જ. 25 જૂન, 1975 અ. 3 જુલાઈ, 1999 પરમવીરચક્ર વિજેતા કૅપ્ટન મનોજ પાંડેનો જન્મ ઉત્તરપ્રદેશના રુઢા ગામમાં થયો હતો. પિતા ગોપીચંદ અને માતા મોહિની. તેમણે લખનઉની હેરાલ્ડ મૉન્ટેસોરી સ્કૂલ અને રાણી લક્ષ્મીબાઈ સ્કૂલમાં અભ્યાસ કર્યો પછી લખનઉની સૈનિક સ્કૂલમાં દાખલ થયા. બારમું ધોરણ પાસ કરી નૅશનલ ડિફેન્સ એકૅડેમીમાં જોડાયા. પછી વધુ તાલીમ માટે દહેરાદૂનની ઇન્ડિયન […]
સમ્રાટ સિકંદરના સેનાપતિની નિષ્ઠા, કુશળતા અને માનવતા સર્વત્ર પ્રસિદ્ધ હતી. સમ્રાટ સિકંદર સ્વયં એની કાર્યપદ્ધતિથી પ્રસન્ન હતો, પરંતુ એક વાર સેનાપતિથી નાનકડી ક્ષતિ થતાં ગુસ્સે ભરાયેલા સમ્રાટે એને નીચી પાયરી પર ઉતારીને સૂબેદાર બનાવી દીધો, પરંતુ સેનાપતિ પર આનો કશો પ્રભાવ પડ્યો નહીં. એણે આ પરિસ્થિતિનો સ્વીકાર કર્યો અને અગાઉ જેટલી જ નિષ્ઠા, તત્પરતા અને […]
જ. 24 જૂન, 1893 અ. 20 ડિસેમ્બર, 1971 મનોરંજનક્ષેત્રે નવી દિશાઓ ખુલ્લી મૂકનાર અમેરિકી ભાઈઓ રૉય અને વૉલ્ટ પૈકીના એક રૉય ડિઝનીનો જન્મ શિકાગોમાં થયો હતો. ત્યારબાદ તેઓ કેન્સાસ (મિઝોરી) આવ્યા. તેમના પિતા એલિયાસે વર્તમાનપત્રોની વહેંચણીનું કામ માથે લીધું હતું. જેમાં રૉય અને વૉલ્ટ પિતાને મદદ કરતા. થોડા મોટા થયા ત્યારબાદ તેઓએ બૅંકમાં નોકરી કરી […]