પાણીમાં બનાવાતો ઉદ્યાન. સામાન્ય રીતે જલ-ઉદ્યાન બે અર્થમાં વપરાય છે : એક એવો ઉદ્યાન કે જ્યાં મુખ્યત્વે પાણીના ફુવારા, ધોધ વગેરેની અધિકતા હોય અને બીજો એવો ઉદ્યાન કે જ્યાં પાણીમાં થતાં ફૂલ, છોડ વગેરેનું મહત્ત્વ હોય. વાસ્તવિક તો જે બગીચામાં આ બેઉ પ્રકારની વિશિષ્ટતાઓનો યોગ્ય સમન્વય કરી આહલાદકતા ઊભી કરવામાં આવે તે શ્રેષ્ઠ જલ-ઉદ્યાન બની […]
જ. ૨ નવેમ્બર, ૧૯૨૪ અ. ૧૦ નવેમ્બર, ૧૯૮૯ ગુજરાતી કેળવણીકાર અને બે યુનિવર્સિટીના કુલપતિપદે રહેલા ઈશ્વરભાઈનો જન્મ પીજ(જિ. નડિયાદ)માં લેઉઆ પાટીદાર જ્ઞાતિના જેઠાભાઈ પટેલ અને રૂપાબાને ત્યાં થયો હતો. એમ.એ. અને બી.ટી.ની પદવી પ્રાપ્ત કરી અમેરિકા ગયા. ત્યાં ન્યૂયૉર્કની કોલંબિયા યુનિવર્સિટીમાં શૈક્ષણિક સંચાલનનું વિશેષ શિક્ષણ લીધું. ૧૯૩૭માં આણંદની ડી. એન. હાઈસ્કૂલમાં શિક્ષક થયા. ૧૯૪૨માં ‘ભારત […]
રામાયણ અનેક રૂપે મળે છે. ભારતની પ્રચલિત રામાયણ અને બર્મા, શ્રીલંકા, જાવા કે સુમાત્રામાં મળતી રામાયણ ભિન્ન છે. આવી જ રીતે બૌદ્ધ રામાયણ અને જૈન રામાયણ પણ મળે છે. જૈન રામાયણમાં મળતો આ એક માર્મિક પ્રસંગ છે. યુદ્ધના મેદાન પર રાવણ અંતિમ શ્વાસ લેતો હતો. થોડી પળોનો એ મહેમાન હતો. આયુષ્યનો દીપક બુઝાવાની તૈયારીમાં હતો. […]