દલસુખ પંચોલી

જ. ૭ ડિસેમ્બર, ૧૯૦૬ અ. ૨૦ ઑક્ટોબર, ૧૯૫૯ ભારતીય ફિલ્મનિર્માતા, વિતરક અને પ્રદર્શક દલસુખ પંચોલીનો જન્મ કરાંચીમાં થયો હતો. તેમના કુટુંબનું મૂળ વતન ગુજરાતનું હળવદ. તેમના પિતા લાહોરમાં ફિલ્મવિતરક હતા. પંચોલીને નાનપણથી જ ફિલ્મો પ્રત્યેનું આકર્ષણ હતું. યુવાન વયે તેઓ પણ પિતાના આ વ્યવસાયમાં સક્રિય બન્યા હતા. તે સમયે લાહોરના ફિલ્મનિર્માતાઓમાંથી દલસુખ પંચોલી જ એવા […]

શીમળો

ભારતમાં ઘણાખરા ભાગોમાં ઊગતું એક મોટું વૃક્ષ. શીમળાનાં બીજાં નામોમાં ‘શાલ્મલી’ (સં.), ‘સેમલ’ (હિં.) અને ‘સિલ્ક કૉટન ટ્રી’(અં.)નો સમાવેશ થાય છે. આ વૃક્ષો ઘણાં ઊંચાં (૪૦ મી. સુધી) અને ખૂબ ફેલાયેલાં હોય છે. આ વૃક્ષનું મુખ્ય થડ ૨૪-૩૦ મી. ઊંચું હોય છે. તેના પર શંકુ આકારના સખત અને મજબૂત કાંટા આવેલા હોય છે. થડનો ઘેરાવો […]

નારાયણ વામન ટિળક

જ. ૬ ડિસેમ્બર, ૧૮૬૧ અ. ૯ મે, ૧૯૧૯ બ્રિટિશ રાજના સમયમાં તેઓએ ચિતવન બ્રાહ્મણ કુળમાં જન્મ્યા હોવા છતાં ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરેલો. તેઓ પ્રસિદ્ધ મરાઠી કવિ હતા. તેઓ લોકમાન્ય ટિકળના નજીકના સગા હતા. નારાયણ ટિળકે ભારતમાં જ અભ્યાસ કરેલો. માતાનો ધર્મ અને કવિતાનો પ્રેમ તેઓને વારસામાં મળેલા. ૧૧ વર્ષની વયે તેઓએ માતા ગુમાવી હતી, ત્યારથી […]