વાળાએ કર્યું હતું.
વિમોચન તારીખ | ૦૫-૦૩-૯૬ |
---|---|
વિમોચન કર્તા | શ્રી વજુભાઈ વાળા |
પ્રમુખ | શ્રી નવલભાઈ શાહ |
અતિથિવિશેષ | શ્રીમતી મૃણાલિનીબહેન સારાભાઈ, શ્રી ચીનુભાઈ સી.શાહ |
ગ્રંથ અર્પણ | ડૉ.મૂળજીભાઈ શિવાભાઈ પટેલ |
ગ્રંથ ૮
ગુજરાતી વિશ્વકોશનો ખંડ ૮ ‘ઝકાઉલ્લાહ મૌલવી’થી ‘ત્સુનામી’ સુધીનો છે. તેમાં ૧૧૯૬ જેટલાં અધિકરણો છે. તે પૈકી માનવવિદ્યાનાં ૩૭૬, વિજ્ઞાનનાં ૫૧૫ અને સમાજવિદ્યાનાં ૩૦૩ અધિકરણો છે. જેની શબ્દસંખ્યા સવા પાંચ લાખથી અધિક થવા જાય છે. તેમાં ૨૫૦ લઘુચરિત્રો, ૫૦૦ ચિત્રો-આકૃતિઓ, ૧૫ અનૂદિત લેખો અને ૧૫ વ્યાપ્તિલેખો છે. આ ગ્રંથનાં લખાણો માટે ૨૪૯ લેખકોનો સહકાર પ્રાપ્ત થયો છે.
આ ગ્રંથમાં ઝેવિયર ફ્રાન્સિસ, તેલ ઉદ્યોગ, ઠંડું યુદ્ધ, તાજમહેલ, તમાકુઉદ્યોગ, તુલનાત્મક સાહિત્ય, તૈત્તિરીય બ્રાહ્મણ, ઝવેરાત ઉદ્યોગ, ઝાલા ગોકુલજી, ડચ ભાષા અને સાહિત્ય, ઝંડુ ભટ્ટજી, ઝવાઇગ સ્ટીફન, ડેનિશ ભાષા અને સાહિત્ય, ડભોઈ, ડાકોર, ડેક્કન, હેરલ્ડ, તુર્કી ભાષા અને સાહિત્ય, ડાંડિયો, ત્વચાવિદ્યા, તમિળ ભાષા અને સાહિત્ય, ઠાકોર બળવંતરાય, તત્ત્વમીમાંસા, તારાગુચ્છ, તેલુગુ ભાષા અને સાહિત્ય, તમાકુસેવન, ટાગોર રવીન્દ્રનાથ, ટેલિવિઝન , તનવીર હબીબ, ટૉમસ ડિલન, ઝીનોવ્યેફ ગ્રિગોરી, ઝાલા એમિલ, ડ્રિંકવોટર જ્હૉન, તક્ષશિલા, ત્રિકોણ, ઢબુ, ઢેબર ઉછરંગરાય, તાતા જે. આર. ડી., તાનસેન, ત્યાગી મહાવીર, ઠાકર લાભશંકર, ટ્રેસર પ્રવિધિ, ટ્રસ્ટ, ટ્રાન્સફૉર્મર, ટેસ્ટ ટ્યૂબ બેબી, ટુંડ્ર પ્રદેશ, ઝીણા મહમદઅલી, ઝાંસી, ઝનક ઝનક પાયલ બાજે, ત્રિવેદી ઉપેન્દ્ર, ત્રિઅંગી વનસ્પતિઓ, તેંડુલકર વિજય, તુલસીશ્યામ, તાંબું, તારાવિશ્વ નિર્દેશાંકો, તરલ પ્રવાહ માપકો, તરલયાંત્રિકી, તબીબી આચારસંહિતા વગેરે.
ગુજરાતી વિશ્વકોશનો ખંડ ૮ ટૉરેન્ટ ગ્રૂપ ઑવ્ કંપનીઝના ચૅરમૅન શ્રી યુ. એન. મહેતાને સાદર સમર્પિત કરવામાં આવ્યો છે. ૧૯૯૭માં પ્રગટ થયેલા આ ગ્રંથનું વિમોચન શ્રી શંકરસિંહ વાઘેલાએ કર્યું હતું.
વિમોચન તારીખ | ૨૦-૦૩-૯૭ |
---|---|
વિમોચન કર્તા | શ્રી શંકરસિંહ વાઘેલા |
પ્રમુખ | ડૉ.પી.સી.વૈદ્ય |
અતિથિવિશેષ | શ્રી સુરેશ દલાલ, શ્રી જયરામભાઈ પટેલ |
ગ્રંથ અર્પણ | શી યુ.એન.મહેતા |
ગ્રંથ ૯
વિશ્વકોશ શ્રેણીના ખંડ ૯મા ‘થડના રોગો’થી ‘નાઝીવાદ’ સુધીનાં અધિકરણો છે. બધાં મળીને ૭૯૬ અધિકરણો છે; જેમાં માનવવિદ્યાના ૩૨૬, વિજ્ઞાનના ૨૧૪ અને સમાજવિદ્યાના ૨૫૬ લેખો છે. આ ગ્રંથની શબ્દસંખ્યા સાડા પાંચ લાખથી અધિક થવા જાય છે. આ ગ્રંથમાં ૨૫૭ લઘુચરિત્રો છે, ૫૫૦ જેટલાં ચિત્રો-આકૃતિઓ છે, ૧૬ વ્યાપ્તિલેખો અને ૧૫ અનૂદિત લેખો છે. આ લેખોનાં લખાણ માટે ૨૫૮ લેખકોનો સહકાર મળ્યો છે.
વિશ્વકોશ શ્રેણીના આ ગ્રંથમાં દૂધ અને દુગ્ધવિદ્યા, દૂરવાણી, દૂરસંવેદન, ધ્વનિ, ધ્વનિસંપ્રદાય, ધાત્વિક ક્ષારણ, ધાત્વિક નિષ્કર્ષણ, દાંત, દંતવિદ્યા, થિયેટર, દૂરદર્શન, ધર્મ, ધીરો, ધ્રુવ આનંદશંકર, નર્મદ, નરસિંહ મહેતા, દેવિકારાણી, નરગિસ, નાઇજિરિયા, નાઇટિંગેલ ફ્લૉરેન્સ, દીવાદાંડી, નાગ, નાગાલૅન્ડ, ધોલેરા સત્યાગ્રહ, ધરાસણા સત્યાગ્રહ, નદી, નર્મદા, નવલકથા, નર્મમર્મ, નક્ષત્ર અને રાશિ, નવજાગૃતિ, નવજીવન, નવચેતન, નવપાષાણયુગ, નવપ્રશિષ્ટવાદ, નવમાનવવાદ, દ્રૌપદી, ધૃતરાષ્ટ્ર, દેસાઈ મોરારજી, દેસાઈ હિતેન્દ્ર, દેસાઈ કુમારપાળ, દેસાઈ મહાદેવ, દેસાઈ લીલા, દેસાઈ ધીરુભાઈ, દેસાઈ ભૂલાભાઈ, દેસાઈ રમણલાલ વસંતલાલ., દિશાનિર્ધારણ, દાદૂ દયાલ, દસ્તાવેજ પરીક્ષણ, દરિયાઈ ભૂસ્તરશાસ્ત્ર, દયાનંદ સરસ્વતી, ધાન્ય પાકો, ધર્માધિકારી દાદા, દોરી-દોરડાં ઉદ્યોગ, વગેરે.
વિશ્વકોશ શ્રેણીનો ૯મો ખંડ સ્વ. શ્રી ગંભીરચંદ ઉમેદચંદ શાહને સાદર સમર્પિત થયો છે. ૧૯૯૭માં પ્રગટ થયેલ આ ગ્રંથનું વિમોચન ગુજરાતી સાહિત્યકાર શ્રી લાભશંકર ઠાકરે કર્યું હતું.
વિમોચન તારીખ | ૧૩-૧૨-૯૭ |
---|---|
વિમોચન કર્તા | શ્રી લાભશંકર ઠાકર |
પ્રમુખ | શ્રી કુલીનચંદ્ર યાજ્ઞિક |
અતિથિવિશેષ | શ્રી શંકરસિંહ વાધેલા, શ્રી ચિંતન પરીખ |
ગ્રંથ અર્પણ | શ્રી ગંભીરચંદ ઉમેદચંદ શાહ |
ગ્રંથ ૧૦
ગુજરાતી વિશ્વકોશ શ્રેણીનો ૧૦મો ખંડ ‘નાટક’થી ‘પવનશક્તિ’ સુધીનો છે. તેમાં ૨૬૪ માનવવિદ્યાનાં, ૨૭૫ વિજ્ઞાનનાં અને ૨૪૦ સમાજવિદ્યાનાં મળીને કુલ ૭૭૯ અધિકરણો થાય છે જેની શબ્દસંખ્યા સવા પાંચ લાખથી અધિક છે. આ ગ્રંથમાં ૨૭૭ લઘુચરિત્રો, ૫૫૦ જેટલાં ચિત્રો-આકૃતિઓ, ૨૦ વ્યાપ્તિલેખો અને ૧૧ અનૂદિત લેખો છે. આ ગ્રંથના લેખો માટે ૨૪૮ લેખકોનો સહકાર મળ્યો છે.
