પરમ કર્તવ્યને ક્યારેય યાદ કરે છે ખરો ?

આજે સમાજમાં માણસ બીજાના પર જવાબદારીનો ટોપલો ઓઢાડવા માટે અતિ આતુર છે. ‘આ તમારું કામ છે’ ત્યાંથી માંડીને ‘આ તમારી જવાબદારી છે’ ત્યાં સુધીનાં સૂચનો, શિખામણો અને સલાહો આપતો હોય છે. એને બીજાને એમની જવાબદારી શિખવાડવામાં જેટલો રસ છે, એટલો રસ પોતાની જવાબદારી શી છે એ વિશે વિચારવામાં નથી. એ મોટા  ભાગે પોતાની મર્યાદાઓ માટે […]

ઉસ્તાદ વિલાયતખાંસાહેબ

જ. ૨૮ ઑગસ્ટ, ૧૯૨૮ અ. ૧૩ માર્ચ, ૨૦૦૪ ભારતીય શાસ્ત્રીય પરંપરાના જાણીતા સિતારવાદક. સંગીતનિર્દેશક, સિતારવાદક ઉસ્તાદ ઇનાયતખાં તથા શાસ્ત્રીય સંગીતનાં ગાયિકા નસીરન બેગમના પુત્ર વિલાયતખાં મોખરાના સિતારવાદકોમાં સ્થાન ધરાવે છે. માતા-પિતા – બંનેનાં કુટુંબો પેઢીઓથી સંગીતની સાધના તેમજ વ્યવસાયમાં હોવાને કારણે વિલાયતખાંના જીવનનું એકમાત્ર ધ્યેય સંગીત હતું. સંગીતોપયોગી કંઠ ધરાવવા છતાં વિલાયતખાં કંઠ્ય સંગીતને બદલે […]

ડબલિન

આયર્લૅન્ડ પ્રજાસત્તાકનું પાટનગર, સૌથી મોટું શહેર અને આ જ નામ ધરાવતું પરગણું. ભૌગોલિક સ્થાન : ૫૩° ૨૦´ ઉ. અ. અને ૬° ૧૫´ પ.રે.. દેશના દક્ષિણ કાંઠા પર લેનસ્ટર પ્રાંતમાં આવેલું આ નગર લિફી નદીના બંને કાંઠે વસેલું છે અને ડબલિનના ઉપસાગરથી ત્રણ કિમી. દૂર છે. પ્રાચીન આયરિશ ભાષા ગૅલિકમાં તેનું નામ ‘બ્લા ક્લીઆ’ બોલાય છે. […]