આંધ્રપ્રદેશ તથા તેલંગણા રાજ્યનું પાટનગર. તે ૧૭° ૨૫´ ઉ. અ. અને ૭૮° ૩૦´ પૂ. રે.ની આજુબાજુનો ૫૬૨ ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તેની વસ્તી આશરે ૧,૧૨,૦૦,૦૦૦ (૨૦૨૫, આશરે) જેટલી છે. તે ભારતનું મહત્ત્વનું શહેર તથા વેપારનું કેન્દ્ર છે. હૈદરાબાદની આબોહવા પ્રમાણમાં ગરમ અને સૂકી રહે છે. શિયાળા મધ્યમ રહે છે. સરેરાશ વરસાદ લગભગ ૯૦૦ મિમી. […]
પોષણ માટે વનસ્પતિ પેશીઓ પર પૂર્ણપણે આધાર રાખનાર પ્રાણી. તૃણાહાર માટેનાં અનુકૂલનોમાં વાગોળનારાં (ruminant) પ્રાણીઓમાં ચતુષ્ખંડ જઠર; કૃન્તકો(rodent)માં સતત વૃદ્ધિ પામતા છેદક દાંત; ઢોર, ઘેટાં-બકરાં, અન્ય પશુઓ અને હાથીમાં ચૂર્ણ કરવા માટે વિશિષ્ટીકરણ પામેલી દાઢ; પાણીની ગોકળગાય અને ચૂષક મુખવાળા બિડાલ–મત્સ્ય(sucker mouthed catfish-Plecostomus)માં રેતન જીભ(rasping–tongue)નો સમાવેશ થાય છે. કેટલાંક તૃણાહારીઓ એકાહારી (monophagus) હોય છે, જે […]