જ. ૩૦ માર્ચ, ૧૮૯૯ અ. ૨૨ સપ્ટેમ્બર, ૧૯૭૦ શરદિંદુ બંદ્યોપાધ્યાય બંગાળી ભાષાના લેખક અને બંગાળી સિનેમા તેમજ બોલિવૂડ સાથે સક્રિય રીતે સંકળાયેલા હતા. તેમનો જન્મ તારાભૂષણ અને બિજલીપ્રભા બંદ્યોપાધ્યાયને ત્યાં તેમનાં નાના-નાનીના ઘરે જૌનપુરમાં થયો હતો. તેમણે ૧૯૧૫માં બિહારના મુંગેરની એક શાળામાંથી મૅટ્રિક પાસ કરી કૉલકાતાની વિદ્યાસાગર કૉલેજમાં જોડાયા હતા. ત્યાં બંગાળી રંગભૂમિના દિગ્ગજ શિશિર […]
સમગ્ર યુરોપમાં પ્રસિદ્ધ એવા માઇકલૅન્જેલોની ખ્યાતિ સાંભળીને એક ચિત્રકાર સતત બેચેન રહેતો હતો. ઍન્જેલોની લોકપ્રિયતા જેમ જેમ વધતી જતી, તેમ તેમ આ ચિત્રકારનો એના પ્રત્યેનો દ્વેષ વૃદ્ધિ પામતો. એ વિચારતો કે લોકો સમજ્યા વિના માઇકલૅન્જેલોની ચિત્રકલાનાં વખાણ કરે છે. જો એ સાચા કલાપારખુ હોય, તો એમને માઇકલૅન્જેલોનાં ચિત્રોમાં ઘણી ગંભીર ક્ષતિઓ જોવા મળે. એક દિવસ […]