જ. 10 જુલાઈ, 1888, અ. 20 નવેમ્બર, 1978 ઇટાલીના પરાવાસ્તવવાદી ચિત્રકાર કિરિકો જ્યૉર્જિયોનો જન્મ ગ્રીસમાં થયો હતો. બાળપણમાં ઍથેન્સમાં ડ્રૉઇંગની તાલીમ લીધી હતી. થોડા જ સમયમાં પિતાનું અવસાન થતાં માતા અને નાના ભાઈ સાથે કિરિકો પણ જર્મનીમાં મ્યૂનિક જઈ વસ્યો. જર્મનીમાં સ્વિસ રંગદર્શી ચિત્રકાર આર્નૉલ્ડ બોક્લીનનો પ્રભાવ તેની ઉપર પડ્યો. ઉપરાંત જર્મન ફિલસૂફ નિત્શેનું તેણે […]
કારા ડેલીની ઇચ્છા સ્ટેજ પર જઈને દર્શકો વચ્ચે ઝૂમતી ગાયિકા તરીકે નામના મેળવવાની હતી, પરંતુ એની આ તીવ્ર ઇચ્છામાં સહુથી મોટો અવરોધ એનો ચહેરો હતો. એ જાણતી હતી કે ગાયિકાના ગાનની સાથે એના ચહેરાને સ્ટેજ પર દર્શકો એકાગ્ર બનીને જોતા હોય છે, તેથી એ વિચારતી કે એના કદરૂપા ચહેરાને કારણે એ પ્રેક્ષકોને પસંદ નહીં પડે. […]
જ. 9 જુલાઈ, 1926 અ. 13 મે, 2022 પ્રસિદ્ધ અમેરિકી-ડેનિશ પરમાણુ ભૌતિક વિજ્ઞાની (Nuclear Physicist) બેન રૉય મોટલસનનો જન્મ અમેરિકામાં શિકાગોમાં થયો હતો. તેમણે પરમાણુ નાભિક(Atomic Nuclei)ની આંતરિક રચના તથા જટિલ આકાર(complex structure)ને લગતા સિદ્ધાંતોને વિકસિત કરવા માટે પાયાનું (pioneer) કામ કર્યું. તેમના પિતા ગુડમેન મોટલસન ઇજનેર હતા. તેમનો પરિવાર યહૂદી હતો. ઇલિનૉય(Illinois)સ્થિત લાયન્સ ટાઉનશિપ […]