આ ગ્રંથમાં નારળીકર જયંત વિષ્ણુ, નારીનરકેશિતા, નિકોટિન, નિર્માણ-વ્યવસ્થાપન, નિશ્ચેતના, નિઝામિયા ઑબ્ઝર્વેટરી, નીલગાય, નૂતન વનસ્પતિજ ઔષધો, ન્યુમોનિયા, પગરખાં ઉદ્યોગ, પથરી – મૂત્રમાર્ગીય, પરમાણુશસ્ત્રો, પરાગનયન, પરિવહન, પર્યાવરણ, નાટો કરાર, નાના ફડનવીસ, નિત્શે ફ્રેડરિક, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઍક્ટ, નેપોલિયન બોનાપાર્ટ, નહેરુ જવાહરલાલ, નોઆખલી, પટેલ સરદાર વલ્લભભાઈ, પર્મેનન્ટ ઇન્ટરનૅશનલ પીસ બ્યુરો, નાટક, નાયક બાપુલાલ, નિમ્બાર્કાચાર્ય, નિરાલા, નીલકંઠ રમણભાઈ, નૃત્ય, નેરુદા પાબ્લો, પકવેલી માટીનાં શિલ્પો, પટેલ પન્નાલાલ, પટૌડી મનસૂરઅલી, નોબેલ પુરસ્કાર, નિર્જલન, નાસા, નાણાવાદ, પરમાણુ ઘડિયાળ, પર્વતારોહણ, પરિવહન, પરાગનયન, પરમાર રાજ્યો, પદ્મનાભપુરમ્ મહેલ, પત્રસાહિત્ય, પઠાણકોટ, પટેલ જબ્બાર, પક્ષી, નૌશાદ, નેપાળ, નેધરલૅન્ડ્ઝ, નિવસનતંત્ર, નિર્માણયંત્રો વગેરે.
વિશ્વકોશ શ્રેણીનો ખંડ ૧૦ આનંદ ગ્રૂપને અર્પણ થયો છે. ૧૯૯૮માં પ્રગટ થયેલ આ ગ્રંથનું વિમોચન ગુજરાતીના જાણીતા સાહિત્યકાર શ્રી ગુલાબદાસ બ્રોકરે કર્યું હતું.
વિમોચન તારીખ | ૦૮-૦૮-૯૮ |
---|---|
વિમોચન કર્તા | શ્રી ગુલાબદાસ બ્રોકર |
પ્રમુખ | શ્રી એન.આર.દવે |
અતિથિવિશેષ | ડૉ. રઘુવીર ચૌધરી |
ગ્રંથ અર્પણ | આનંદ ગ્રૂપ |
ગ્રંથ ૧૧
ગુજરાતી વિશ્વકોશનો ખંડ ૧૧મો ૧૯૯૯માં તૈયાર થયો. તેમાં ‘પવયણસાર’થી ‘પૌરાણિક પરંપરા’ સુધીનાં ૭૯૪ અધિકરણો છે; જેમાં ૨૭૪ માનવવિદ્યાનાં, ૨૬૩ વિજ્ઞાનનાં, ૨૫૭ સમાજવિદ્યાનાં શીર્ષકો છે. ગ્રંથની શબ્દસંખ્યા સવા પાંચ લાખથી અધિક થવા જાય છે. આ ગ્રંથમાં ૧૫૦ લઘુચરિત્રો, ૫૦૦ જેટલાં ચિત્રો-આકૃતિઓ અને ૨૦ વ્યાપ્તિલેખો છે. આ ગ્રંથના લેખો માટે ૨૩૫ લેખકોનો સહકાર મળ્યો છે.
આ ગ્રંથમાં પાચન અને પાચનતંત્ર, પાંડુતા, પીસાનો મિનારો, પાઠક રામનારાયણ, પાઠક હીરાબહેન, પાંડય રાજ્ય, પુંકેસરચક્ર, પૃથ્વી, પેટ્રોલિયમ, પિત્ત અને પિત્તમાર્ગ, પુરુષ, પારિજાતહરણ, પારસી રંગભૂમિ, પૉર્ટ ઑવ્ સ્પેન, નગીનદાસ પારેખ, આશા પારેખ, પેટલીકર ઈશ્વર, પંજાબ, પાકિસ્તાન, પારસપીપળો, પારેખ મંગળદાસ ગિરધરદાસ, પેન્શન, પેટ્રો ડૉલર, પૉલો માર્કૉ, પોશાક, પિછવાઈ, પિઠોરા, પાણી, પિરાન્દેલો લુઈજી, પિયા કા ઘર, પાઘડી, બચેન્દ્રી પાલ, પિયાં-ઝે ઝ્યાં, પારડી સત્યાગ્રહ, પૂર્વ યુરોપીય ચલચિત્ર, પિસ્તાં, પીચ, નાની પાલખીવાલા, પિટ્સ ઇન્ડિયા ઍક્ટ, પાક, પાકદેહધર્મવિદ્યા, પિંગલ-પ્રવૃત્તિ, પીરાણા પંથ, પિયત, પુરવઠો, પશ્ચિમ બંગાળ, પૌરાણિક પરંપરા, પંજાબી ભાષા અને સાહિત્ય, પંડિત બેચરદાસ દોશી, પીણાં, પાંડુતા, પાલિતાણા, પાબ્લો પિકાસો, પાર્થિવ ગ્રહો, પીડા વગેરે.
આ ગ્રંથ સાદાઈ, સેવાવ્રત અને અખંડ કર્મયોગના ભેખધારી પૂ. રવિશંકર મહારાજને સાદર સમર્પિત કર્યો છે. ૧૯૯૯માં પ્રગટ થયેલા આ ગ્રંથનું વિમોચન ગુજરાત સાહિત્ય અકાદમીના પ્રમુખ પદ્મશ્રી ભોળાભાઈ પટેલે કર્યું હતું.
વિમોચન તારીખ | ૨૬-૦૪-૯૯ |
---|---|
વિમોચન કર્તા | ડૉ.ભોળાભાઈ પટેલ |
પ્રમુખ | શ્રી ધીરુભાઈ શાહ |
અતિથિવિશેષ | શ્રી ભૂપત વડોદરિયા |
ગ્રંથ અર્પણ | પૂ.રવિશંકર મહારાજ |
ગ્રંથ ૧૨
વિશ્વકોશ શ્રેણીના ૧૨મા ખંડમાં ‘પ્યાર જી પ્યાસ’થી ‘ફલ્યુરોમયતા’ સુધીનાં લખાણો છે. તેમાં ૨૨૮ માનવવિદ્યાના, ૩૯૩ વિજ્ઞાનના, ૧૮૯ સમાજવિદ્યાના આમ કુલ ૮૧૦ લેખો સમાયેલા છે; જેની શબ્દસંખ્યા સવા પાંચ લાખથી અધિક થવા જાય છે. આ ગ્રંથમાં ૧૭૫ લઘુચરિત્રો , ૫૦૦ જેટલાં ચિત્રો-આકૃતિઓ, ૨૫ વ્યાપ્તિલેખો અને ૮ અનૂદિત લેખો છે. આ ગ્રંથમાં ૨૩૦ લેખકોનો સહકાર પ્રાપ્ત થયો છે.
૧૨મા ગ્રંથમાં ભાતભાતના વિષયોનું નિરૂપણ થયેલું છે. તેમાં પ્રતિમા, પ્રતિમા વિઘાન, પ્રસૂતિ, પ્રાકૃત ભાષા અને સાહિત્ય, પ્રાયોગિક મનોવિજ્ઞાન, પ્રી-કૅમ્બ્રિયન કાળગાળો, પ્લાસ્ટિક ઉદ્યોગ, ફ્રૅન્ચ ભાષા અને સાહિત્ય, ફારસી ભાષા અને સાહિત્ય, પ્રજનનતંત્ર (માનવ) અને માનવેતર, પ્રક્ષેપણ પદ્ધતિ, પ્રક્ષેપાસ્ત્ર, પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય, પ્રાકૃતિક ભૂસ્તરશાસ્ત્ર, પ્રશિષ્ટતાવાદ, પ્રેરણા, પ્રૂફરીડિંગ, પ્રાણવાયુ, ફતેહપુર સિક્રી, ફોસ્ટર રૉબર્ટ, ફૉરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ફ્રેન્ચ ભાષા, ફ્રાંસ, ફયૂચરિસ્ટિક કલા, ફૅશન, ફૂટબૉલ, ફુગાવો, ફિલ્મ, ફિલાડેલ્ફિયા, ફિજી, ફરાણાં, ફકીર, પ્લેટો, પ્લાઝમા, પ્રૌઢશિક્ષણ, પ્રૉટેસ્ટન્ટ, પ્રાચ્યવિદ્યા મંદિર, પ્રાણનાથ, પ્રક્ષાલકો, ફીચર સંસ્થા, ફાસીવાદ, ફાહિયાન, ફરીદાબાદ, પ્લુકર જુલિયસ, પ્રોજેક્ટ, ફૂગ, ફિલિપાઇન્સ, ફૈય્યાજખાં વગેરે.
