નિશાળની શિક્ષિકા લિન્ડા બિરટિશ વિદ્યાર્થીઓમાં પુષ્કળ ચાહના ધરાવતી હતી. અઠ્ઠાવીસ વર્ષની લિન્ડા બિરટિશને એકાએક માથામાં સખત દુ:ખાવો ઊપડ્યો. લાંબા પરીક્ષણને અંતે ડૉક્ટરોએ એના મગજમાં ઘણી ટ્યૂમર હોવાનું નિદાન કર્યું. સાથોસાથ એમ પણ કહ્યું કે એનું ઑપરેશન કરવું મુશ્કેલ છે. ઑપરેશનમાં બચવાની આશા માત્ર બે ટકા જ છે, આથી છ મહિના સુધી રાહ જોવાનું નક્કી કર્યું. […]
જ. 19 જાન્યુઆરી, 1935 અ. 15 નવેમ્બર, 2020 બંગાળી સિનેમાના બહુમુખી પ્રતિભા ધરાવતા ખૂબસૂરત અભિનેતા સૌમિત્ર ચટ્ટોપાધ્યાયનો જન્મ બંગાળમાં થયો હતો. તેમને બાળપણથી જ નાટકો ભજવવાનો શોખ હતો. ઘરમાં જ ભાઈ-બહેનો તથા દોસ્તો સાથે મળીને નાટકો ભજવતા. વડીલોએ પણ આ માટે તેમને પ્રોત્સાહિત કર્યા. પિતા તેમના વ્યવસાય અંગે કૉલકાતા ગયા અને સૌમિત્ર પણ ત્યાં કૉલેજમાં […]
ભૂમિ પર રહેતું ત્રીજા નંબરનું મહાકાય પ્રાણી. ‘હિપોપૉટેમસ’નો અર્થ છે ‘નદીમાં રહેતો ઘોડો’. જોકે તે ભુંડને વધારે મળતું આવે છે. આફ્રિકામાં વસતું આ પ્રાણી ઝરણાં, નદી, તળાવ કે સરોવરની પાસે રહે છે અને ઘણો સમય પાણીમાં જ ગાળે છે. બે પ્રકારના હિપો જોવા મળે છે. બીજા પ્રકારના હિપો પિગ્મી હિપોપૉટેમસ છે, જે હવે જૂજ સંખ્યામાં […]