ટેલિફોન
-
-
ઈમેલ:
vishvakoshad1@gmail.com
-
સંપર્ક કરો
અમદાવાદ. ભારત
ટેલિફોન
ઈમેલ:
સંપર્ક કરો
સંતો નિસ્પૃહી સંત મથુરાદાસજી સમક્ષ આવીને એક ધનવાને નાણાંની થેલી મૂકી. ચરણમાં પડીને પ્રણામ કર્યા અને કહ્યું, ‘આપના આશીર્વાદનો ઉત્સુક છું. આપના જેવા સંતના આશીર્વાદ તો મારી સમૃદ્ધિને એકસો ગણી બનાવી દે તેવા છે. આપ મને અંતરથી આવા આશીર્વાદ આપો.’ સંત મથુરાદાસજીએ ધનવાન સામે જોયું અને કળી ગયા કે એની બનાવટી નમ્રતાની પાછળ ધનનો અહંકાર […]
જ. ૧૭ નવેમ્બર, ૧૮૯૪ અ. ૧૮ મે, ૧૯૫૮ આધુનિક વિશ્વમાં ભારતીય લઘુચિત્રકલા અંગેની સમજ તથા રસનો ફેલાવો કરનાર અભ્યાસી. રાજકોટમાં અને પછી મુંબઈમાં વિલ્સન કૉલેજમાં પ્રારંભિક શિક્ષણ લીધા પછી તેઓ કેમ્બ્રિજમાં જોડાયા અને ત્યાંથી અર્થશાસ્ત્રમાં ટ્રાઇપોસ મેળવ્યો. ૧૯૧૫માં તે ઇન્ડિયન સિવિલ સર્વિસમાં જોડાયા. અહીંથી ૧૯૪૪માં નિવૃત્ત થયા ત્યાં સુધી તેમણે હાલ ઉત્તરપ્રદેશ અને ઉત્તરાંચલ તરીકે […]
ભારતના પૂર્વ ભાગમાં આવેલા મેઘાલય રાજ્યનું પાટનગર. તે ૨૫ ૩૪´ ઉ. અ. અને ૯૧ ૫૩´ પૂ. રે. પર આવેલું છે. અગાઉ તે આસામ રાજ્યનું પાટનગર હતું. શિલોંગ ભારતનાં ઈશાની રાજ્યોમાં આવેલાં બધાં જ શહેરો પૈકી સૌથી મોટું શહેર છે. તેની રમણીયતાને લીધે શિલોંગ અને તેની આજુબાજુનો પ્રદેશ ‘સ્કૉટલૅન્ડ ઑવ્ ઈસ્ટ’ તરીકે પ્રખ્યાત બન્યો છે. રાજ્યના મધ્યપૂર્વ ભાગમાં […]