જાફરાબાદ

ગુજરાત રાજ્યમાં અમરેલી જિલ્લાનો મહાલ, તેનું મથક અને મધ્યમ કક્ષાનું બંદર. મહાલનું ક્ષેત્રફળ ૩૬૫.૬ ચોકિમી. અને વસ્તી ૯૦,૭૨૬ (૨૦૦૧) છે. અહીં ૫૨૪.૪ મિમી. વરસાદ પડે છે અને બાજરો, ઘઉં, કપાસ અને મગફળી મુખ્ય પાક છે. દરિયાકિનારાથી અંદરના ભાગમાં ચૂનાખડકોની ખાણો આવેલી છે. લોકોનો મુખ્ય ધંધો ખેતી અને મચ્છીમારી છે. વલસાડ જિલ્લાના માછીમારો ઑક્ટોબરથી જાન્યુઆરી સુધી […]

મોહમ્મદ રફી

જ. ૨૪ ડિસેમ્બર, ૧૯૨૪ અ. ૩૧ જુલાઈ, ૧૯૮૦ જાણીતા પાર્શ્વગાયક મોહમ્મદ રફીનો જન્મ પંજાબના અમૃતસર નજીક આવેલા કોટલા સુલતાન સિંઘ ગામમાં એક મુસ્લિમ જાટ પરિવારમાં થયો હતો. છ ભાઈઓના પરિવારમાં તેઓ સૌથી નાના હતા. તેમણે ગામના એક ફકીરની નકલ કરતાં કરતાં ગાવાનું શરૂ કર્યું હોવાથી લોકો તેમને ‘ફિકો’ના હુલામણા નામથી બોલાવતા હતા. રફીએ ઉસ્તાદ બડે […]

ટિકિટે એની ફરજ અદા કરી છે !

એમનું આખું નામ હતું શ્રી અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કર, પરંતુ દીન અને દુ:ખી, પીડિત અને દલિત તથા પછાત લોકોની સેવામાં જાત ઘસી નાખનાર તેઓને ‘ઠક્કરબાપા’ના હુલામણા નામથી સહુ કોઈ ઓળખતા હતા. એક વાર ઠક્કરબાપા ટપાલો જોઈ રહ્યા હતા. ટપાલોના ઢગલામાંથી એક એક કવર લઈ, તેમને ખોલીને વાંચતા હતા. એમની નજીક બેઠેલા અંતેવાસીની નજર એક કવર પર […]