ટેલિફોન
-
-
ઈમેલ:
vishvakoshad1@gmail.com
-
સંપર્ક કરો
અમદાવાદ. ભારત
ટેલિફોન
ઈમેલ:
સંપર્ક કરો
જ. ૨૮ જાન્યુઆરી, ૧૮૯૯ અ. ૧૫ મે, ૧૯૯૩ સ્વતંત્ર ભારતના લશ્કરના પ્રથમ સરસેનાપતિ કે. એમ. કરીઅપ્પાનો જન્મ કૂર્ગ(કર્ણાટક)માં થયો હતો. શરૂઆતનું શિક્ષણ મરકારા તથા મદ્રાસ (ચેન્નાઈ) ખાતે લીધું હતું. ઇન્દોરની ડૅલી કૉલેજમાં ઉચ્ચશિક્ષણ માટે પ્રવેશ મેળવ્યો. ત્યાંથી ભારતીય લશ્કરમાં સેકન્ડ લેફ્ટનન્ટ તરીકે ભરતી થયા. ૧૯૨૦-૨૧માં ઇરાક ખાતે, ૧૯૨૨-૨૫ તથા ૧૯૨૮-૩૦માં વાયવ્ય સરહદ પ્રાંતમાં તેમણે કામગીરી […]
દ્વિદળી વર્ગમાં આવેલી ગુલાબના કુળની, મીઠાં ફળો આપતી વનસ્પતિ. સફરજનનાં વૃક્ષો યુરોપ, યુ.એસ.એ., જાપાન, ઑસ્ટ્રેલિયા તથા એશિયાના ઠંડા પહાડી પ્રદેશોમાં ઊગે છે. તે સમશીતોષ્ણ પ્રદેશનાં ફળોમાં સૌથી મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ભારતમાં તે કાશ્મીર, જમ્મુ, હિમાચલપ્રદેશ, ઉત્તરપ્રદેશની ટેકરીઓ, અરુણાચલ, સિક્કિમ, નાગાલૅન્ડ, તમિળનાડુ તથા બૅંગાલુરુમાં વાવવામાં આવે છે. ભારતમાં અંદાજે ૨.૩૨ લાખ હૅક્ટર વિસ્તારમાં તેનું વાવેતર […]
જ. ૨૭ જાન્યુઆરી, ૧૯૦૧ અ. ૨૩ જુલાઈ, ૧૯૯૪ ભારતીય ભૂસ્તરશાસ્ત્ર તેમજ ભારતમાં ભૂસ્તરશાસ્ત્રના અધ્યયન અને અધ્યાપનમાં મોટો ફાળો આપનાર વિલિયમ ડિક્સન વેસ્ટનો જન્મ બોર્નમથ, ઇંગ્લૅન્ડમાં થયો હતો. તેમનો મોટા ભાગનો જીવનકાળ ભારતમાં જ વીતેલો. ડૉ. વેસ્ટે તેમનું શિક્ષણ ઇંગ્લૅન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી લીધેલું. ૧૯૨૦માં તેમણે નેચરલ સાયન્સની માનાર્હ પરીક્ષા પસાર કરેલી. ૧૯૨૨માં વિન્ચેસ્ટર પ્રાઇઝ અને હાર્નેસ […]