ગુજરાતી વિશ્વકોશનો ૧૨મો ગ્રંથ અખંડ ભારતના શિલ્પી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત થયો છે. આ ગ્રંથનું વિમોચન ૧૯૯૯માં શ્રી જયનારાયણ વ્યાસના હસ્તે થયું હતું.
વિમોચન તારીખ | ૩૦-૧૦-૯૯ |
---|---|
વિમોચન કર્તા | શ્રી જયનારાયણ વ્યાસ |
પ્રમુખ | ડૉ.કે.કા.શાસ્ત્રી |
અતિથિવિશેષ | ડૉ.એમ.એન.દેસાઈ |
ગ્રંથ અર્પણ | સરદાર વલ્લભભાઈ પટેલ |
ગ્રંથ ૧૩
ગુજરાતી વિશ્વકોશ શ્રેણીના ૧૩મા ખંડમાં બક પર્લથી બોગોટા સુઘીનાં અઘિકરણો છે. તેમાં માનવવિદ્યાના ૩૩૮, વિજ્ઞાનના ૩૧૭ અને સમાજવિદ્યાના ૩૫૯ લેખો છે. તે બધા મળીને કુલ ૧૦૧૪ અધિકરણો થાય છે. આ ગ્રંથની શબ્દસંખ્યા પાંચ લાખ ત્રીસ હજારથી અઘિક થવા જાય છે. આ ગ્રંથમાં ૨૨૫ લઘુચરિત્રો છે, ૫૦૦ જેટલાં ચિત્રો-આકૃતિઓ છે, ૨૭ વ્યાપ્તિલેખો છે અને ૩ અનૂદિત લેખો છે. આ ગ્રંથમાં ૨૨૯ લેખકોનો સહકાર મળ્યો છે.
આ ગ્રંથમાં બીજગણિત, બકરાં, બળદ, બગલું, બતક, બહુચલીય વિશ્લેષણ, બિનતારી દૂરવાણી, બેરિયૉન, બહુવૈકલ્પિક જનીનો, બરોળ, બરોળ-ઉચ્છેદન, બેભાન અવસ્થા, બેરાઇટ, બેઝિક અગ્નિકૃત ખડકો, બાહ્ય- તારાવિશ્વો, બંદૂક, બખ્તર, બજેટ, બજેટિંગ, બુદ્ધિ, બુદ્ધિમાપન, બુનિયાદી શિક્ષણ, બારડોલી સત્યાગ્રહ, બૅંગલોર, બિહાર, બહુપતિપ્રથા, બહુપત્નીવાદ, બાઇબલ, બદનક્ષીનો કાયદો, બંધારણ, બંધારણવાદ, બરોક શૈલીનાં ચિત્ર, બૈજૂ બાવરા, બાવરે નૈન, બુદ્ધદેવ બસુ, બર્ક એડમંડ, બારદોલાઈ ગોપીનાથ, બરનાલા સૂરજિતસિંહ, બર્નિની, બહુગુણા સુંદરલાલ, બેનો રિચાર્ડ, બહુચરાજી, બલ્ગેરિચા, બંગાલી ભાષા અને સાહિત્ય, બાલમનોવિજ્ઞાન, બંદરો, બુદ્વ, બેલિની જિયોવાની, બંધ, બિકાનેર, બદરીનાથ, બિનજોડાણવાદ—બિનજોડાણવાદી આંદોલનો, બાબર, બૅન્ક ધિરાણ, બૉકસાઇટ વગેરે.
ગુજરાતી વિશ્વકોશનો ૧૩મો ગ્રંથ ગુજરાતી કોશના પિતા, ગુજરાતી ભાષાસાહિત્યની અસ્મિતાના સમર્થ પ્રવર્તક વીર કવિ નર્મદને સમર્પિત થયો છે. ૨૦૦૦ની સાલમાં ૧૩મા ખંડનું વિમોચન તે વખતના રાજ્યપાલ શ્રી સુંદરસિંહ ભંડારીના હસ્તે થયું હતું.
વિમોચન તારીખ | ૦૧-૦૭-૨૦૦૦ |
---|---|
વિમોચન કર્તા | રાજયપાલ શ્રી સુંદરસિંહ ભંડારી |
પ્રમુખ | ડૉ.અનિલ કાણે |
અતિથિવિશેષ | ડૉ.દિલાવરસિંહ જાડેજા, શ્રી નલિનભાઈ ભટ્ટ |
ગ્રંથ અર્પણ | વીર કવિ નર્મદ |
ગ્રંથ ૧૪
ગુજરાતી વિશ્વકોશનો ૧૪મો ખંડ ‘બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થા’ થી ભ્રૂણપોષ સુઘીનો છે. તેમાં કુલ ૮૨૫ અધિકરણો સમાવિષ્ટ છે. ૩૦૦ લેખો માનવવિદ્યાના, ૨૭૫ લેખો વિજ્ઞાનના અને ૨૫૦ લેખો સમાજવિદ્યાના છે. આ ગ્રંથની શબ્દસંખ્યા છ લાખથી અધિક છે. આ ગ્રંથમાં ૩૨૨ લઘુચરિત્રો છે, ૬૦૦ જેટલાં ચિત્રો-આકૃતિઓ છે. ૨૦ વ્યાપ્તિલેખો છે. ૪ અનૂદિત લેખો છે. ૨૧૩ લેખકોનો સહકાર આ ગ્રંથનાં અધિકરણો માટે મળ્યો છે.
આ ગ્રંથમાં બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થા, બોલી અને ગુજરાતી બોલીઓ, બ્લૅક હોલ, જગદીશચંદ્ર બોઝ, સુભાષચંદ્ર બોઝ, બ્રુનો ગિઆર્દોનો, બ્રિટન, બ્રાઝિલ, બોસ્ટન ટી પાર્ટી, ભક્ત જલારામ, ભક્તિ આંદોલન, ભારત, ભૂકંપ, ભાંગ, ભારતીય દંડસંહિતા, ભારતીય તત્ત્વચિંતન, ભારતીય સંસ્કૃતિ, ઇલાબહેન ભટ્ટ, માર્કંડ ભટ્ટ, બિનોયતોષ ભટ્ટાચાર્ય, ભૂસ્તરશાસ્ત્ર, ભૂખ, ભૂખમરો, ભાભા પરમાણુ સંશોધન કેન્દ્ર, ભૂમિતિ, ભારતીય જ્ઞાનપીઠ, ભારતની સજૈવ વિવિધતા, ભારતમાં જૈવ તકનીકી, ભિલાઈ, ભિલામો, ભીંડા, ભુજ, ભચાઉ, ભીંતચિત્રો, ભાસ્કરાચાર્ય, ભુતાન, ભેંસ, ભરતાચાર્ય, ભરત, ભીમ, ભીમબેટકા, ભીમતાલ, ભીષ્મ, ભૂગર્ભજળ, ભૂચુંબકત્વ, ભૂતલરચના, ભાષા અને ભાષાવિજ્ઞાન, ભ્રમરકાવ્ય, ભૌતિકવિજ્ઞાન, ભોજપુર, ભૂસ્તરીય કામ, વગેરે.
ગુજરાતી વિશ્વકોશનો ૧૪મો ખંડ શાંતિદાસ નગરશેઠના દસમા વારસ શ્રી ચીનુભાઈ ચીમનલાલને અર્પણ કર્યો છે. આ ગ્રંથનું વિમોચન ૨૦૦૧માં શ્રી વિદ્યાનિવાસ મિશ્રે કર્યું હતું.
વિમોચન તારીખ | ૩૧-૦૩-૨૦૦૧ |
---|---|
વિમોચન કર્તા | શ્રી વિદ્યાનિવાસ મિશ્ર |
પ્રમુખ | શ્રી ધીરુભાઈ શાહ |
અતિથિવિશેષ | શ્રી મહેન્દ્રભાઈ ત્રિવેદી, ડૉ.સી.જી.દવે |
ગ્રંથ અર્પણ | શ્રી ચીનુભાઈ ચીમનભાઈ |
ગ્રંથ ૧૫
ગુજરાતી વિશ્વકોશ શ્રેણીના ૧૫મા ખંડમાં ‘મઅર્રી અબુલ આલા’થી ‘માળિયા-મિયાણા’ સુધીના અંદાજે ૮૫૧ લેખો સમાવિષ્ટ છે. તેમાં માનવવિદ્યાનાં ૨૮૦, વિજ્ઞાનનાં ૨૩૦ અને સમાજવિદ્યાનાં ૩૪૧ શીર્ષકો છે. આ ખંડની શબ્દસંખ્યા સાડા પાંચ લાખથી અધિક થવા જાય છે. આ ગ્રંથમાં એકંદરે ૨૦૮ લેખકોનો સહકાર મળ્યો છે.
