જ. ૧૯ ફેબ્રુઆરી, ૧૮૯૯ અ. ૧૯ સપ્ટેમ્બર, ૧૯૬૫ ગુજરાત રાજ્યના બીજા મુખ્યમંત્રી, સ્વાતંત્ર્યસેનાની અને ભારતમાં પંચાયતી રાજના પિતામહ તરીકે જાણીતા બળવંતરાય ગોપાળજી મહેતાનો જન્મ ભાવનગરમાં થયો હતો. ભાવનગરની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં અભ્યાસ કરી ૧૯૧૬માં મૅટ્રિક થયા. ત્યારબાદ ૧૯૨૦માં મુંબઈ યુનિવર્સિટીની બી.એ.ની પરીક્ષા પાસ કરી, પરંતુ અસહકારની ચળવળ ચાલતી હોવાથી ડિગ્રી લીધી નહીં. તેઓ ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાઈને […]
જ. ૧૮ ફેબ્રુઆરી, ૧૯૨૫ અ. ૨૫ જાન્યુઆરી, ૨૦૧૯ જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત કરનારાં ખ્યાતનામ હિંદી સાહિત્યકાર. પ્રારંભિક શિક્ષણ દિલ્હી અને શિમલામાં લીધું. ત્યારબાદ લાહોરમાં ફતેહચંદ કૉલેજમાં અભ્યાસ કર્યા બાદ ભાગલા પડતાં તેઓ ભારત આવી ગયાં. બે વર્ષ સિરોહીના મહારાજાના પૌત્ર તેજસિંગને ત્યાં શિક્ષિકા તરીકે કાર્ય કર્યું. તેઓ મહાત્મા ગાંધી હિંદી યુનિવર્સિટી, વર્ધાનાં સભ્ય, નૅશનલ બુક ટ્રસ્ટનાં […]