જીવનની પ્રત્યેક પડકારરૂપ પરિસ્થિતિનો કોઈ ને કોઈ ઉકેલ તો હોય છે જ, પરંતુ પડકાર અને તેના ઉકેલ વચ્ચેનું અંતર ધૈર્ય, કુનેહ અને હિંમત માગતું હોય છે. કેટલીક વ્યક્તિઓ પડકાર સામે આંખ મીંચી દે છે, જ્યારે કેટલીક વ્યક્તિઓ પડકાર જોઈને એનાથી દૂર નાસી જાય છે. આવી વ્યક્તિઓને માટે પડકાર એ પૂર્ણવિરામ બની જાય છે. હકીકતમાં પ્રત્યેક […]
જ. ૩૦ ઑક્ટોબર, ૧૯૪૯ અ. ૩ મે, ૨૦૦૬ પ્રમોદ વેંકટેશ મહાજન ભારતના રાજકીય નેતા હતા. તેમનો જન્મ મહબૂબનગર, તેલંગાણામાં વેંકટેશ દેવીદાસ મહાજન તથા પ્રભાવતીને ત્યાં બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેઓ ૨૧ વર્ષના હતા ત્યારે પિતાનું અવસાન થયું હતું. શાળાકીય શિક્ષણ તેમણે મહારાષ્ટ્રના બીડ જિલ્લાના યોગેશ્વરી વિદ્યાલય તથા મહાવિદ્યાલયમાં લીધું હતું. પૂનાની રાનડે ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ જર્નાલિઝમમાંથી […]
જર્મન રાજ્યોનો સંઘ. નેપોલિયનના પતન બાદ, ૧૮૧૫માં મળેલા વિયેના સંમેલને અનેક બાબતોમાં પુરાણી વ્યવસ્થાની પુન:સ્થાપનાનો આગ્રહ રાખ્યો હતો; પરંતુ જર્મનીનાં ૩૦૦ રજવાડાંને તેણે પાછાં અલગ ન કર્યાં. આ બાબતમાં નેપોલિયનના કાર્યનો સ્વીકાર કરી, તેમાં એક સોપાન આગળ વધ્યા, વિયેના સંમલેનમાં ભેગા થયેલા રાજપુરુષોએ જર્મનીનાં ૩૦૦ રાજ્યોને ભેગાં કરીને બનાવેલાં ૩૯ રાજ્યો ચાલુ રાખી તેના એક […]