આ ગ્રંથમાં વિવિધ રસ અને રુચિને પોષે તેવાં અધિકરણો છે. માનવ, મનોવિજ્ઞાન, માહિતીતંત્ર, માનવશાસ્ત્ર, માનવપ્રપ્ત, માનવ ભૂગોળ, માનવ-અધિકારો, માનવ સંસ્કૃતિ, મનોવિજ્ઞાન, મનોભ્રંશ, મનોવિશ્લેષણ, મનશ્ચિકિત્સા, માહિતી સંચાલન, માહિતી તાંત્રિકી વિશ્લેષણ, મજૂર કાયદા, મણિપુર, મત્સ્યોદ્યોગ, મદનમોહન માલવીય, મદ્રાસ ઑબ્ઝર્વેટરી, મઘુપ્રમેહ, મધુબાલા, મધુસૂદન સરસ્વતી, મધ્ય એશિયાની કળા, મધ્યપ્રદેશ, મધ્યરાત્રિનો સૂર્ય, મધ્વાચાર્ય, મનરો મૅરિલિન, મફતલાલ ગગલભાઈ, વિજય મરચન્ટ, મસાલા-તેજાના, મકાઈ, મગફળી, મરચાં, મહાકાવ્ય, મહાનગરપાલિકા, મહાભારત, મહાભાષ્ય, મહારાષ્ટ્ર, મહાવિસ્ફોટ, મહાવીર સ્વામી, ચન્દ્રવદન મહેતા, ગગનવિહારી મહેતા, જગન મહેતા, જીવરાજ મહેતા, દુર્ગારામ મહેતાજી, ડૉ. સુમંત મહેતા, પુષ્પાબહેન મહેતા, બળવંતરાય મહેતા, રણજિતરામ મહેતા, વાસુદેવ મહેતા, નાનજી કાલિદાસ મહેતા, મણિભાઈ જશભાઇ મહેતા, મહોરું, મંગળ, મંગળની શોધયાત્રા, લતા મંગેશકર, નેલ્સન મંડેલા, મંદિરસ્થાપત્ય, મા આનંદમયી, શ્રી માતાજી, મા શારદામણિદેવી, મા સર્વેશ્વરી, માઉન્ટબૅટન, માણેકશા, માનસરોવર, માલવપતિ મુંજ, ડોલરરાય માંકડ, ગણેશ વાસુદેવ માવળંકર, પુરુષોત્તમ ગણેશ માવળંકર, માઓ ત્સે તુંગ, માતૃસત્તાક સમાજવ્યવસ્થા, સોનલ માનસિંગ, માન્ચેસ્ટર, માયાવાદ, કાર્લ માર્ક ,સમાંડુ વગેરે.
ગુજરાતી વિશ્વકોશનો ૧૫મો ખંડ સાક્ષરવર્ય શ્રી ગોવર્ધનરામ માઘવરાવ ત્રિપાઠીને સાદર સમર્પિત થયો છે. ૨૦૦૨ની સાલમાં શ્રી નારાયણ દેસાઈના હસ્તે આ ગ્રંથનું વિમોચન થયું હતું.
વિમોચન તારીખ | ૧૯-૦૧-૨૦૦૨ |
---|---|
વિમોચન કર્તા | શ્રી નારાયણ દેસાઈ |
પ્રમુખ | ડૉ.એચ.એલ.ત્રિવેદી |
અતિથિવિશેષ | શ્રી દાઉદભાઈ ઘાંચી, શ્રી મણિભાઈ મહેતા |
ગ્રંથ અર્પણ | શ્રી ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી |
ગ્રંથ ૧૬
ગુજરાતી વિશ્વકોશનો ૧૬મો ખંડ ‘માળો’ થી ‘મ્હારાં સૉનેટ’ સુધીનો છે. આ ગ્રંથમાં અંદાજે ૧૦૭૧ અધિકરણો સમાવિષ્ટ છે. તેમાં ૪૩૭ માનવવિદ્યાનાં, ૩૧૨ વિજ્ઞાનનાં અને ૩૨૨ સમાજવિદ્યા વિભાગનાં શીર્ષકો છે. આ ગ્રંથની શબ્દસંખ્યા સાડા પાંચ લાખથી અધિક થવા જાય છે. ૪૦૦ લઘુચરિત્રો, ૪૫૦ જેટલાં ચિત્રો-આકૃતિઓ, ૧૦ વ્યાપ્તિલેખો અને ૨ અનૂદિત લેખો આ ગ્રંથમાં છે. આ ગ્રંથમાં એકંદરે ૧૫૯ લેખકોનો સહકાર પ્રાપ્ત થયો છે.
આ ગ્રંથમાં મુખસ્વાસ્થ્ય, મુખશોથ, મૂર્ચ્છા, મૅંગેનીઝ, મિસાઇલ, મૉસબાઉઅર, મૅથેમૅટિકસ ઓલિમ્પિયાડ, મૉનોકિલનિક વર્ગ, મોરૈયો, મીઠું, મીઠાના ઘુમ્મટ, મિલિકન તેલબુંદ પ્રયોગ, મીણ, મૂળા, મોગરી, મૃતપ્રાણીદેહસુરક્ષા, મોટરકાર, મોલોન્ગ્લો રેડિયો ઑબ્ઝર્વેટરી, મુદ્રણઉદ્યોગ, મુઘલ શાસન, મિલકતનો કાયદો, મુસ્લિમ કાયદો, મિશ્ર અર્થતંત્ર, મુકત અર્થતંત્ર, મૂડી, મૂલ્ય, મુત્સદ્દીગીરી, મિસા,મૂળભૂત અધિકારો, મૂળભૂત ફરજો, મેકમેહોન રેખા, મોસાદ, મોનખ્મેર ભાષા, મૈથિલી ભાષા અને સાહિત્ય, મ્યુઝિયમ, મિથ્યાભિમાન, મૃચ્છકટિક, મેઘનાદવધ, મેના ગુર્જરી, મેલોડ્રામા, મોતી વેરાણાં ચોકમાં, મુંબઈ, મુનશી કનૈયાલાલ, મુનશી પ્રેમચંદ, મોસ્કો, મોહેં-જો-દડો, મીરાં, મીનાકુમારી, મિઝોરમ, મ્યુઝિયમ, મ્યુચ્યુઅલ ફંડ વગેરે
ગુજરાતી વિશ્વકોશનો ૧૬મો ખંડ પૂજ્ય શ્રી મોરારિબાપુને અર્પણ કર્યો છે. સોળમા ગ્રંથનું વિમોચન જાણીતા અર્થશાસ્ત્રી ડૉ. વાય. કે. અલઘે ૨૦૦૨માં કર્યું હતું.
વિમોચન તારીખ | ૨૫-૦૮-૨૦૦૨ |
---|---|
વિમોચન કર્તા | ડૉ.વાય.કે અલઘ |
પ્રમુખ | શ્રી જિતેન્દ્ર દેસાઈ |
અતિથિવિશેષ | પ્રો.ઋષિકુમાર પંડ્યા |
ગ્રંથ અર્પણ | પૂ.શ્રી મોરારિ બાપુ |
ગ્રંથ ૧૭
વિશ્વકોશ શ્રેણીનો ૧૭મો ખંડ ‘યકૃત’થી ‘રાંદેરિયા મધુકર’ સુધીનો છે. આ ગ્રંથમાં માનવવિદ્યાનાં ૩૪૨, વિજ્ઞાનનાં ૧૯૨ અને સમાજવિદ્યાનાં ૨૯૨ થઈને કુલ ૮૨૬ અધિકરણો છે. આ ગ્રંથની શબ્દસંખ્યા સાડા ચાર લાખથી અધિક થવા જાય છે. તેમાં ૩૩૨ લઘુચરિત્રો, ૪૫૦ જેટલાં ચિત્રો, આકૃતિઓ, ૨૨ જેટલા વ્યાપ્તિલેખો અને ૮ અનૂદિત લેખોનો સમાવેશ થાય છે. આ ગ્રંથમાં ૧૭૯ લેખકોનો સહકાર મળ્યો છે.
