ઇન્ડોનેશિયા

મલેશિયાની દક્ષિણમાં આવેલો દુનિયાનો મોટો ટાપુસમૂહ. તે ૬° ઉ. અ.થી ૧૧° દ. અ. અને ૯૫° પૂ. રે.થી ૧૪૧° પૂ. રે. વચ્ચેનો ૧૯.૯૧ લાખ ચો.કિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે પાપુઆ ન્યૂ ગીનીઆ, પૂર્વ તિમોર અને મલેશિયાના પૂર્વ ભાગ સાથે જમીન સરહદો ધરાવે છે. જ્યારે સિંગાપોર, વિયેટનામ, થાઇલૅન્ડ, ફિલિપિન્સ, ઑસ્ટ્રેલિયા, પલાઉ અને ભારત (આંદામાન નિકોબાર […]

ગિરિરાજ કિશોર

જ. 8 જુલાઈ, 1937 અ. 9 ફેબ્રુઆરી, 2020 હિન્દી સાહિત્યના સુપ્રસિદ્ધ લેખક ગિરિરાજ કિશોરનો જન્મ ઉત્તરપ્રદેશના મુઝફ્ફરપુરમાં થયો હતો. તેમણે આગ્રા યુનિવર્સિટીમાંથી બી.એ. અને એમ.એ.ની ડિગ્રી મેળવી. પછી ઉત્તરપ્રદેશ સરકારમાં જુદાં જુદાં પદ પર કાર્ય કર્યું. તેઓ 1964થી 1966 સુધી અલાહાબાદમાં રહ્યા અને લેખનકાર્ય કર્યું હતું. તેમણે 1966થી 1975 સુધી કાનપુર યુનિવર્સિટીમાં ડેપ્યુટી રજિસ્ટ્રાર અને […]

દૂરબીન (Telescope)

દૂરની વસ્તુ નજીક દેખાય તે માટેનું સાધન. દૂરની વસ્તુનું પ્રતિબિંબ મેળવી તેનું આવર્ધન (magnification) કરવાથી આવું બની શકે છે. ફક્ત સુપરિચિત તારાઓ અને ગ્રહોનો જ અભ્યાસ નહિ, પરંતુ અન્ય અનેક અવકાશી પિંડ, જે દૂરબીન વગર જોઈ શકાતા નથી તેમનો અભ્યાસ પણ ખગોળવેત્તા માટે આ સાધનને કારણે શક્ય બન્યો છે, આમ દૂરબીન એ ખગોળવેત્તા માટે એક […]