જ. ૫ ફેબ્રુઆરી, ૧૯૦૫ અ. ૫ ઑગસ્ટ, ૧૯૯૨ સતારાના સિંહ તરીકે પ્રસિદ્ધ સ્વાતંત્ર્યસેનાની, સમાજવાદી નેતા અને તત્વચિંતક અચ્યુત પટવર્ધનનો જન્મ અહમદનગરમાં થયો હતો. તેમના પિતા હરિ કેશવ પટવર્ધન અહમદનગરમાં વકીલ હતા. અચ્યુત પટવર્ધન જ્યારે ચાર વર્ષના હતા ત્યારે નિવૃત્ત નાયબ શિક્ષણાધિકારી સીતારામ પટવર્ધને તેમને દત્તક લીધા હતા. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અહમદનગર ખાતે લીધું. ત્યારબાદ […]
શિકારી પક્ષીઓમાં સૌથી જાણીતું પક્ષી. સમડીની ૨૦ જાતિઓ છે. તે દરેક ખંડમાં વસે છે. સમડી માનવવસ્તીની પાસે રહે છે. સમડીની ઊડવાની રીત ન્યારી છે. સ્થિર પાંખે ગીધની જેમ તે હવામાં ચકરાવા મારી શકે છે. પવનનો લાભ લઈ તેની સાથે તે ઊડે છે. કોઈક વખત થોડી પાંખો હલાવે કે પૂંછડી આમતેમ મરડે. દરિયાનાં મોજાંની જેમ ક્યારેક […]
જ. ૪ ફેબ્રુઆરી, ૧૯૪૩ અ. ૧૬ જુલાઈ, ૨૦૧૪ જાણીતા લોકસંગીત કલાકાર બાબુભાઈ રાણપરાનો જન્મ મહેસાણા તાલુકાના ઝકાસાના (Zakasana) ગામે થયો હતો. માતા સંતોકબહેન અને પિતા ગિરધરજીભાઈ. માતા સંતોકબહેન સાધ્વી બની ગયાં હતાં, જેઓ પાછળથી સરસ્વતીજીના નામે ઓળખાતાં હતાં. બાબુભાઈએ પ્રાથમિક શિક્ષણ સાયલામાં લાલજી મહારાજને ત્યાં લીધું હતું. તેઓ દસમી કક્ષા સુધી ભણ્યા હતા. ૯ વર્ષની […]