આ ગ્રંથમાં યકૃત, યજમાન પ્રતિરક્ષા, રશિયા, રશિયન ભાષા અને સાહિત્ય, યિડિશ ભાષા અને સાહિત્ય, યુગોસ્લાવિયા, યોગેશ્વરજી, રાજસ્થાન, રત્નો, રવિશંકર મહારાજ, રમણ મહર્ષિ, રવિશંકર પંડિત, રહસ્યવાદ, રંગદર્શિતાવાદ, રૂપદર્શિતાવાદ, યર્કિસ ઑબ્ઝર્વેટરી, યંગ ઇન્ડિયા, યંત્રવાદ, યોગ, યોગશિક્ષણ, યુંગ કાર્લ, યુરોપ, યહૂદી ધર્મ, રાજ્યશાસ્ત્ર, રાજ્યવહીવટ, રાષ્ટ્રીય અને રાજ્ય ધોરી માર્ગ, રાસાયણિક સંશ્લેષણ, રાસાયણિક સંદીપ્તિ, રંગનાથન, શિયાટલી રામામૃતમ, રમતનો સિદ્ધાંત, રામ, રામાયણ, રામચરિતમાનસ, રામકૃષ્ણ પરમહંસ, રાજચંદ્ર શ્રીમદ્, રગ્બી, રાજકોટ, રજકો, રાઈ, રણ, રાશિચક્ર, રાષ્ટ્રધ્વજ, રાષ્ટ્રગીત, રાજા રામમોહન રાય, રાષ્ટ્રીય ગ્રંથાલય, રાસાયણિક યુદ્ધ, રાધનપુર, રસેલ બટ્રૉન્ડ, રાગિણી, રેખા, રાઠોડ અરવિંદ, રાવલ જનાર્દન, રાંદેરિયા મધુકર, રામચરણ, રવિભાણ સંપ્રદાય, રામદાસ સ્વામી, રાસ્પબેરી, રણજિતરામ સુવર્ણચંદ્રક, રાજ્ય રમતોત્સવ, રાષ્ટ્રીય રમતોત્સવ વગેરે.
ગુજરાતી વિશ્વકોશનો ૧૭મો ખંડ ૨૦૦૩માં વિમોચન પામ્યો. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ આ ગ્રંથનું વિમોચન કર્યું. આ ગ્રંથ ભારતીય તત્ત્વજ્ઞાનના ઊંડા અભ્યાસી પૂજ્યશ્રી યોગેશ્વરજીને સાદર સમર્પિત થયો છે.
વિમોચન તારીખ | ૨૬-૦૪-૨૦૦૩ |
---|---|
વિમોચન કર્તા | શ્રી નરેન્દ્ર મોદી |
પ્રમુખ | શ્રી નરેન્દ્ર મોદી |
અતિથિવિશેષ | ડૉ.બકુલ ધોળકિયા |
ગ્રંથ અર્પણ | પૂ.શ્રી યોગેશ્વરજી |
ગ્રંથ ૧૮
વિશ્વકોશ શ્રેણીનો ૧૮મો ખંડ ‘રિકાર્ડો ડૅવિડ’થી ‘લૂસ કલેર બૂથ’ સુધીનો છે. તેમાં માનવવિદ્યાનાં ૪૦૦, વિજ્ઞાનનાં ૩૨૫ અને સમાજવિદ્યાનાં ૩૭૫ અધિકરણો મળીને કુલ ૧૧૦૦ અધિકરણો થાય છે. તેની શબ્દસંખ્યા સાડા ચાર લાખથી અધિક છે. આ ગ્રંથમાં ૪૪૩ લઘુચરિત્રો, ૪૫૦ જેટલાં ચિત્રો-આકૃતિઓ, ૨૮ વ્યાપ્તિલેખો અને ૫ અનૂદિત લેખો છે. આ ગ્રંથ માટે આશરે ૧૪૯ લેખકોનો સહકાર મળ્યો છે.
આ ગ્રંથમાં રિચર્ડ્ ઝ વિવિયન, રિઝર્વ બૅન્ક ઑવ્ ઇન્ડિયા, રિટ અરજી, રિડકશન-ઑક્સિડેશન, રિબેરો, રિમાન્ડ હોમ, રિમ્સ્કી કોર્સાકોવ, રિલ્કે, રિવેન્જ ટ્રેજેડી, રૉ, રીજ્યોનલ રિસર્ચ લૅબોરેટરીઓ, રીડર્સ ડાયજેસ્ટ, રીતિકાલ, રીમ્સ કથીડ્રલ, રીંછ, રુઝિસ્કા લિયોપાલ્ડ, રુદ્ર ભટ્ટ, રુબાઈ, રુમાનિયા, રૂખડો, રૂઝપ્રક્રિયા, ફ્રેંકલીન રૂઝવેલ્ટ, રૂપકષટ્ક, રૂપ ગોસ્વામી, રૂપમતીની મસ્જિદ, રસેલ આલ્બર્ટ, રુસો, રુસ્કા, રેઇકી, રેખાચિત્ર, રેખા દેઉલ, રેડક્રોસ, રેડફિલ્ડ રૉબર્ટ, રેડિયો-ઍક્ટિવ કાલગણના, રેડિયો ટેલિસ્કોપ, રેડપ્પા નાયડુ મોરી, રેડૉક્સ સૂચકો, ડી.એલ.એન. રેડ્ડી, રવીન્દર રેડ્ડી, રેણુ ફણીશ્વરનાથ, રેતી, રેતીના ઢૂવા, રેનેસાંસ કલા, રેમ્વાં ઝયાં, રેલવે, રેસા અને રેસાવાળા પાકો, રૈબાં એ. એ., રૈદાસ, એન. કે. રૈના, રૉઇટર, રૉકિઝ પર્વતમાળા, રોપ-વે, રોબિન્સ લિયોનલ, બિધાનચંદ્ર રૉય, એમ. એન. રૉય, રોરિક નિકોલસ, રતુદાન રોહડિયા, લકવો, લક્ષદ્વીપ ટાપુઓ, આર. કે. લક્ષ્મણ, લક્ષ્મણરાવ કે. વ્યંકટ, લક્ષ્મીનારાયણ સ્વામી, લક્ષ્મીબાઈ, લક્ષ્મીશંકર, લક્ષ્ય, લઘુતાગ્રંથિ, લઘુનવલ, લઠ્ઠો, લ. બ્રૂ. ચાર્લ્ર્સ, લમેત્ર જ્યૉર્જ, લયલા મજનૂ, લલનપિયા, લલ્લુલાલજી, લવણભાસ્કર, લવિંગ, લસણ, ચિત્તરંજન લહા, લંડન. લંડન જૅક, લાઓસ, લાઓત્સે, લાકડાવાલા, કુમુદિની લાખિયા, લાખાજીરાજ, લિગન્ના કનિપકમ, લિઝત ફેરેંક, લિટ્મસ, લિથિયમ, લિયુ શાઓ ચી, લિયોનાર્દો દ વિન્ચી વગેરે.
૨૦૦૪ માં ગુજરાતી વિશ્વકોશના ૧૮મા ખંડનું વિમોચન થયું. શ્રી બિહારીલાલ કનૈયાલાલે આ ગ્રંથનું વિમોચન કર્યું અને આ ગ્રંથ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયના માલિકબંધુઓ શ્રી શંભુભાઈ અને શ્રી ગોવિંદભાઈને તેમની પુણ્યસ્મૃતિમાં સાદર સમર્પિત કરેલો છે.
વિમોચન તારીખ | ૩૧-૦૧-૨૦૦૪ |
---|---|
વિમોચન કર્તા | શ્રી બિહારીલાલ કનૈયાલાલ |
પ્રમુખ | શ્રી બિહારીલાલ કનૈયાલાલ |
અતિથિવિશેષ | શ્રી પ્રવીણ કે.લહેરી |
ગ્રંથ અર્પણ | ગૂર્જર શંભુભાઈ અને ગોવિંદભાઈ |
ગ્રંથ ૧૯
ગુજરાતી વિશ્વકોશ શ્રેણીના ૧૯મા ખંડમાં ‘લેઇસ વિંગ બગ’થી ‘વાંસદા’ સુધીનાં કુલ ૮૩૭ અધિકરણોનો સમાવેશ થયો છે. તેમાં માનવવિદ્યાનાં ૩૩૦, ૨૭૩ વિજ્ઞાનનાં અને ૨૩૪ સમાજવિદ્યાનાં અધિકરણો છે. આ ગ્રંથની શબ્દસંખ્યા સાડા પાંચ લાખથી અધિક થવા જાય છે. આ ગ્રંથમાં ૩૨૯ લઘુચરિત્રો છે, ૪૫૦ જેટલાં ચિત્રો-આકૃતિઓ છે, ૩૫ વ્યાપ્તિલેખો છે અને ૧૧ અનૂદિત લેખો છે. આ ગ્રંથ માટે ૧૭૭ લેખકોનો સહકાર પ્રાપ્ત થયો છે.
