જ. ૨૬ નવેમ્બર, ૧૯૨૬ અ. ૨૪ જુલાઈ, ૨૦૧૭ ભારતના ખ્યાતનામ ભૌતિકવિજ્ઞાની અને કેળવણીકાર. તેમનો જન્મ ઝંગ(હાલ પાકિસ્તાન)માં થયો હતો. પંજાબ યુનિવર્સિટીમાંથી ૧૯૪૮માં બી.એસસી. અને ૧૯૪૯માં એમ.એસસી. થયા બાદ યશ પાલે ૧૯૫૦માં તાતા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફન્ડામેન્ટલ રિસર્ચ, મુંબઈ ખાતે કૉસ્મિક કિરણો અને ઉચ્ચ-ઊર્જા ભૌતિકી ઉપર સંશોધનકાર્ય શરૂ કર્યું. ૧૯૫૮માં તેમણે મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજીમાંથી પીએચ.ડી.ની પદવી […]
સ્વામી રામતીર્થ અમેરિકાના પ્રવાસે ગયા હતા. એ જમાનામાં વિમાની મુસાફરીની સગવડ નહીં હોવાથી સ્વામીજી આગબોટ મારફતે અમેરિકા ગયા. આગબોટ જેમ જેમ અમેરિકાની નજીક આવતી ગઈ તેમ તેમ લોકો ઊતરવા માટે તૈયારી કરવા લાગ્યા. કોઈ સામાન ગોઠવે, કોઈ સામાન લઈ બારણાં આગળ જાય, તો કોઈ દોડાદોડ કરીને બધો સામાન ગોઠવે. સ્વામી રામતીર્થ તો સાવ શાંતિથી બેસી […]
જ. ૨૫ નવેમ્બર, ૧૯૨૩ અ. ૨ જાન્યુઆરી, ૧૯૯૪ ‘બેફામ’ ઉપનામથી જાણીતા બરકત વિરાણીનું પૂરું નામ બરકતઅલી ગુલામહુસેન વિરાણી છે. તેઓ તેમની ગઝલ માટે ખૂબ જ પ્રખ્યાત છે. તેમનો જન્મ ભાવનગર જિલ્લાના સિહોર નજીક ધાંધળી ગામે થયો હતો. બાળપણથી જ તેમને સાહિત્યમાં ઊંડો રસ હોવાથી ૧૪ વર્ષની વયે તેમણે ગઝલ લખી હતી. તેમનું પ્રાથમિક અને માધ્યમિક […]