સી. વી. રામન

જ. ૭ નવેમ્બર, ૧૮૮૮ અ. ૨૧ નવેમ્બર, ૧૯૭૦ ‘રામન પ્રભાવ’ના શોધક અને ભારતીય ભૌતિકવિજ્ઞાની ચંદ્રશેખર વેંકટ રામનનો જન્મ થીરુવનૈક્કવલમાં થયો હતો. પિતા ચંદ્રશેખર અને માતા પાર્વતીદેવી. બાળપણથી જ અભ્યાસમાં હોશિયાર હતા. માત્ર ૧૧ વર્ષની ઉંમરે હાઈસ્કૂલની પરીક્ષા પાસ કરી કૉલેજમાં પ્રવેશ મેળવ્યો. ૧૮મા વર્ષે રાજ્યમાં પ્રથમ નંબર સાથે અનુસ્નાતક  થયા અને ભૌતિકશાસ્ત્ર અને અંગ્રેજીમાં સુવર્ણચંદ્રક […]

જલંધર

પંજાબ રાજ્યનો જિલ્લો તથા ઔદ્યોગિક નગર. તે આશરે ૩૧° ૧૮´ ઉ. અ. અને ૭૫° ૩૪´ પૂ. રે.ની આજુબાજુના ૨૬૩૨ ચોકિમી. વિસ્તાર આવરી લે છે. દિલ્હીથી આશરે ૩૬૮ કિમી. તથા હોશિયારપુરથી આશરે ૩૯ કિમી.ના અંતરે છે. આ પ્રાચીન નગર સાતમી સદીમાં રાજપૂત વંશના રાજાઓનું પાટનગર હતું. પંજાબનું નવું પાટનગર ચંડીગઢ બંધાયું ત્યાં સુધી ૧૯૪૭થી ૧૯૫૪ દરમિયાન […]

શિવરામ લાલા કશ્યપ

જ. ૬ નવેમ્બર, ૧૮૮૨ અ. ૨૬ નવેમ્બર, ૧૯૩૪ પંજાબ રાજ્યમાં ઝેલમ નગરમાં પ્રતિષ્ઠિત સૈનિક પરિવારમાં તેઓનો જન્મ થયો હતો. ભણવામાં તેઓ ખૂબ તેજસ્વી હોવાથી જે વિષય હાથમાં લે તેમાં સર્વપ્રથમ સ્થાન પ્રાપ્ત કરતા હતા. તેઓએ આગ્રા મેડિકલ સ્કૂલની ડિગ્રી મેળવી સાથે સાયન્સની પરીક્ષા આપીને બી.એસસી.ની ડિગ્રી પણ લીધી. ત્યારબાદ વનસ્પતિશાસ્ત્ર વિષય લઈને એમ.એ. તથા એમ.એસસી.ની […]