આ ગ્રંથમાં લૅક્ટિક ઍસિડ, લેખન-સામગ્રી, લૅટિન અમેરિકા, લૅટિસ ગણિતશાસ્ત્ર, લેનિન સ્ટેટ, લાઇબ્રેરી મોસ્કો, લેનિનગ્રાડ, લેન્સ, લેબેનોન, લેમિત્રે જ્યૉર્જ, લેઝર, લૅંગરહાન્સ કોષ દ્વીપો, લોઅર ડેપ્થ્સ, લોકકલા, લોક, લોકતત્ત્વ અને લોકવિદ્યા, લોકશાહી, લોકસભા,લોથલ, લોરિયા-નંદનગઢ, લૉસ ઍન્જલસ, રામમનોહર લોહિયા, લૉન્જાય, લોહીનું દબાણ, લ્યુથર માર્ટિન, લ્હાસા, વચનામૃત, વજન અને માપપ્રણાલી, વડ,વર્ણકો, વક્રો, વલભી વિદ્યાપીઠ, વરસાદ, વર્ષાઋતુ, વલી ગુજરાતી, વલ્લભાચાર્યજી, વલ્લભવિદ્યાનગર, વસ્તી, વાક્ અને તેના વિકારો, વાઘેલા શંકરસિંહ, વાઙ્ મયસૂચિ, વાણિજ્ય, વાયદા બજાર પંચ, વાયરિંગ, અને તેની સાધનસામગ્રી, વારસો, વહીવટી કાયદો, વહાણવટા ઉદ્યોગ, વાસ્તુશાસ્ત્ર, વર્ણાશ્રમ, વલ્લથોળ નારાયણ મેનન, વર્લ્ડ મીટિઅરોલૉજિકલ ઑર્ગેનિઝેશન, મહાદેવી વર્મા, વર્ણલેખન, વડોદરા, લોહ ઉદ્યોગ, લૉન ટેનિસ વગેરે.
ઓગણીસમો ગ્રંથ ડૉ. પી. સી. વૈદ્યના હસ્તે ૨૦૦૫માં વિમોચન પામ્યો. આ ગ્રંથ ગુજરાતના સમર્થ સાહિત્યકાર શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશીને સાદર સમર્પિત થયો છે.
વિમોચન તારીખ | ૨૨-૦૧-૨૦૦૫ |
---|---|
વિમોચન કર્તા | ડૉ.પી.સી.વૈદ્ય |
પ્રમુખ | ડૉ.પી.સી.વૈદ્ય |
અતિથિવિશેષ | શ્રી મંગળદાસ પટેલ |
ગ્રંથ અર્પણ | શ્રી કનૈયાલાલ મુનશી |
ગ્રંથ ૨૦
ગુજરાતી વિશ્વકોશ શ્રેણીના ૨૦મા ખંડમાં ‘વિકરી વિલિયમ’થી ‘વૈંપટિ ચિન્ન સત્યમ્’ સુધીનાં અધિકરણો છે. તેની સંખ્યા આશરે ૭૨૦ જેટલી થાય છે. આમાંથી ૨૭૬ માનવવિદ્યાનાં, ૨૪૧ વિજ્ઞાનનાં અને ૨૦૩ સમાજવિદ્યાનાં અધિકરણો છે. આ ગ્રંથની શબ્દસંખ્યા સાડા પાંચ લાખથી અધિક થવા જાય છે. ૨૮૯ લઘુચરિત્રો, ૪૦૦ ચિત્રો-આકૃતિઓ, ૨૫ વ્યાપ્તિલેખો અને ૧૧ અનૂદિત લેખો છે. આ ગ્રંથ માટે ૧૫૫ લેખકોનો સહકાર પ્રાપ્ત થયો છે.
આ ગ્રંથમાં ૨૦મા ખંડમાં વિવિધ ભાત પાડતાં અધિકરણો છે. વિકલ સમીકરણો, વિકાસ, વિકિરણ જૈવશાસ્ત્ર, વિકિરણ રસાયણ, વિયેના, વિશ્લેષણ, વિષ, વિષ અને વિષાક્તતા, વિજ્ઞાનનું તત્ત્વજ્ઞાન, વિજ્ઞાન અને ટૅકનૉલૉજી, વિમાન અને વિમાનવિદ્યા, વિલિયમ ઑવ્ ઑખામ, વૈષ્ણવ દર્શન, વૈષ્ણવ ધર્મ, વિકૃત ખડકો, વિકૃતિ, વિકટોરિયા, વિક્રમ સારાભાઈ, વિશ્વેશ્વરૈયા મોક્ષગુંડમ્, વેલ્ડિંગ, વિખંડન, વિખંડન બૉમ્બ, વિદ્યુત, વિદ્યુત મોટર, વિદ્યુતવાહકતા, વિરલ મૃદ તત્ત્વો, વિશ્વયુદ્ધ, વિચારવાદ, વિચિત્રોતકી, વિસડન ટ્રૉફી, વિજ્ઞાનનીતિ, વિજ્ઞાનવિકાસ, વિજયરાઘવાચારી સી., વિદેશનીતિ, વિધેય, વિટ્ગેનસ્ટાઇન લુડ્ ,વિગઅને તેમનું તત્ત્વચિંતન, વિદ્યાનાથ, વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ, વૈધિક શિક્ષણ, વિનસ, વિધાન-પરિષદ, વિધાનસભા, વિરૂપાક્ષનું મંદિર, પટ્ટાકક્કલ, વિયેટનામ, વિલ્સન વુડ્રો (થૉમસ), વિલ્સનનો રોગ, વિલિયમ, વૈદ્ય અરવિંદ, વૈદ્ય ગોવિંદપ્રસાદ, વિશિષ્ટ દાદનો કાયદો, વિશિષ્ટ કાર્યદળ, વિશ્વનાથ પ્રતાપસિંગ, વિષુવવૃત્ત, વિહાર, વિષાણુ, વિશ્વ હિંદુ પરિષદ, વીમો, વીમા વળતર, વીરમગામ, વીરમગામ-સત્યાગ્રહ, વિષ્ણુ, વિષ્ણુસહસ્રનામ, વિસ્ફોટ અને મહાવિસ્ફોટ, વીથ પરિવાર, વેઇટ-લિફ્ટિંગ, વેઇટિંગ ફૉર ગોદો, વેદ, વેતન, વેનિસ, વેલ્સ એચ. જી., વેવિશાળ, વૈદિક સાહિત્ય, વેંગસરકર દિલીપ, વેંકટરામન આર., વેસ્ટ ડબ્લ્યૂં., વૈદ્ય પી. સી., વૈદ્ય ચિંતામણ, વૈદ્ય એ. એસ. જનરલ, વૈયાકરણભૂષણ, વૈશાલી જિલ્લો, વૈંપટિ ચિન્ન સત્યમ્ વગેરે.
ગુજરાતી વિશ્વકોશનો ૨૦મો ખંડ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની સ્થાપના કરનાર, આધુનિક વિસનગરના શિલ્પી સ્વ. શ્રી સાંકળચંદ કાળીદાસ પટેલને સાદર સમર્પિત થયો છે.
વિમોચન તારીખ | ૩૦-૦૯-૨૦૦૫ |
---|---|
વિમોચન કર્તા | પૂ.શ્રી મોરારિ બાપુ |
પ્રમુખ | પૂ.શ્રી મોરારિ બાપુ |
અતિથિવિશેષ | શ્રી દાઉદભાઈ ઘાંચી |
ગ્રંથ અર્પણ | શ્રી સાંકળચંદ પટેલ |
ગ્રંથ ૨૧
વિશ્વકોશના ૨૧મા ખંડમાં ‘વૉ. ઈવેલિન’ થી ‘ષષ્ઠી ઉપક્રમ’ સુધીના લેખો છે. તેમાં માનવવિદ્યાનાં ૪૮૯, વિજ્ઞાનનાં ૧૯૨ અને સમાજવિદ્યાનાં ૨૬૫ અધિકરણો છે. આમ કુલ ૯૪૬ અધિકરણો થાય છે. આ ગ્રંથની શબ્દસંખ્યા સાડા પાંચ લાખથી અધિક થવા જાય છે, ૫૨૦ લઘુચરિત્રો, ૪૦૦ જેટલાં ચિત્રો-આકૃતિઓ, ૧૫ વ્યાપ્તિલેખો અને ૫ અનૂદિત લેખો છે. ૨૦૮ લેખકોના સહયોગથી આ ગ્રંથ તૈયાર થયો છે.
