(The South Asian Association for Regional Co-operation –SAARC) ખાસ કરીને દક્ષિણ એશિયાના દેશો વચ્ચે પ્રાદેશિક સ્તરે એકબીજા વચ્ચે આર્થિક સહકાર વધતો અને વિકસતો રહે તે માટે સ્થપાયેલું પ્રાદેશિક સંગઠન. તેની સ્થાપના ડિસેમ્બર, ૧૯૮૩માં થઈ હતી. ત્યારે સભ્ય દેશોના વિદેશમંત્રીઓ દિલ્હી ખાતે મળ્યા હતા. શરૂઆતમાં તેમાં દક્ષિણ એશિયાના સાત દેશો જોડાયા હતા. પ્રારંભે નેપાળથી શ્રીલંકા સુધીના […]
જ. ૨૧ મે, ૧૯૪૫ અ. ૨૦ ઑગસ્ટ, ૨૦૨૪ પ્રસિદ્ધ સિતારવાદક મંજુબહેનનો જન્મ જયપુરના જાણીતા ભટ્ટ કુટુંબમાં થયો હતો. તેમના પિતાશ્રી મનમોહન ભટ્ટ અને માતા ચંદ્રકલા ભટ્ટ – બંનેને સંગીતનો ઘણો શોખ હતો. માતા-પિતાએ મંજુને સંગીત શીખવા માટે પ્રોત્સાહિત કર્યાં હતાં અને સંગીત શીખવા અલ્વર મોકલ્યાં હતાં. તેમના મોટા ભાઈ શશીમોહનજી પંડિત રવિશંકરના શિષ્ય હતા અને […]
આકાશમાં જામેલાં કાળાં ઘનઘોર વાદળોની જેમ મન પર નિરાશા છવાઈ ગઈ હોય, ત્યારે કરવું શું ? એક એવી ઉદાસીનતા જીવનમાં આવી ગઈ હોય કે અન્ય વ્યક્તિની ઉપસ્થિતિ જ અળખામણી બનતી હોય અને પોતાની જાત તરફ ભારોભાર અણગમો આવતો હોય, ત્યારે કરવું શું ? આવે સમયે વ્યક્તિ ડિપ્રેશનનો શિકાર બને છે. વર્તમાન જિંદગીની પરિસ્થિતિથી મોં ફેરવી […]