જ. 7 ફેબ્રુઆરી, 1934 અ. 5 ફેબ્રુઆરી, 2010 હિન્દી તથા ભોજપુરી સિનેમાના અભિનેતા સુજીતકુમારનો જન્મ વારાણસીમાં સંપન્ન ખેડૂત પરિવારમાં થયો હતો. શાળાકીય શિક્ષણ વારાણસીમાં મેળવ્યા પછી વકીલાતના શિક્ષણ માટે પરદેશ ન જતાં વારાણસીમાં જ લેવાનું પસંદ કર્યું. કૉલેજના દિવસોમાં નાટકોમાં અભિનય કરતા રહ્યા. દરમિયાન ફિલ્મનિર્દેશક ફની મજુમદારની નજરમાં આવ્યા અને મુંબઈ આવી ફિલ્મજગતમાં નસીબ અજમાવવાનું […]
જ. 6 ફેબ્રુઆરી, 1915 અ. 11 ડિસેમ્બર, 1998 હિન્દી ફિલ્મોના ખ્યાતનામ ગીતકાર રામચંદ્ર દ્વિવેદીનો જન્મ ઉજજૈન જિલ્લાના બડનગરમાં થયો હતો. તેઓ કવિ ‘પ્રદીપ’ના નામથી ખ્યાતનામ છે. તેમના વડવાઓ મૂળ ઉત્તર ગુજરાતના, પરંતુ પ્લેગને કારણે સ્થળાંતર કરી મધ્યપ્રદેશમાં સ્થાયી થયા. તેમનું શાળેય શિક્ષણ ઇન્દોરમાં અને ઉચ્ચશિક્ષણ અલાહાબાદ અને લખનઉમાં થયું. ટીસર્ચ ટ્રેનિંગ કોર્સ કરીને શિક્ષક બન્યા. […]