આ ગ્રંથમાં વૉ ઈવેલિન, વૉટરગેટ કૌભાંડો વૉટસન, મ્યુઝિયમ, વોયેજર અન્વેષણયાન શ્રેણી, વૉલીબૉલ, વૉલ્તેર, વૉલ્વૉકેલ્સ, વૉશિંગ્ટન જ્યૉર્જ, વૌઠા, વ્યક્તિગત સત્યાગ્રહ, વ્યક્તિત્વ, વ્યવસ્થા-વિશ્લેષણ, વ્યાયામ, વ્યાસ જયનારાયણ, વ્યુત્પત્તિવિચાર (૧૯૭૫) , શકુનિ, શકુનશાસ્ત્ર, શક પહલવ સિક્કાઓ, શબ્દસૃષ્ટિ, શત્રુંજય (શેત્રુંજો) , શતરંજ કે ખિલાડી, શન ખ્વો, શક્તિ, શક્તિ-પરિવર્તકો, શમશાદ બેગમ, શરીરરચના (પશુ), શર્મા ભગવતીકુમાર, શર્મા રાધેશ્યામ, શર્મા રાકેશ, શર્મા શિવકુમાર, શર્મિષ્ઠા, શવપરીક્ષણ, શલ્ય અને શાલાક્યતંત્ર, શહેર, શંખપુષ્પી (શંખાવલી), શંભુ મહારાજ, શાકભાજીના પાકો, શાતકર્ણિ, શામળાજી, શાસ્ત્રી કે. કા., શાસ્ત્રી લાલબહાદુર, શાસ્ત્રી રવિ, શાસ્ત્રી હરિપ્રસાદ, શાહજહાં, શાહ હકુ, શાળા, શાંતિસંશોધન, શાંક્વજ, શાંકવો, શિકાગો, શિક્ષણ, શિક્ષાપત્રી. શિન્તો ધર્મ, શિલાધાર ઇજનેરી, શિલ્પશાસ્ત્ર, શિવસેના, શિવાજી, શિવામ્બુ ચિકિત્સા, શીખ ધર્મ, શુક્લ યશવંત, શૂન્ય, શેક્સપિયર, શેખ ગુલામમોહમ્મદ, શેરગીલ અમૃતા, શેરડી, શૅરબજાર, શૈથિલ્ય, શૈલી, શૈવદર્શન, શોષણ, શૌચાલય, શૌરી અરુણ, શ્રદ્ધા, શ્રાદ્ધ, શ્રી ૪૨૦, શ્રીનગર, શ્રીનાથજી, શ્રીલંકા, શ્વસન, શ્વાસ, ષડ્દર્શન, ષડ્ભાષાચંદ્રિકા વગેરે.
૨૧મો ખંડ શ્રી રમણીકભાઈ મહેતા અને શ્રીમતી સુશીલાબહેન મહેતાની પુણ્યસ્મૃતિમાં તેમને સાદર સમર્પિત કર્યો છે. મુંબઈમાં આ ગ્રંથનું વિમોચન ૨૦૦૬માં શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થયું હતું..૨૦૦૫માં સંત શ્રી મોરારિબાપુના હસ્તે આ ખંડનું વિમોચન થયું હતું.
વિમોચન તારીખ | ૨૯-૦૪-૨૦૦૬ |
---|---|
વિમોચન કર્તા | શ્રી નરેન્દ્ર મોદી |
પ્રમુખ | શ્રી ધીરુબહેન પટેલ |
અતિથિવિશેષ | શ્રી અરુણ મહેતા |
ગ્રંથ અર્પણ | શ્રી રમણીકલાલ મહેતા અને શ્રીમતી સુશીલાબહેન મહેતા |
ગ્રંથ ૨૨
વિશ્વકોશ શ્રેણીનો ૨૨મો ખંડ ‘સઆદત યારખાન’થી ‘સાગ’ સુધીનો છે. આ ખંડનાં કુલ અધિકરણોની સંખ્યા ૬૭૦ જેટલી થાય છે. તેમાં ૨૨૫ માનવવિદ્યાનાં, ૨૪૩ વિજ્ઞાનનાં અને ૨૦૨ સમાજવિદ્યાનાં અધિકરણો છે. સાડા પાંચ લાખથી અધિક શબ્દસંખ્યા આ ગ્રંથની છે. આ ગ્રંથમાં ૧૫૭ લઘુચરિત્રો, ૩૫૦ જેટલાં ચિત્રો-આકૃતિઓ, ૨૫ વ્યાપ્તિલેખો અને ૨ અનૂદિત લેખો છે. ૧૭૯ લેખકોનો સહકાર આ ગ્રંથમાં મળ્યો છે.
૨૨મા ખંડમાં વિવિધ રસનાં અધિકરણો છે; જેમ કે સઆદત યારખાન, સક્રિય જથ્થાનો નિયમ, સંલક્ષણ, સગર્ભાવસ્થાનું અતિવમન, સખી સંપ્રદાય, સચિવાલય, સંસદ (ભારતીય), સરકાર, સાઉદી અરેબિયા, સમુદ્ર, સરસ્વતી, સંપ્રદાય, સત્ય, સંસ્કૃતિ, સંશોધન, સંદેશાવ્યવહાર, સંખ્યાઓ, સપ્તસિંધુ, સંવત, સંગીતકલા, સબમરીન, સંસ્કૃત ભાષા અને સાહિત્ય, સદ્ વિચાર પરિવાર, સંમોહન, સફરજન, સબુજ સાહિત્ય, સમન્સ, સંપત્તિ, સમાજશાસ્ત્ર, સમુદ્રકંપ (સુનામી), સમુદ્રફળ, સમૂહ-માધ્યમો, સમૂળી ક્રાતિ, સરકાર જદુનાથ, સયાજીવિજય, સરગવો, સરદાર સરોવર યોજના, સરમુખત્યારશાહી, સરસ્વતીચંદ્ર, સરોવરો, સર્વેશ્વરવાદ, સર્વાસ્તિવાદ, સલ્ફર, સલામતી ઉદ્યોગ, સવિતાદેવી, સમર્થ શોભના, સહદેવ, સંગીતવાદ્યોનું શાસ્ત્ર, સંગ્રહણી, સંઘવી નગીનદાસ, સંધિ, સંધિશોથ, સંબંધો (નવ્ય ન્યાય), સંપાદનપ્રવૃત્તિ, સંબલપુર, સંયુક્ત આરબ અમીરાત, સંરચનાવાદ, સંવેદના અને સંવેદનાગ્રાહી અંગો, સંસાર વગેરે.
૨૨મો ખંડ શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્યને સાદર સમર્પિત કર્યો છે. આ ગ્રંથનું વિમોચન કોલકાતા ખાતે તુલનાત્મક સાહિત્યના અભ્યાસી પ્રો. સપન મજુમદારે ૨૦૦૭માં કર્યું હતું.
વિમોચન તારીખ | ૨૧-૦૧-૨૦૦૭ |
---|---|
વિમોચન કર્તા | શ્રી સપન મજુમદાર |
પ્રમુખ | શ્રી નવનીતભાઈ શાહ |
અતિથિવિશેષ | |
ગ્રંથ અર્પણ | શ્રી સી.કે.મહેતા |
ગ્રંથ ૨૩
વિશ્વકોશના ૨૩મા ખંડમાં ‘સાગર’થી ‘સૈરંધ્રી’ સુધીનાં ૧૦૮૫ અધિકરણો સમાવાયેલાં છે. તેમાં માનવવિદ્યાનાં ૪૩૨, વિજ્ઞાનનાં ૨૭૫ અને સમાજવિદ્યાનાં ૩૭૮ અધિકરણો છે. આ ગ્રંથની શબ્દસંખ્યા સાત લાખથી અધિક થવા જાય છે. આ ગ્રંથમાં ૩૯૩ લઘુચરિત્રો છે, ૫૫૦ જેટલાં ચિત્રો-આકૃતિઓ છે, ૨૬ વ્યાપ્તિલેખો અને ૮ અનૂદિત લેખો છે. ૧૮૮ લેખકોનો સહકાર આ ગ્રંથમાં મળ્યો છે.
૨૩મા ખંડમાં વિવિધ વિષયનાં અધિકરણો છે; જેમ કે સાગર રામાનંદ, સાગરા પિરાજી, સાચર ભીમસેન, સાટા પદ્ધતિ, સાત પગલાં આકાશમાં, સાતવાહન વંશ, સાધનવાદ, સાનફ્રાન્સિસ્કો, સાને ગુરુજી, સાન્તાયન જ્યૉર્જ, સાપ, સાપુતારા, સાબરમતી, સાબાટિની ગૅબ્રિયેલા, સાબુ, સામયિકો, સામગાન અને તેના પ્રકાર, સામવેદ, સામંત દત્તા, સામાન્ય વીમો, સામ્યવાદ, સમ્રાજ્યવાદ, સાયટોકાઇનિન, સાયમન કમિશન, સારગોન રાજાઓ, સારણગાંઠ, સારનાથ, સારંગપુરની મસ્જિદ, સાર્ક, સાર્ત્ર જ્યાઁ પોલ, સાલ, સાલારજંગ મ્યુઝિયમ, સાલિમ અલી, (ડૉ.) સાવરકર વિનાયક દામોદર, સાવિત્રી, સાહચર્યવાદ, સાહિત્ય, સાહિત્યવિવેચન; સાહિબ, બીબી ઔર ગુલામ, સાંઈબાબા, સાંકેતિક ભાષા અને લિપિ, સાંખ્યદર્શન, સાંજી (સાંઝી), સાંધા, સિક્કાશાસ્ત્ર, સિક્કિમ, સિતારાદેવી, સિમલા કરાર, સિયામી જોડકાં, સિંચાઈ ઇજનેરી, સિંગાપોર, સીતાફળ, સુખવાદ, સુશોભન, કલા, સૂકી ખેતી, સૂર્યમંદિરો, સૂર્યપ્રણાલીમાંનાં તત્ત્વો, મૃણાલ સેન, અમર્ત્ય સેન, પ્રફુલ્લચંદ્ર સેન, સૅન્ટ ઝેવિયર્સ કૉલેજ, સૅન્ડવિચ સંયોજનો, સેવા, સેવાઉદ્યોગ, સૈરંધ્રી વગેરે.
