મધ્યપૂર્વનો લોકશાહી ધરાવતો આરબ દેશ. ભૌગોલિક સ્થાન : તે ૨૯° ૨૦´થી ૩૭° ૩૩´ ઉ. અ. અને ૩૮° ૫૩´થી ૪૮° ૧૬´ પૂ. રે. વચ્ચેનો ૪.૩૮ લાખ ચો.કિમી. જેટલો વિસ્તાર ધરાવે છે. ઇરાકની વસ્તી ૪.૭૨ કરોડ (૨૦૨૬, આશરે) જેટલી છે. પ્રાચીન સમયમાં યુફ્રેટિસ અને ટાઇગ્રિસ નદી વચ્ચેના ‘મેસોપોટેમિયા’ (‘માસે’ એટલે વચ્ચે અને ‘પોટામિયા’ એટલે નદીઓ) નામે ઓળખાતા […]
જ. 11 જુલાઈ, 1923 અ. 24 નવેમ્બર, 2003 હિન્દી ફિલ્મજગતની ગાયિકા, પ્રથમ હાસ્ય અભિનેત્રી ઉમા દેવી ખત્રીનો જન્મ અમરોહ, ઉત્તરપ્રદેશમાં થયો હતો. ગાયિકા તરીકે ઉમાદેવી તથા અભિનેત્રી તરીકે ટુનટુનના નામથી જાણીતી આ કલાકાર ફિલ્મજગતમાં એક અવિચળ સ્થાન ધરાવે છે. માત્ર અઢી વર્ષની વયે માતા-પિતાની હત્યા અને ચાર વર્ષની વયે એકના એક ભાઈની હત્યા થતાં બાળપણમાં […]
સોલંકીકાળ દરમિયાન ગુજરાતના મંદિરસ્થાપત્યના ઉત્તમ નમૂનારૂપ મંદિરોનું નિર્માણ થયું તેમાં આબુ પર્વત પર દેલવાડાના સ્થળે આવેલાં આ મંદિરો શિરમોર છે. આબુ પર્વત ઉપર દેલવાડાના સ્થળે આવેલાં હોવાથી આબુ પરનાં મંદિરો કરતાં દેલવાડાના મંદિરો કે દેરાં તરીકે લોકોમાં વધુ જાણીતાં છે. સોલંકી રાજા ભીમદેવ 1લાના મંત્રી વિમલ શાહે વિ. સં. 1088(ઈ. સ. 1031-32)માં અહીં બંધાવેલું મંદિર […]