પૃષ્ઠવંશી પ્રાણીઓમાંનો સસ્તન કે આંચળ ધરાવતાં અને મોટા ભાગે બચ્ચાંને જન્મ આપતાં પ્રાણીઓનો વર્ગ. નાના કદનો ઉંદર, મોટોમસ હાથી, ઊંચું જિરાફ અને નાનું અમથું સસલું, પાણીમાં રહેતી વહેલ અને ઝાડ પર રહેતો વાંદરો, ઊડી શકતું ચામાચીડિયું અને ઝડપથી દોડતો ચિત્તો — આવાં સસ્તન પ્રાણીઓના વિવિધ પ્રકારોની સંખ્યા ૪૦૦૦થી વધારેની છે. આમાં માનવજાતનો પણ સમાવેશ થઈ […]
જ. ૨૪ માર્ચ, ૧૯૦૨ અ. ૨ જાન્યુઆરી, ૧૯૮૪ ‘પશ્ચિમ ઓડિશાના ગાંધી’ તરીકે જાણીતા નૃસિંહ ગુરુનો જન્મ સંબલપુરના ગુરુપાલી ગામમાં થયો હતો. તેઓ સમર્પિત દેશભક્ત અને સ્વાતંત્ર્યસેનાની હતા. ૧૯૨૧માં જ્યારે તેઓ ૧૧મા ધોરણમાં અભ્યાસ કરતા હતા ત્યારે અસહકાર આંદોલનમાં જોડાઈ ગયા. તેમણે જ્યાં સુધી ભારતને આઝાદી ન મળે ત્યાં સુધી સરકારી શાળામાં અભ્યાસ ન કરવાનો નિર્ણય […]
પોતાની નિષ્ફળતાને બીજાના દોષની ખીંટી પર ટાંગવાનો ચેપી રોગ લાગુ પડે, તો તે વ્યક્તિના બીમાર વ્યક્તિત્વને ધીરે ધીરે કોરી ખાય છે. ગૃહિણી પોતાના ઘરસંસારનાં દુ:ખો માટે પોતાને નહીં, પરંતુ એના પતિને જ ગુનેગાર અને જવાબદાર માને છે. કંપનીનો બૉસ કંપનીની ખોટનું કારણ પોતાની અણઆવડતને નહીં, પરંતુ કર્મચારીઓની અયોગ્યતાને માને છે. કોઈ નોકર પોતાની સઘળી મુશ્કેલીનું […]