જ. ૧ નવેમ્બર, ૧૮૬૭ અ. ૧૪ ડિસેમ્બર, ૧૯૫૭ જૂની ગુજરાતી રંગભૂમિના નાટ્યલેખક. અમરેલી જિલ્લાના ચાવંડ ગામમાં પ્રશ્નોરા નાગર બ્રાહ્મણ પરિવારમાં જન્મ. જૂનાગઢમાં અંગ્રેજી ચાર ધોરણ સુધી અભ્યાસ કર્યો. ત્યારબાદ ઘરે રહી ધાર્મિક કાર્યો અને સંસ્કૃત ભાષાના ગ્રંથોનું નિયમિત વાંચન કરતા. સંસ્કૃતના પ્રખર વિદ્વાન પાસે અભ્યાસ પણ કર્યો. ધારી ગામમાં ગ્રામ વિકાસ અધિકારી તરીકે કાર્ય આરંભ્યું, […]
આજે હયાતી ધરાવતું સૌથી મોટા કદનું પક્ષી. શાહમૃગ પૂર્વ અને દક્ષિણ આફ્રિકાનાં ડુંગર, રણ અને વનસ્પતિની અછત હોય તેવા શુષ્ક પ્રદેશોમાં વસે છે. નર શાહમૃગની ઊંચાઈ ત્રણ મીટર અને વજન ૧૫૦ કિલોગ્રામ જેટલું હોય છે. નર શાહમૃગ દેખાવમાં સુંદર હોય છે. તે સફેદ અને કાળા રંગનાં પીંછાં ધરાવે છે, જ્યારે માદાનાં પીંછાં રંગે ભૂખરાં હોય […]
જ. ૩૧ ઑક્ટોબર, ૧૯૧૮ અ. ૧૮ ઑક્ટોબર, ૨૦૧૪ ગુજરાતના સંગીતશાસ્ત્રના તજજ્ઞ અને અગ્રગણ્ય સંગીતવિજ્ઞાની (Musicologist) રમણલાલનો જન્મ સૂરતમાં થયો હતો. બી.એ.; ડી.મ્યૂઝ.ની પદવી પ્રાપ્ત કર્યા બાદ તેમણે ફૅકલ્ટી ઑવ્ પર્ફૉર્મિંગ આર્ટ્સમાં આચાર્ય તરીકે સેવા આપી. તેમણે કંઠ્ય સંગીતની કિરાના શૈલીની તાલીમ કંચનલાલ મામાવાળા અને પછી અબ્દુલ વહીદખાન પાસેથી લીધી. તેમણે ખયાલ ગાયકી તથા ઠૂમરીમાં પોતાની […]