ફ્રિટ્ઝ જેકબ હેબર

જ. 9 ડિસેમ્બર, 1868 અ. 29 જાન્યુઆરી, 1934 જર્મન ભૌતિક-રાસાયણવિદ અને 1918ના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કાર વિજેતા ફ્રિટ્ઝ જેકબ હેબરનો જન્મ બ્રેસ્લો, પોલૅન્ડમાં થયો હતો. તેઓ એક સમૃદ્ધ રંગ-ઉત્પાદક વેપારીના પુત્ર હતા. તેમના જન્મ પછી લગભગ ત્રણ અઠવાડિયાંમાં માતાનું મૃત્યુ થયું તેથી જુદા જુદા સંબંધી પાસે ઉછેર થયો. શરૂઆતમાં જ્હોનનેમ પ્રાઇમરી શાળામાં અભ્યાસ કર્યો અને […]

અહો આશ્ચર્યમ્

જીવનમાં સર્વથા નિષ્ફળ ગયેલો નાસીપાસ યુવાન બગીચામાં બેઠો હતો. એને વેપારમાં એટલી જંગી ખોટ આવી હતી કે જમીન-જાયદાદ ગીરવે રાખવી પડી હતી. મિત્રોએ પણ એનાથી મોં ફેરવી લીધું હતું. આવી પરિસ્થિતિમાં ડૂબેલા યુવાનની પાસે ધનવાન લાગતો એક વૃદ્ધ માણસ આવ્યો અને એણે યુવાનને એની નિરાશાનું કારણ પૂછ્યું. યુવાને જિંદગીમાં આવેલી આસમાની-સુલતાનીની વાત કરી ત્યારે વૃદ્ધે […]

નારાયણ સદાશિવ મરાઠે

જ. 8 ડિસેમ્બર, 1877 અ. 18 માર્ચ, 1956 મહારાષ્ટ્રના સંસ્કૃત વિદ્વાન અને ધાર્મિક સુધારક નારાયણ મરાઠેનો જન્મ કોલાબા જિલ્લાના સુડકોલી ગામમાં થયો હતો. તેમનું પ્રારંભિક શિક્ષણ ઘરે થયું હતું. સંસ્કૃત ભાષા અને હિન્દુ ધર્મશાસ્ત્રોના અધ્યયન માટે તેમણે 11 વર્ષની ઉંમરે ગૃહત્યાગ કર્યો. ઘણા વિદ્વાનો પાસે રહી અધ્યયન કર્યું, પરંતુ તેમના પર પ્રજ્ઞાનંદ સરસ્વતીનો વિશેષ પ્રભાવ […]