જ. 9 મે, 1540 અ. 29 જાન્યુઆરી, 1597 મેવાડના શૂરવીર રાજવી અને મહાન દેશભક્ત રાજપૂત મહારાણા પ્રતાપ તેમની ટેક અને પ્રતિજ્ઞાપાલન માટે ખ્યાતનામ છે. મેવાડના સિસોદિયા વંશના રાજાઓએ મુઘલ સમ્રાટો સામે નહીં નમવાની લીધેલી પ્રતિજ્ઞાનું પાલન કરવા અનેક કષ્ટો અને સંઘર્ષો વેઠ્યાં. અકબરે ફેબ્રુઆરી, 1568માં ચિતોડ પર આક્રમણ કરીને તે જીતી લીધું. તે સમયે રાણા […]
સીરિયાનું પાટનગર, મોટામાં મોટું શહેર તથા વિશ્વનાં પ્રાચીન નગરોમાંનું એક. ભૌગોલિક સ્થાન : 33° 30´ ઉ. અ. અને 36° 18´ પૂ. રે.. માઉન્ટ કાસિયમની તળેટીમાં વસેલું આ નગર દરિયાની સપાટીથી આશરે 730 મીટર ઊંચાઈ પર અર્ધ સૂકા મેદાની પ્રદેશમાં રણદ્વીપ તરીકે દેશની નૈઋત્ય દિશામાં વિકસ્યું છે અને તેનો કુલ વિસ્તાર 105 ચોકિમી. છે તથા વસ્તી […]
જ. 8 મે, 1916 અ. 23 ઑગસ્ટ, 2017 પ્રસિદ્ધ ભારતીય સિનેમૅટોગ્રાફર રામાનંદ સેનગુપ્તાનો જન્મ 1916માં ઢાકામાં થયો હતો. 2016માં તેમણે જીવનની સદી પૂરી કરી હતી. તેઓ વિશ્વભારતી યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા હતા.. સિનેમૅટોગ્રાફર તરીકે તેમની કારકિર્દીનો પ્રારંભ 1938માં થયો, જ્યારે તેઓ અરોરા ફિલ્મ કૉર્પોરેશન કૉલકાતામાં ઍપ્રેન્ટિસ તરીકે જોડાયા. ‘કુરુક્ષેત્ર’ ફિલ્મમાં તેમણે જી. કે. મહેતા સાથે સહાયક […]