ગુજરાતી વિશ્વકોશનો ૨૩મો ખંડ પૂજ્ય આચાર્યશ્રી વિજયહેમચંદ્રસૂરીશ્વરજી મહારાજને સાદર સમર્પિત કર્યો છે. આ ગ્રંથનું વિમોચન હિન્દી સાહિત્યના લેખક ડૉ. નામવરસિંહજીના હસ્તે ૨૦૦૮માં થયું હતું.
વિમોચન તારીખ | ૨૩-૦૨-૨૦૦૮ |
---|---|
વિમોચન કર્તા | ડૉ.નામવરસિંહજી |
પ્રમુખ | ડૉ.પ્રદીપ ખાંડવાલા |
અતિથિવિશેષ | ડૉ.ભોળાભાઈ પટેલ |
ગ્રંથ અર્પણ | શ્રી મૂકેશ દોશી |
ગ્રંથ ૨૪
વિશ્વકોશના ૨૪મા ખંડમાં ‘સોઇન્કા વોલ’થી ‘સ્વોબોડા લુડવિક’ સુધીનાં ૫૬૬ અધિકરણો સમાવાયેલાં છે. તેમાં માનવવિદ્યાનાં ૧૭૩, વિજ્ઞાનનાં ૨૩૨ અને સમાજવિદ્યાનાં ૧૬૧ અધિકરણો છે. આ ખંડમાં શબ્દસંખ્યા પાંચ લાખથી અધિક થવા જાય છે. આ ખંડમાં ૧૮૯ લઘુચરિત્રો, ૩૦૦ જેટલાં ચિત્રો-આકૃતિઓ છે. ૧૨ વ્યાપ્તિલેખો અને ૪ અનૂદિત લેખો છે. ૧૪૪ લેખકોનો સહકાર આ ગ્રંથમાં મળ્યો છે.
આ ગ્રંથમાં વિવિધ વિષયનાં અધિકરણો છે, જેમકે સોમનાથ, સૌરાષ્ટ્ર, સ્થાપત્યકલા, સ્કેન્ડિનેવિયા, સ્તૂપ, સ્વિટ્ઝર્લૅંન્ડ, સોપાનો બાળવિકાસનાં, સ્થિરાંત્રશોથ, સ્પેન, સ્વરપેટી, સ્પર્શવેદના, સ્ત્રીજીવન (સામયિક), સ્ત્રીબોધ, સૌરાષ્ટ્રદર્પણ, સૌરાષ્ટ્ર સમાચાર, સૌરાષ્ટ્ર ફિલ્મકંપની, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, સૌંદર્યપ્રસાધનો, સૌંદર્યશાસ્ત્ર, સૌંદર્યવાદ, સ્મૃતિ અને સ્મૃતિલોપ, સ્વપ્નવિદ્યા, સ્વામીનારાયણ સંપ્રદાય, સ્વામી વિરજાનંદ, સ્વામી સચ્ચિદાનંદ, સ્કન્દપુરાણ, સૉક્રેટિસ, સોફિસ્ટ ચિંતકો, સોફોક્લિસ, સ્પિનોઝા બેનેડિક્ટ, સોન્ગ્રામ પિબુન, સ્નેહરશ્મિ, સ્વર્ણલતા, સોયનું નાકું, સોરઠ તારાં વહેતાં પાણી, સ્નાયુતંત્ર, સ્વરપેટી, સ્ફીરાન્થસ, સ્ફેનોપ્સીડા, સ્ટકર્યુલીઆ, સોપારી, સોમલતા, સોયાબીન, સોલંકીયુગ, સ્વરાજ, સ્વરાજ્ય પક્ષ, સોગંદનામું, સ્વપીડન, સ્વાતંત્ર્યદેવીનુંપૂતળું, સૉંધબી લિલામઘર, સોરોખૈબામ લલિતસિંઘ, સોલંકી વૃંદાવન, સોલોમન ઍસ્તેર, સોલ્ઝેનિત્સીન, સૌર તિથિપત્ર, સ્પેક્ટ્રમ, સ્પેક્ટ્રૉસ્કોપી, સોડિયમ અને તેને લગતા લેખો વગેરે.
ગુજરાતી વિશ્વકોશનો ચોવીસમો ખંડ આચાર્યશ્રી વિજયપ્રદ્યુમ્નસૂરીશ્વરજી મહારાજને સાદર સમર્પિત કર્યો છે. આ ગ્રંથનું વિમોચન જાણીતા શિક્ષણવિદ શ્રી કિરીટભાઇ જોશીના હસ્તે ૨૦૦૯માં થયું હતું.
વિમોચન તારીખ | ૨૪-૦૧-૨૦૦૯ |
---|---|
વિમોચન કર્તા | શ્રી કિરીટભાઈ જોષી |
પ્રમુખ | ડૉ.અનિલ ગુપ્તા |
અતિથિવિશેષ | - |
ગ્રંથ અર્પણ | શ્રી મૂકેશ દોશી |
ગ્રંથ ૨૫
ગુજરાત વિશ્વકોશ શ્રેણીના ૨૫મા ખંડમાં ‘હક, ઝિયા-ઉલ‘થી ‘હવાંગ‘ સુધીનાં અધિકરણો છે. એ ગ્રંથના લેખોની સંખ્યા ૭૪૫ થાય છે. જેમાં ૨૦૫ માનવવિદ્યાનાં, ૨૬૮ વિજ્ઞાનનાં અને ૨૭૪ સમાજવિદ્યાનાં અધિકરણો છે. આ ગ્રંથની શબ્દસંખ્યા છ લાખ જેટલી થવા જાય છે. ૩૪૮ લઘુ-ચરિત્રો, ૫૦૦ ચિત્રો-આકૃતિઓ, ૧૨ વ્યાપ્તિલેખો, અને ૮ અનૂદિત લેખો છે. આ ગ્રંથમાં ૧૩૬ લેખકોનો સહકાર પ્રાપ્ત થયો છે.
આ ગ્રંથમાં વિવિધ રસ અને રુચિને પોષે તેવાં અધિકરણો છે. હક ઝિયા-ઉલ, હકીકત, હજ, હજારી ગલગોટા, હજારે અણ્ણા, હઝારિકા ભૂપેન, હટન લેન, હઠયોગ, હડતાળ, હડપ્પા, હતાશા, હથોડી, હનુમાન, હન્ટર કમિશન, હમીરપુર, હમ્પી, હમ્મુરબી, હરકુંવર શેઠાણી, હરડે, હરદ્વાર, હરાજી, હરિકેન, હરિજનપત્રો, હરિદાસ સ્વામી, હરિપુરા, કૉંગ્રેસ અધિવેશન, હરિયાળી ક્રાંતિ, હરિઃૐ આશ્રમ, હરેરામ હરેકૃષ્ણ સંપ્રદાય, હળપતિ, હંગલ ગંગુબાઈ, હંગેરી, હાઈકુ, હાઇડ્રોજન અને તેને લગતા લેખો, હાથ બોમ્બ , હાથી, હિમાલય, હિરણ્યગર્ભ, હેગડે રામકૃષ્ણ, હેબતુલ્લા નજમા, હોન્ડુરાસ, હેમચંદ્રાચાર્ય, હિબ્રુભાષા અને સાહિત્ય, હિંદી ભાષા અને સાહિત્ય, હૉલિવુડ, હોલોગ્રાફી, હૉસ્પિટલ ફાર્મસી, હેલોજન અને તેને લગતા લેખો, હેમામાલિની, હેમંતકુમાર, હૉકી અને આઇસહૉકી, હેત્વભાસો, હૅનોઈ હૂણ, હૂંડિયામણ વિદેશી, હીરા અને હીરાઉદ્યોગ, હુ ચિંતાઓ વગેરે.
ગુજરાતી વિશ્વકોશનો ૨૫મો ગ્રંથ અંગ્રેજી સાહિત્ય, સમાજશાસ્ત્ર અને ગ્રંથાલય વિજ્ઞાનમાં અનુસ્નાતકની પદવીઓ મેળવીને નિવૃત્તિકાળ સુધી જૂનાગઢ કેમ્પસમાં આવેલ કૃષિ યુનિવર્સિટીમાં મદદનીશ ગ્રંથપાલ તરીકે તેમજ ગુજરાત ગ્રંથાલય સેવાસંઘના પ્રમુખ તરીકે સેવા આપનાર શ્રી કાન્તિભાઈ ઠાકરને અર્પણ કર્યો છે. ૨૦૦૯માં સંત શ્રી મોરારિબાપુના હસ્તે આ ગ્રંથનું વિમોચન થયું હતું.
વિમોચન તારીખ | ૧૫-૧૨-૨૦૦૯ |
---|---|
વિમોચન કર્તા | શ્રી નરેન્દ્ર મોદી |
પ્રમુખ | શ્રી નરેન્દ્ર મોદી |
અતિથિવિશેષ | શ્રી ગુણવંત શાહ |
ગ્રંથ અર્પણ | શ્રી કાન્તિ ઠાકર |