નાનકડી મારથાના પિતા દિવ્યાંગ દર્દીઓના ફિઝિયૉથૅરપિસ્ટ હતા. તેઓ દિવ્યાંગોને વ્યાયામ અને જુદી જુદી કસરતો શીખવતા હતા. મારથાને એના પિતા પાસેથી વ્યાયામ અને નૃત્યનો વારસો મળ્યો, પરંતુ મારથાની સામે સૌથી મોટો અવરોધ એ હતો કે એ ખ્રિસ્તી ધર્મના જે પંથની અનુયાયી હતી, તે પંથમાં નૃત્ય કરવાની મનાઈ હતી. મારથાની રગેરગમાં નૃત્યની કલા દોડતી હતી. એ પોતાની […]
જ. 10 મે, 1905 અ. 19 ફેબ્રુઆરી, 1978 બંગાળી અને હિન્દી ફિલ્મ સંગીતના અગ્રદૂત પંકજ મલિકનો જન્મ કૉલકાતામાં થયો હતો. માતા મનમોહિની અને પિતા મનમોહન મલિક. પિતાને બંગાળી લોકસંગીતમાં ઊંડો રસ હતો. તેમણે પંકજને શ્રી દુર્ગાદાસ બંદોપાધ્યાય પાસે શાસ્ત્રીય સંગીતની તાલીમ લેવા મોકલ્યા. સ્કોટિશ ચર્ચ કૉલેજ, કલકત્તા યુનિવર્સિટીમાં ભણ્યા પછી તેમના જીવનમાં નવો વળાંક આવ્યો. […]
એક પ્રખ્યાત શક્તિપીઠ. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના દાંતા અને આરાસુર પર્વતમાળા વચ્ચે આવેલું તે પ્રસિદ્ધ યાત્રાધામ છે. ભૌગોલિક સ્થાન : ૨૪° ૧૯´ ઉ. અ. અને ૭૨° ૫૦´ પૂ. રે.. ભારતના વિભિન્ન પ્રદેશોની માફક ગુજરાત પણ શક્તિની સાધના અને ઉપાસનાનું કેન્દ્ર છે. ગુજરાતનાં દેવીની ઉપાસનાનાં અનેક પવિત્ર સ્થળોમાં અંબિકા, કાલિકા અને શ્રીબાલા બહુચરા મુખ્ય છે. આ […]