કેરી આપતું વૃક્ષ. આંબો દ્વિદળી વર્ગની વનસ્પતિ છે. તેનું વૃક્ષ ૧૫થી ૨૦ મીટર ઊંચું હોય છે. તે સદા લીલુંછમ રહે છે. તેની ઉપર આછી તરંગિત કિનારીવાળાં સાદાં પર્ણો બારે માસ હોય છે. ઘણાં ઝીણાં પુષ્પો ઝૂમખામાં આવે છે, જેમને ‘મૉર’ કહેવાય છે. આંબાનું ફળ તે કેરી કહેવાય છે. જે કાચી હોય ત્યારે લીલા રંગની હોય […]
જ. 23 જૂન, 1875 અ. 30 ઑક્ટોબર, 1929 બ્રિટિશ ભારતીય રમતવીર અને અભિનેતા નોર્મન પ્રીચાર્ડનો જન્મ કૉલકાતામાં જ્યોર્જ પીટરસન પ્રીચાર્ડ અને હેલેન પ્રીચાર્ડને ત્યાં થયો હતો. તેમણે કૉલકાતાની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં અભ્યાસ કર્યો હતો. જુલાઈ, 1897માં સોવાબજાર સામે ઓપન ફૂટબૉલ ટુર્નામેન્ટમાં સેન્ટ ઝેવિયર્સ વતી રમતા પ્રથમ હૅટ્રિક મારી હતી. 1894થી 1900 સુદી પ્રીચાર્ડે સતત સાત […]
સંયુક્ત આરબ અમીરાતનું સૌથી મોટું શહેર. તે 25° 18´ ઉ. અ. અને 55° 18´ પૂ. રે.ની આજુબાજુનો 3900 ચો.કિમી. જેટલો વિસ્તાર આવરી લે છે, પરંતુ સમુદ્રના વિસ્તારનું નવીનીકરણ કર્યું હોવાથી તેનો વિસ્તાર 4,110 ચો.કિમી. થવા જાય છે. દુબઈ શહેરની વસ્તી (2026 મુજબ) આશરે 40 લાખ છે. આ શહેર આશરે 16 મીટરની સમુદ્ર સપાટી ધરાવે છે. […]